________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા ગાથા-૧૧૩
૨૭૭ સાક્ષા–સ્વરૂપથી જ સાધુને આ દ્રવ્યસ્તવ, ઈષ્ટ નથી, એ પ્રમાણે તંત્રસ્થિતિથી શાસ્ત્રમાં કહેલ મર્યાદાથી, જણાય છે.
પૂર્વાપર - માર - પૂર્વાપરના નિરૂપણ વડે ગભર્થ=રહસ્યાર્થ, કહે છે –
પૂર્વમાં ગાથા-૧૦૨માં કહ્યું કે, સિદ્ધાંતમાં વંદનામાં પૂજન-સત્કારહેતુક કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ છે, તથા ગાથા-૧૦૪માં કહ્યું કે, સમવસરણમાં બલિ આદિ દ્રવ્યસ્તવનું અંગ ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી, તથા ગાથા-૧૦૯માં કહ્યું કે, ચાર પ્રકારનો વિનય કહેવાયેલ છે તેમાં ઔપચારિકવિનય તીર્થંકરવિષયક દ્રવ્યસ્તવથી અન્ય નથી. આ બધાં પૂર્વકથનો અને પ્રસ્તુત ગાથા-૧૧૩માં કહ્યું કે, સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી, એ રૂપ જે અપર કથન, એ પૂર્વકથન અને અપરકથનના નિરૂપણ દ્વારા=વિચારણા દ્વારા જે ગર્ભાર્થ=રહસ્યાર્થ છે, તેને કહે છે – ટીકાર્ય :
ભાવપ્રથાના ... માથાર્થ | મુનિઓ ભાવપ્રધાન છે અર્થાત્ મુનિઓ દ્રવ્યપ્રધાન નથી પરંતુ ભાવપ્રધાન છે, એથી કરીને આ દ્રવ્યસ્તવ મુનિઓને ઉપસર્જનરૂપે=ગૌણરૂપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૧૩ ભાવાર્થ :
સાધુઓ કૃત્ન=સંપૂર્ણ, સંયમવાળા છે માટે સ્નાનાદિ કરતા નથી અને તેમની પાસે દ્રવ્ય હોતું નથી, કે જેથી તેઓ ઉત્તમ દ્રવ્યોથી સાક્ષાત્ સ્વરૂપથી, દ્રવ્યસ્તવ કરે. તેથી તંત્રસ્થિતિથી–સિદ્ધાંતની મર્યાદાથી, સાક્ષાત્ તેઓને દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી, એ પ્રમાણે જણાય છે.
વળી, પ્રસ્તુત ગાથાની ટીકામાં પૂર્વાપર કથનના નિરૂપણ દ્વારા તાત્પર્યાર્થમાં બતાવ્યું કે, મુનિઓ ભાવપ્રધાન હોય છે. તેનો આશય એ છે કે, ચૈત્યવંદનામાં પૂજન-સત્કારહેતુક કાયોત્સર્ગ દ્વારા ફળના સંપાદન માટે કે દ્રવ્યસ્તવ કરવાદિના ઉપદેશરૂપે કે લોકોપચારવિનયરૂપે દ્રવ્યસ્તવના સંપાદન માટે મુનિને દ્રવ્યસ્તવ હોય છે. દ્રવ્યસ્તવવિષયક ભાવ હોવાથી દ્રવ્યસ્તવ ગૌણ અને ભાવ મુખ્ય બને છે; કેમ કે જે વિશેષણ હોય તે ગૌણ કહેવાય અને વિશેષ્ય હોય તે મુખ્ય કહેવાય. અને શ્રાવક જ્યારે દ્રવ્યસ્તવ સંપાદન કરે છે, ત્યારે ભગવાનની ભક્તિના ભાવ માટે દ્રવ્યસ્તવમાં શ્રાવકની પ્રવૃત્તિ છે, તેથી પ્રવૃત્તિના વિષયભૂત દ્રવ્યસ્તવમાં ભાવ વિશેષણ બને છે અને દ્રવ્યથી કરાતી ક્રિયાઓ વિશેષ્ય બને છે. માટે શ્રાવકની પૂજનસત્કારની ક્રિયામાં દ્રવ્ય મુખ્ય છે અને ભાવ ગૌણ છે.
અહીં વિશેષ એ છે કે, સ્નાનાદિમાં જલના જીવોની હિંસા થાય છે, માટે સાધુઓ દ્રવ્યસ્તવ કરતા નથી તેમ નથી. અને જો તેમ સ્વીકારીએ તો સંયમની વૃદ્ધિ અર્થે નદી ઊતરવામાં પણ અપૂકાયની હિંસા થાય છે, અને વિહાર કરવામાં પણ વાઉકાયની હિંસા થાય છે. આમ છતાં સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી સાધુ નદી પણ ઊતરે છે અને વિહાર પણ કરે છે. તે જ રીતે ભાવવૃદ્ધિનું કારણ હોય તો સાધુ સ્નાન કરીને પૂજા પણ સંપાદન કરે. પરંતુ સાધુ ભગવાનની ઉચ્ચતર ભક્તિ સંપૂર્ણ સંયમના પાલનથી કરી શકે છે અને સંપૂર્ણ