SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | જલપSિા ગાથા-૧૭૩ зЧо ભાવાર્થ : પૂર્વપક્ષી વેદને અપૌરુષેય માને છે અને કહે છે કે, પુરુષથી બોલાયેલું વચન પ્રમાણભૂત હોય નહિ, કેમ કે પુરુષ રાગાદિથી ખોટું કરે કે અજ્ઞાનને કારણે પણ ખોટું કરે તેવું જગતમાં દેખાય છે અને અતીન્દ્રિય પદાર્થો દેખાતા નથી અને અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન હોય તેવો કોઈ પુરુષ પણ દેખાતો નથી, માટે અતીન્દ્રિય પદાર્થને કહેવામાં સમર્થ માત્ર અપૌરુષેય વચન છે. તેથી વિચારકે આત્મહિત માટે અપૌરુષેય એવા વેદવચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારની પૂર્વપક્ષીની માન્યતાને સામે રાખીને, જે પ્રકારે પૂર્વપક્ષી વેદને અપૌરુષેય કહે છે, તે પ્રકારે સ્વીકાર કરીને, વેદવચનને આત્મહિતની પ્રવૃત્તિના નિયામકરૂપે સ્વીકારવામાં જે દૂષણ રહેલ છે તેને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા - "वण्णायपोरुसेयं लोइअवयणाणवीह सव्वेसिं । वेयंमि को विसेसो, जेण तहिं एसऽसग्गाहो" ।।१७३।। ગાથાર્થ - અહીં=જગતમાં, સર્વ લોકિક વચનોના પણ વદિ અપૌરુષેય છે, વેદમાં શું વિશેષ છે ? અર્થાત કાંઈ વિશેષ નથી કે જે કારણથી ત્યાં=વેદમાં, આ અસગ્રહ=અપૌરુષેયપણાનો અસગ્રહ છે. II૧૭૩ાા ટીકા : वर्णाद्यपौरुषेयं लौकिकवचनानामपीह सर्वेषां वर्णत्वादिवाचकत्वादेः पुरुषैरकरणाद् वेदे को विशेषो येन तत्रैषोऽसद्ग्रहोऽपौरुषेयत्वासद्ग्रह इति ।।१७३॥ ટીકાર્ય : avઘોષે.... તિ | અહીં=જગતમાં, સર્વ લોકિક વચનોના પણ વર્ણાદિ અપૌરુષેય છે; કેમ કે વર્ણવાદિ અને વાચકતાદિનું પુરુષો વડે અકરણ છે. વેદમાં શું વિશેષ છે ? અર્થાત્ કાંઈ વિશેષ નથી કે જે કારણથી ત્યાં=વેદમાં, આ અસફ્યૂહ અપરુષેયપણાનો અસગ્રહ છે, એ પ્રમાણે (ગાથાથ) છે. ll૧૭યા ભાવાર્થ : જૈનદર્શન સતુ-અસત્ કાર્યવાદી છે. અસત્ કાર્યવાદની દૃષ્ટિથી વચન પૌરુષેય છે તેમ સ્વીકારે છે; કેમ કે પુરુષ અસતુ એવા વચનને ઉત્પન્ન કરે છે; તેથી અપૌરુષેય વચન સંભવે નહિ, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે સત્ કાર્યવાદની દૃષ્ટિને સામે રાખીને વેદવચનને અપૌરુષેય સ્વીકારી લે છે, અને બતાવે છે કે, જેમ વેદવચનો અપૌરુષેય છે, તેમ સર્વ પણ લૌકિક વચનોના વર્ણાદિ અપૌરુષેય છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy