________________
૨૮૪
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિક્ષા | ગાથા-૧૧૮-૧૧૯ મહારાજા નિર્મિત ગ્રંથોમાં દ્રવ્યસ્તવગત-દ્રવ્યસ્તવવિષયક, દેશના પણ દેખાય છે; કેમ કે “યસ્તૃણમયીમપિ' ઇત્યાદિ વચન છે. તે વચન આ પ્રમાણે છે – જે તૃણમયી પણ જિનભવનરૂપ કુટિર કરે છે તથા ભક્તિથી એક પુષ્પ પણ પરમગુરુને તીર્થંકરને, અર્પણ કરે છે, તેના પુણ્યનું ભાન ક્યાં થઈ શકે? અર્થાતુ ન થઈ શકે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાધુ દ્રવ્યસ્તવની દેશના આપી શકે છે, તેથી સાધુને દ્રવ્યસ્તવ અનુમોદ્ય છે તે સિદ્ધ થાય છે. I૧૧૮ ગાથા :
"आहेवं हिंसावि हु धम्माय ण दोसयारिणी त्ति ठियं ।
एवं च वेयविहिया णिच्छिज्जइ सेह वामोहो" ।।११९।। ગાથાર્થ : -
અહીં કોઈ પૂર્વપક્ષી ‘ગાદથી શંકા કરે છે – આ પ્રમાણેકપૂર્વે કહ્યું કે, દ્રવ્યસ્તવ કરવાથી તે તે પ્રકારના પુણ્યાદિની પ્રાતિ દ્વારા ભાવવની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે, ધર્મ માટે હિંસા પણ દોષકારી નથી, એ પ્રમાણે સ્થિત થયું. અને એ પ્રમાણે જે રીતે દ્રવ્યસ્તવમાં હિંસા પણ દોષકારી નથી, એ પ્રમાણે, વેદવિહિત તે=હિંસા, અહીંયાં=વિચારમાં ધર્મની વિચારણામાં, ઈચ્છાતી નથી, તે વ્યામોહ છે. II૧૧૯II ટીકા -
आहैवं द्रव्यस्तवविधाने हिंसापि धर्माय, न दोषकारिणीति स्थितम्, एवं च वेदविहिता सा= हिंसेह-विचारे नेष्यते स व्यामोहो भवतां, तुल्ययोगक्षेमत्वात् ।।११९ ।। ટીકાર્ચ -
માદેવં તુચયોગક્ષેત્વાન્ ! અહીં કોઈ પૂર્વપક્ષી ‘નાદથી શંકા કરે છે – પર્વ આ પ્રમાણે પૂર્વે કહ્યું કે દ્રવ્યસ્તવ કરવાથી તે તે પ્રકારના પુણ્યના ઉપાર્જન દ્વારા ભાવ સ્તવની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે, દ્રવ્યસ્તવના વિધાનમાં ધર્મ માટે હિંસા પણ દોષકારી નથી એ પ્રમાણે સ્થિત થયું. અને એ પ્રકારે=જે પ્રકારે દ્રવ્યસ્તવમાં હિંસા દોષકારી નથી એ પ્રકારે, વેદવિહિત તે=હિંસા, અહીંયાં વિચારમાં ધર્મની વિચારણામાં, ઈચ્છાતી નથી, તે તમારો વ્યામોહ છે; કેમ કે તુલ્ય યોગક્ષેમપણું છે દ્રવ્યસ્તવ અને વેદવિહિત હિંસાનું સમાન યોગક્ષેમપણું છે. ૧૧૯
છે. અહીં દ્રવ્યસ્તવ અને વેદવિહિત હિંસામાં સમાન યોગક્ષેમપણું કહ્યું, તે આ રીતે –
જેમ દ્રવ્યસ્તવમાં પરના પ્રાણના નાશરૂપ યોગ છે, તેમ વેદવિહિત હિંસામાં પણ પરના પ્રાણની નાશ થાય છે, એ રૂપ યોગ છે; અને જેમ દ્રવ્યસ્તવમાં ધર્મનું લેમરક્ષણ, થાય છે તેમ વેદવિહિત હિંસામાં પણ ધર્મનું ક્ષેમ= રક્ષણ, થાય છે. તેથી બંનેમાં તુલ્ય યોગક્ષેમ છે. માટે વેદવિહિત હિંસા દોષકારી નથી એમ ન સ્વીકારવું તે તમારો વ્યામોહ છે અર્થાત્ વેદવિહિત હિંસા દોષકારી છે એમ માનવું એ તમારો વ્યામોહ છે.