________________
૩૧૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪૨–૧૪૩ એકાગ્રતાપૂર્વક જિનમંદિર નિર્માણની વિધિમાં સમ્યગુ યત્ન તે કરી શકે છે. આમ છતાં કોઈ અનિવાર્ય સંયોગથી કે કોઈ પ્રમાદથી ગૃહકાર્યમાં પ્રવૃત્તિ થવાની સંભાવના ગૃહસ્થને રહે છે, તેની વ્યાવૃત્તિ કરવા માટે પ્રાય: શબ્દ મૂકેલ છે.
પૂર્વમાં કહ્યું કે, શ્રાવક વિધિપૂર્વક જિનપૂજા કરે છે. તેથી એ રીતે પણ શાસ્ત્રમાં વિહિત એવા દ્રવ્યસ્તવમાં તત્પર એવા શ્રાવકને તે પૂજા અનિદાનરૂપ છે.
આશય એ છે કે, ભગવાનની ભક્તિ કરનાર શ્રાવકને સંસારના કોઈ ભૌતિક પદાર્થની આશંસા હોતી નથી, પરંતુ આ ભગવાનની ભક્તિ કરીને હું આ સંસારસાગરથી તરું એ જ માત્ર આશંસા છે. તેથી ભૌતિક પદાર્થની આશંસારૂપ નિદાન દ્રવ્યસ્તવમાં નથી; જ્યારે યાગાદિ તો ભૂતિકામનાથી કરાય છે, તેથી યાગીય હિંસા નિદાનરૂપ છે. માટે યાગીય હિંસાથી દ્રવ્યસ્તવ વિલક્ષણ છે, તે વાત “અનિદાન' શબ્દથી કહેલ છે.
વળી, યાગીય હિંસામાં થતી જીવોની પીડા ભૌતિક કામનાવાળી છે. તેનાથી દ્રવ્યસ્તવ વિલક્ષણ છે, તે બતાવવા માટે કહે છે –
યાગીય હિંસાનું ફળ માત્ર સ્વર્ગની પ્રાપ્તિ છે, જ્યારે દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિ જીવોને પીડા મોક્ષફળવાળી છે, પરંતુ માત્ર અભ્યદયફળવાળી નથી.
આશય એ છે કે, દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક આ જિનમંદિરનું નિર્માણ કરીને હું સંયમને અનુકૂળ શક્તિનો સંચય કરું અને આ સંસારસાગરથી તરું, એ પ્રકારની અભિલાષાવાળો હોય છે. તેથી દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિ જીવોની પીડા સંયમને અનુકૂળ માનસનું સર્જન કરીને મોક્ષફળને પ્રાપ્ત કરાવનાર છે, પરંતુ ત્યાગીય હિંસાની જેમ માત્ર અભ્યદયને કરનાર નથી.
દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક તત્કાળ મોક્ષ ન મેળવી શકે તોપણ તેને જે અભ્યદયની પ્રાપ્તિ છે, તે આનુષંગિક છે અને તે મોક્ષની પ્રાપ્તિમાં સહાયક થાય તેવી શક્તિના સંચયરૂપ છે. તેથી આ દ્રવ્યસ્તવમાં કરાતી હિંસા માત્ર સ્વર્ગના ફળમાં વિશ્રાંત થતી નથી, જ્યારે યાગમાં કરાતી હિંસા તો વેદવચન પ્રમાણે સ્વર્ગના ફળમાં વિશ્રાંત થાય છે.
યદ્યપિ દ્રવ્યસ્તવથી મુખ્યરૂપે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને તે સ્વર્ગાદિરૂપ અભ્યદયને પ્રાપ્ત કરાવે છે, પરંતુ ફક્ત અભ્યદયને માટે જ નથી. દ્રવ્યસ્તવથી આનુષંગિક સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, તે પણ ઉત્તરોત્તર વિશિષ્ટ-વિશિષ્ટતર દ્રવ્યસ્તવ અને ભાવતવની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાં જ વિશ્રાંત થાય છે. તેથી દ્રવ્યસ્તવમાં પૃથ્વી આદિ જીવોને થતી પીડા મોક્ષફળવાળી કહેલ છે, જ્યારે યાગીય હિંસા વેદવચન પ્રમાણે સ્વર્ગફળમાં જ વિશ્રાંત પામે છે. II૧૪શા અવતરણિકા :
ગાથા-૧૩૮માં કહેલ કે, ભાવઆપત્કલ્પગુણયુક્ત=ભાવ આપત્તિનિવારણ ગુણયુક્ત એવા દ્રવ્યસ્તવથી અન્ય પૃથ્વી આદિના જીવોને જે પીડા થાય છે, તેનાથી ઉપકાર થાય છે; અને ત્યાર પછી ગાથા