SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ પ્રતિમાશતક ભાગ-| સ્તવપરિક્ષા | ગાથા-૧૧૭-૧૮ તે કારણથી પૂજાગત હિંસા પણ ગુણને કરનારી છે. આશય એ છે કે, ભગવાનની ભક્તિમાં થતી હિંસા પૂજકને વીતરાગભાવ પ્રત્યે બહુમાન પેદા કરાવીને સર્વવિરતિરૂ૫ ગુણને પ્રાપ્ત કરાવનારી છે. અહીં પ્રશ્ન થાય કે, પૂજાથી ભલે ગુણો પ્રાપ્ત થતા હોય, પરંતુ પૂજામાં હિંસા છે, તેનું શું? તેથી કહે છે - પૂર્વે ગાથા-૧૬૦માં કહેલ ગર્તાકર્ષણન્યાયથી યતનાપૂર્વક પૂજા કરનારને જે હિંસા થાય છે, તે અલ્પ માત્રામાં છે, અને જ્યારે સંયમ પ્રાપ્ત થશે ત્યારે ઘણી હિંસાની નિવૃત્તિ થશે, માટે તે દોષરૂપ નથી. આશય એ છે કે, જેમ ગર્તાકર્ષણમાં બાળકને ખાડામાંથી બહાર ખેંચવાથી જે ઉઝરડાદિ થાય છે, તેના કરતાં તે બાળકના જીવનનું રક્ષણ થાય છે, તે અધિક મહત્ત્વનું હોવાથી, ઉઝરડાદિ થાય છે તે અલ્પ માત્રામાં છે, માટે દોષરૂપ નથી. તે જ રીતે ભગવાનની પૂજામાં જે પુષ્પાદિ જીવોને કિલામણા થાય છે, ત્યાં પણ વિવેકી શ્રાવકનો યતનાનો પરિણામ હોવાથી અહિંસક વૃત્તિ જીવંત હોય છે અને તેથી જ પૂજાની ક્રિયા દ્વારા તેનામાં અહિંસાભાવની વૃદ્ધિ થાય છે, અને પરિણામે સંયમની પ્રાપ્તિ થવાથી ઘણી હિંસાની નિવૃત્તિ થાયે છે. માટે અલ્પ એવી હિંસા દોષરૂપ નથી. ll૧૬ના અવતરણિકા: પૂર્વે ગાથા-૧૩૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ એવા ત્રીજા સ્થાનમાં સંક્રાંત અને સંભવત્ સ્વરૂપવાનું વચન પ્રવૃતિનિમિત્તક બને. ત્યાર પછી દ્રવ્યસ્તવ અનુબંધથી અહિંસાની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે અને તે કથન દષ્ટ અને ઈષ્ટથી કઈ રીતે અવિરુદ્ધ છે, તે આનુષંગિક શંકાઓના નિવારણ દ્વારા યુક્તિથી અત્યાર સુધી સ્થાપન કર્યું. હવે ગાથા-૧૩૭માં કહેલ સંભવ સ્વરૂપવાળું તે વચન કઈ રીતે છે, તે બતાવવા અર્થે “તથા'થી સમુચ્ચય કરીને કહે છે – ગાથા : "तह संभवंतरूवं सव्वं सव्वण्णुवयणओ एयं । तं णिच्छियं कहिआगमपउत्तगुरुसंपदाएहिं" ।।१६८।। આ પ્રસ્તુત ગાથા-૧૬૮માં પ્રતિમાશતકની મુદ્રિત પુસ્તકમાં તે નિર્જિવ દિ આમપત્તરુસંપાદિં પાઠ છે ત્યાં તં છિયં હિમામ પુરુસંપાદિં પાઠ સંગત જણાય છે. પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૭૭માં તેં જીિનદિમાગમ... પાઠ છે, પરંતુ ત્યાં તે છિયે હિમામ... પાઠ શુદ્ધ-સંગત જણાય છે અને તે મુજબ અમે અહીં અર્થ કરેલ છે. ગાથાર્થ : અને સર્વજ્ઞનું વચન હોવાને કારણે આ સર્વ=પૂર્વે કહ્યું કે, “દ્રવ્યસ્તવ અનુબંધથી અહિંસાવાળું છે તેથી સર્વવિરતિ આદિની પ્રાતિ દ્વારા મોક્ષનું કારણ છે” એ સર્વ, સંભવત્રસંભવી શકે તેવા સ્વરૂપવાળું છે અર્થાત્ સંભવી શકે એવું છે, અને કહેવાયેલ આગમાયુક્ત ગુરુસંપ્રદાયથી ત=તે, નિશ્ચિત છે. II૧૬૮iા.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy