________________
પ્રતિમાશતક ભાગ-૩| શ્લોક-૧૧ ભક્તિમાત્રપ્રયુક્ત પૂજા જ વિષય છે, અને એ પ્રકારે સર્વ પણ પ્રાચીન અને નવીન માર્ગ પરિષ્કાર કરાયેલ થાય છે= યથાસ્થાને વિનિયોગ કરી સમ્યમ્ યોજન કરાયેલ થાય છે.
પૂર્વમાં એ સ્થાપન કર્યું કે, ગ્રંથકારશ્રીએ પોતે પૂ. હરિભદ્રસૂરિ મહારાજનાં કે પૂ. અભયદેવસૂરિ મહારાજનાં વચનોનું જ સ્પષ્ટીકરણ કરેલ છે, પરંતુ તેમનાં વચનોથી નવું કાંઈ કથન કર્યું નથી. ત્યાં પ્રશ્ન થાય કે, પંચાશકની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજે કે પૂ. હરિભદ્રસૂરિ મહારાજનાં આવશ્યકનિયુક્તિનાં વચનોમાં ક્યાંય એવું કહેલ નથી કે, આ કૂપદષ્ટાંત અશુદ્ધ પૂજામાં જ યોજવું, તો ગ્રંથકારશ્રી તેનો અર્થ તે રીતે ન કરતાં તેના બદલે જે રીતે તેમણે યોક્યું નથી, તે રીતે યોજીને કેમ બતાવે છે ? આવી કોઈને શંકા થાય. તેનું નિરાકરણ કરીને આ રીતે યોજન કરવું, એ જ શ્રતની ભક્તિ છે, એ બતાવવા અર્થે કહે છે –
ફલ્થ વિવેદ. માિરે ?' આ પ્રમાણે વિવેચકો જ સારા જ્ઞાનવાળા અને સુપ્રરૂપક થાય છે. વળી અંકિતાર્થ સૂત્રના વ્યાખ્યાનમાં ભક્તિ જ ક્યાં છે ?
શક્તિાર્થ સૂત્રના વ્યાખ્યાનમાં ભક્તિ નથી, તેને જ પુષ્ટ કરવા માટે સંમતિગ્રંથમાં ગંધહસ્તિએ જે કહેલું છે, તે બતાવે છે –
‘# ૨ ..... જોયો.in ત્તિ (૭-૩ જો. દર)=શાસનભક્તિમાત્રથી સિદ્ધાંતનો જાણકાર થતો નથી, અને વળી જાણનાર પણ સિદ્ધાંતની પ્રજ્ઞાપનામાં=પ્રરૂપણામાં, નિશ્ચયવાળો જ હોય એવું નથી.
‘ા વિનાનો વિ' - અહીં ‘મા’ શબ્દથી એ કહેવું છે કે, સિદ્ધાંતનો સામાન્ય જાણનાર પણ સૂત્રના અર્થમાં પરીક્ષા કરીને યથાસ્થાને વિનિયોગ કરીને પ્રરૂપણા કરે તો જ પ્રરૂપણાના નિશ્ચયવાળો હોય, પરંતુ જાણનાર હોય એટલામાત્રથી પ્રરૂપણાના નિશ્ચયવાળો હોય જ એવો નિયમ નથી.
ઉપરમાં કહ્યું એ રીતે જ વાસ્તવિક સિદ્ધાંતની ભક્તિ થાય, એ જ અર્થને બતાવતાં કહે છે –
ર પરીક્ષા ... વ્યક્તિના ' પ્રાચીનના પ્રણયથી=પ્રાચીન પ્રત્યેના સ્નેહથી, પરીક્ષા વગર આસ્થય=શ્રદ્ધેય, પરમ=ોય, નથી. વિચાર્યા વગરની રુચિ ત્યાં=સંમતિગ્રંથમાં, ગંધહસ્તિ વડે નિરસ્ત કરાઈ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, આ પ્રાચીન પુરુષોની રચના છે, તેથી તેમાં શંકા કરીને પરીક્ષા કરવી તે પ્રાચીન પ્રત્યેના અબહુમાન સ્વરૂપ છે, માટે પૂર્વ પુરુષોના વચનમાં શ્રદ્ધા કરવી એ જ ઉચિત છે. તેથી પ્રસ્તુતમાં કૂપદષ્ટાંતના વિષયમાં જે પૂર્વ પુરુષોએ કહ્યું છે કે, દ્રવ્યસ્તવ ફૂપદષ્ટાંતથી મલિનારંભીને હિતકારી છે, એમાં જ શ્રદ્ધા કરવી ઉચિત છે. તેથી કહે છે –
તથા – બનો .... રોયેત્ II અને મરેલો આ જન=પુરુષ, અન્યનો વિદ્યમાન જનનો પુરાતન=પૂર્વકાલીન, છે અને પુરાતનોની જ સાથે સમાન થશે. આ રીતે અનવસ્થિત એવા પુરાતનો હોતે છતે પુરાતનો વડે કહેવાયેલા કથનોની પરીક્ષા કર્યા વગર કોણ રુચિ કરે ?
પૂર્વમાં કહ્યું કે, પ્રાચીનપણું અનવસ્થિત હોવાને કારણે પુરાતનોનાં કથનો પરીક્ષા કર્યા વગર સ્વીકારવાં જોઈએ નહિ. ત્યાં કોઈ કહે કે, કૂપદષ્ટાંતના વિષયમાં પ્રાચીનોએ કહેલાં કથનોની તમે પરીક્ષા કરી અને