________________
૩૭૦
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૦-૧૮૧ હોવાથી તેઓ વડે કહેવાયેલ વ્યાખ્યાનરૂપ આગમ છે, અને તે આગમના પ્રયોગરૂપ પ્રસ્તુત વેદવાક્યનો અર્થ છે, માટે વેદવચન હિતાર્થી જીવોની પ્રવૃત્તિનું અંગ બનશે. પરંતુ આ પ્રકારે તેમનું કથન છે, તે વ્યામોહ છે; કેમ કે વૈદિક આચાર્ય પણ સ્વયં જાણ્યા વગર જ કથન કરે છે.
અહીં વિશેષ એ છે કે, કેવલજ્ઞાનથી પદાર્થનો નિર્ણય કરીને સર્વજ્ઞો જે કથન કરે છે, તે પ્રમાણે જેનાગો રચાયાં છે. જે આપ્તપુરુષમાં રાગ-દ્વેષ-અજ્ઞાન ન હોય તેવો પુરુષ પદાર્થનો નિર્ણય કરીને જે કથન કરે, તે વચન પ્રમાણભૂત બને. જ્યારે વૈદિક તો વેદવાક્ય અપૌરુષેય છે એમ માને છે. તેથી ત્યાં શંકા થાય કે, વેદવાક્યો કોઈનાથી નિર્ણય કરીને કહેવાયેલાં નથી, માટે કથિત આગમપ્રયોગરૂપ કહી શકાય નહિ.
તેના સમાધાનરૂપે વેદને માનનારા કહે કે, વૈદિક જ તત્ત્વ છે અર્થાતુ વૈદિક આચાર્ય પ્રમાણભૂત છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
વૈદિક આચાર્યોને યાગમાં કરાતી હિંસાથી સ્વર્ગ થાય છે, તેવો નિર્ણય થયેલ નથી, પરંતુ તેઓ એમ જ માને છે કે, વેદવચનો કહે છે માટે પ્રમાણ છે. તેથી વૈદિક આચાર્યો નિર્ણય કર્યા વગર કહે છે, માટે વૈદિક વચન પ્રમાણભૂત થાય નહિ. અને અપૌરુષેય એવું વેદવાક્ય યથાર્થ વક્તાના વચનની જેમ પ્રમાણભૂત છે? કે ઉન્મત્ત વક્તાના વચનની જેમ અપ્રમાણરૂપ છે ? તે નિર્ણય નહિ થવાથી, વેદવચનથી વિચારકની પ્રવૃત્તિ થઈ શકે નહિ.II૧૮ના અવતરણિકા :
સર્વજ્ઞના વચનથી કહેવાયેલ એવાં આગમોનાં વચનોના પ્રયોગથી આચરણા કરનારા એવા ગુરુના સંપ્રદાયથી અતીન્દ્રિય પદાર્થમાં ઉચિત પ્રવતિ થઈ શકે છે, અને વેદવચન અપૌરુષેય સ્વીકારવાથી તે સંભવે નહિ. ત્યાં મીમાંસક કહે કે –
જેમ તમારા મતે સર્વજ્ઞ પ્રમાણ છે, તેમ અમારે વૈદિક આચાર્યો પ્રમાણ છે. ત્યાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે –
જેમ સર્વજ્ઞ નિર્ણય કરીને કહે છે, તેમ તમારા વૈદિક આચાર્ય, યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેવો નિર્ણય કરીને કહેતા નથી, પરંતુ અપૌરુષેય વેદ કહે છે માટે યજ્ઞથી સ્વર્ગ થાય છે, તેમ કહે છે. તેથી વૈદિક આચાર્ય પ્રમાણ નથી.
હવે જો વૈદિક આચાર્ય પ્રમાણ ન હોય તો તેમનું કહેલું વ્યાખ્યારૂપ આગમ અને તેમના વચનાનુસાર કરેલી પ્રવૃત્તિ પ્રમાણરૂપ નથી, તે બતાવે છે –
ગાથા -
"तत्तो अ आगमो जो विणेयसत्ताण सो वि एमेव । તા જગો પર્વ નિવારyi નિયને” ૨૮શા