SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પ્રતિમાશતક ભાગ-૩/ નવપરિણા / ગાથા-૧૮૭-૧૮૮ સન્યાયનું લાઘવ થાય છે. તેથી બુદ્ધિમાન પુરુષોએ એ રીતે કરવું જોઈએ નહિ, અને તેમાં યુક્તિ આપે છે કે – સન્યાયને ચાસપંચાસ ન્યાયથી લઘુ કરવો નહિ અર્થાતુ અસંભવિથી અસંભવના પ્રદર્શનની ગતિથી લઘુ કરવો નહિ. આશય એ છે કે, દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે તેમાં દોષનો અસંભવ છે, અને તે અસંભવિ દોષથી વેદની યાગીય હિંસામાં દોષના અસંભવનું પ્રદર્શન કરવામાં આવે, તો ક્યાય લઘુ બને છે; કેમ કે એ એની અસ્થાને સ્થાપના છે. તે આ રીતે - દ્રવ્યસ્તવમાં સ્વરૂપથી હિંસા છે, જે અનુબંધથી અહિંસાનું કારણ બને છે; જ્યારે વેદવાક્યથી થતી યાગીય હિંસા ભૂતિકામના માટે થાય છે, માટે પોતાના તુચ્છ ભૌતિક આશયથી બીજાને પીડા કરવાનો મલીન આશય છે, તેથી અનુબંધથી અહિંસાનું કારણ નથી. વળી, વેદવચન અસંભવતું સ્વરૂપવાળું છે, તેથી પ્રમાણભૂત સિદ્ધ થતું નથી. માટે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને વેદમાં થતી હિંસા સાથે યોજવામાં આવે તે અસ્થાને સ્થાપના કરવા બરાબર છે, અને તેનાથી દ્રવ્યસ્તવને કહેનારા સર્વજ્ઞના વચનમાં લઘુતાની પ્રાપ્તિ થાય છે. ચાસપંચાસ” શબ્દનો અર્થ ધર્મસંગ્રહણીમાં આ પ્રમાણે છે – किंवन्न युक्तेत्यत आह-'चासप्पंचाससमा' यथा ‘पंचास' इति शब्दं श्रुत्वा चासशब्दे चासशब्दसाधर्म्यात् पंचासशब्दार्थकल्पनाऽयुक्ता तद्वदियमपि, शुभाशुभबाह्यालम्बनतयाऽत्यन्तं वैलक्ष्येण अनन्तरोक्तकल्पनया सह अस्याः समानत्वाभावात् ।।८७७।। જે પ્રમાણે “પંચાસ' શબ્દ સાંભળીને “ચાસ' શબ્દમાં “ચાસ' શબ્દના સાધમ્યથી “પંચાસ’ શબ્દના અર્થની કલ્પના કરે તે અયુક્ત છે તેમ શુભ આલંબનવાળું દ્રવ્યસ્તવ છે અને અશુભ આલંબનવાળી વેદની હિંસા છે છતાં તે બન્નેને સમાન કહે તે અત્યંત વિરુદ્ધ છે. II૧૮ળા અવતરણિકા - तत्र युक्तिमाह - અવતરણિકાર્ય : ત્યાં ત્યાગીય હિંસામાં અદોષ નથી એ કથનમાં, યુક્તિને કહે છે – ભાવાર્થ : પૂર્વે ગાથા-૧૮૭માં કહ્યું કે, આ રીતે સન્યાયને અસ્થાન સ્થાપન દ્વારા હંમેશાં બુધ વડે લઘુ કરવો જોઈએ નહિ. એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસામાં જેમ અદોષ છે, તેમ યાગીય હિંસામાં અદોષ છે, એમ કહેવું એ સન્યાયની અસ્થાન સ્થાપનારૂપ છે, માટે યાગીય હિંસામાં અદોષ નથી અર્થાત્ દોષ છે. તેમાં ગાથા-૧૮૮થી ૧૯૧ સુધી યુક્તિને કહે છે –
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy