________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૯–૧૯૦
ટીકા ઃ
तत् तस्य प्रमाणत्वेऽपि वेदस्य, (अत्र) नियमेन चोदनायां भवति दोष इति फलसिद्धावपि सत्यां कुत इत्याह- सामान्यदोषनिवारणाभावादौत्सर्गिकवाक्यार्थदोषप्राप्तेरेवेति गाथार्थः । । १८९ ।। * ટીકામાં વેવસ્ય પછી ‘અત્ર’ પંચવસ્તુક ગ્રંથ પ્રમાણે લીધેલ છે.
ટીકાર્યઃ
તત્. ગાથાર્થ:।। તત્—તે કારણથી=વેદમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરેલ છે અને ળના ઉદ્દેશથી હિંસાની વિધિ છે તે કારણથી, તેનું વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીંયાં=ચોદનામાં=“વેદના કથનથી યજ્ઞ કરો” એમાં, ફ્ળસિદ્ધિ હોવા છતાં પણ નિયમથી દોષ છે.
શાથી દોષ છે ? એથી કરીને કહે છે
इहैव निदर्शनमाह
સામાન્ય દોષના નિવારણનો અભાવ છે અર્થાત્ ઔત્સર્ગિક વાક્યાર્થના દોષની પ્રાપ્તિ જ છે અર્થાત્ પૂર્વે ગાથા-૧૮૮માં કહ્યું કે, “જીવોની હિંસા કરવી જોઈએ નહિ," એ રૂપ ઔત્સર્ગિક વાક્યાર્થના દોષની પ્રાપ્તિ જ છે. (કેમ કે સામાન્યથી વેદમાં હિંસાનો નિષેધ કર્યો, અને “સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર કરે" એ વેદવચનની ચોદવામાં, ઉત્સર્ગથી કહેલ વાક્યાર્થ “ન હિઁસ્વાર્ સર્વભૂતાનિ” એના દોષની પ્રાપ્તિ જ છે.) એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૯૫
અવતરણિકા :
-
-
-
૩૮૫
અવતરણિકાર્થ :
અહીંયાં જ=સામાન્ય દોષના નિવારણના અભાવમાં જ, નિદર્શનને દૃષ્ટાંતને, ગ્રંથકારશ્રી બતાવે છે
ગાથા:
"जह वेज्जगम्मि दाहं ओहेण निसेहिउं पुणो भणियं ।
શંઘાડુ આિિમત્તે, રેગ્ન વિદ્દિા તવું ચેવ" TI૬૦।।
ગાથાર્થ ઃ
જે પ્રમાણે વૈધકમાં ઉત્સર્ગથી દાહનો નિષેધ કરીને વળી ગંડાદિ=ગૂમડા વગેરેમાં ક્ષય નિમિત્તે વિધિ વડે તેને જ=દાહને જ, કરવો એમ કહેવાયેલું છે. II૧૯૦
ટીકા
यथा वैद्यके दाहमग्निविकारमोघेन=उत्सर्गतो, निषिध्य दुःखकरत्वेन, पुनः भणितम् तत्रैव फलोद्देशेन गण्डादिक्षयनिमित्तं व्याध्यपेक्षयेत्यर्थः कुर्याद् विधिना तमेव दाहमिति गाथार्थः । । १९० ।।