________________
૩પક
પ્રતિમાશક ભાગ-૩ સપરિડાગાથા-૧૨-૧૭૩ કે અગ્નિ બાળશે કે નહીં, તેમ વેદવચન સિવાયનાં સર્વ વચનો દશ્યકર્તક જ મળે છે, પરંતુ અદશ્યકર્તક વચનો ક્યારે પણ મળતાં નથી, તેથી અદશ્યકર્તક વચનરૂપ વિપક્ષ કોઈ વચનોમાં મળતો જ ન હોય ત્યારે, વેદવચનનો કોઈ કર્તા ન હોય એટલા માત્રથી અદશ્યકર્તકની શંકા થઈ શકે નહીં. તેથી નક્કી થાય છે કે, વેદવચનનો કોઈ કર્તા નથી. આ પ્રકારનો વેદને અપૌરુષેય માનનારનો આશય છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈક રીતે ક્યારેક લૌકિક એવું પિશાચવચન સંભળાય છે, અને પિશાચ બોલી રહ્યો છે, તેમ લોકમાં કહેવાય પણ છે, છતાં પિશાચ બોલતો દેખાતો ન હોય ત્યારે શંકા થાય છે કે, આ સંભળાતાં વચનોનો કર્તા પિશાચ અદશ્ય હશે. એ રીતે જો વેદવચન સંભળાતાં હોય તો ત્યાં પણ શંકા થઈ શકે કે, આ સંભળાતાં વેદવચનોનો કોઈ અદશ્ય કર્તા હશે. માટે પૂર્વપક્ષીએ કહેલ કે વિપક્ષની અદૃષ્ટિ છે તે બરાબર નથી; કેમ કે પિશાચના વચનમાં વિપક્ષની પ્રાપ્તિ છે, અને અષ્ટકર્તાવાળું વચન જેમ પિશાચનું છે, તેમ વેદનું પણ અદષ્ટકર્તાવાળું વચન હોઈ શકે. આવો વિકલ્પ જો વેદવચન સંભળાતું હોય તો થઈ શકે છે. માટે પૂર્વપક્ષીએ કહેલ કે વેદવચન અદશ્યકર્તક છે કે નહીં એવી આશંકા થાય નહિ, તે બરાબર નથી.
વળી, અપૌરુષેય એવું વૈદિક વચન તો ક્યારેય સંભળાતું નથી, તેથી તેનો અદશ્ય કર્તા છે કે નહિ તેવી શંકા કરવાનું રહેતું જ નથી, પરંતુ ક્યારેક પણ વૈદિક વચન સંભળાતું હોય તો જ તેવી શંકા થઈ શકે. અને વૈદિક વચન ક્યારેય સંભળાતું નથી, માટે અપૌરુષેય વૈદિક વચન છે, તેમ સ્વીકારી શકાય નહિ.
આશય એ છે કે, જે વેદવચનો શાસ્ત્રમાં લખાયાં છે, તે લહિયાથી લખાયાં છે અને તે લહિયાને કહેનારા કોઈક ગુરુએ તે વચનો કહ્યાં છે. પરંતુ કોઈ કહેનાર-બોલનાર ન હોય અને પિશાચવચનની જેમ તે વચનો સંભળાતાં હોય તો વિચારકને પ્રશ્ન થાય કે, પિશાચની જેમ આનો કોઈ બોલનાર છે કે નહિ ? પરંતુ વેદવચનો તો કોઈનાથી બોલાયેલાં નથી, અને ક્યારેય સંભળાતાં નથી, આમ છતાં તેવાં વેદવચનો અતીન્દ્રિય અર્થમાં પ્રવર્તક છે, તેમ કેમ કહી શકાય? કેમ કે નહિ સંભળાતાં એવાં વેદવચનો આકાશકુસુમ જેવાં છે, માટે તે પ્રવર્તક બને નહિ. અને જે કોઈ ઋષિ બોલે છે, તે કોઈક પાસેથી સાંભળીને બોલે છે કે સ્વપ્રજ્ઞાથી બોલે છે, પરંતુ પિશાચના વચનની જેમ સંભળાતાં એવાં વેદવચનથી ઋષિઓ બોલે છે, તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી; કેમ કે ઋષિઓ જ્યારે બોલે છે ત્યારે તેઓને અપૌરુષેય વેદવચન સંભળાતાં હોય તો અત્યારે પણ ક્યારેક કોઈકને સંભળાવાં જોઈએ. પરંતુ ક્યારેય સંભળાતાં દેખાતાં નથી, માટે વેદવચનો આકાશકુસુમ જેવાં અસત્ છે. I૧૭શા અવતરણિકા :
यथाभ्युपगमदूषणमाह - અવતરણિકાર્ય :
જે પ્રકારે પૂર્વપક્ષી વેદને અપૌરુષેય કહે છે તે પ્રકારે અભ્યપગમ કરીને= સ્વીકાર કરીને, ગ્રંથકારશ્રી દૂષણ કહે છે -