SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૯૬-૯૭-૯૮, ૯૯-૧૦૦ ' ૨૫૭ આજીવન તેની વૃદ્ધિ અને તેના રક્ષણ માટે ચિંતા કરતો હોય છે, અને તેના બળથી બંધાયેલું પુણ્ય, જન્માંતરમાં સંયમની પ્રાપ્તિ કરાવીને સંયમયોગમાં કોઈ ખુલના ન થાય તેવો દૃઢ યત્ન પ્રવર્તાવી શકે એવી ઉત્તમ સામગ્રીને પણ મેળવી આપે છે; કેમ કે ઉત્તમ પુણ્યથી જેમ ઉત્તમ સંઘયણબળ આદિ મળે છે, તેમ ઉત્તમ એવા ગુરુનો પણ યોગ મળે છે, અને તેમના સાંનિધ્યમાં ગ્રહણ કરેલું ચારિત્ર નિરતિચાર વહન કરી શકે છે. I૯૬-૯૭-૯૮ ગાથા - "आराहगो य जीवो सत्तट्ठभवेहि सिज्झए णियमा । संपाविऊण परमं हंदि अहक्खायचरित्तं" ।।१९।। ગાથાર્થ : અને આરાધક જીવ સાત-આઠ ભવો વડે પરમ=પ્રધાન એવા યથાખ્યાતચારિત્રને પામીને નિયમથી= નક્કી, સિદ્ધ થાય છે. I૯૯ll ટીકા :- आराधकश्च जीवः परमार्थतः सप्ताष्टभिर्भवैः जन्मभिः, सिद्ध्यति नियमात्, कथम् ? सम्प्राप्य परमं प्रधानम्, हंदि यथाख्यातचारित्रमकषायमिति ।।९९।। ટીકાર્ય : સારથિશ્ય ..... શાતિ ા અને પરમાર્થથી આરાધક જીવ સાત-આઠ ભવો વડે પરમ=પ્રધાન એવા અકષાયવાળા યથાખ્યાતચારિત્રને પામીને નિયમથી=નક્કી, સિદ્ધ થાય છે. (તેથી દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે, એ અર્થ સિદ્ધ થાય છે. I૯૯ અવતરણિકા : પૂર્વે દ્રવ્યસ્તવ કઈ રીતે કરવાનો છે, તે વિધિ બતાવી અને તે દ્રવ્યસ્તવથી અઢાર હજાર શીલાંગના પાલનરૂપ ભાવસ્તવ કઈ રીતે પ્રગટે છે, તેનું વિસ્તારથી વર્ણન કર્યું. ત્યાર પછી દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવકને ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા કઈ રીતે મોક્ષ થાય છે, તે બતાવ્યું. ત્યાં કોઈને એવું ભાસે કે, શ્રાવકોને ફક્ત દ્રવ્યસ્તવ હોય છે અને તે ભાવાસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ થાય છે, અને સાધુને દ્રવ્યસ્તવ હોતું નથી ફક્ત ભાવવ હોય છે, અને ભાવસ્તવથી તેઓ મોક્ષને પામે છે. આ પ્રકારના ભ્રમના નિરાકરણ માટે “દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવ દ્રવ્ય અને પર્યાયની જેમ પરસ્પર અનુવિદ્ધ છે, જેમ પર્યાયથી અનુવિદ્ધ દ્રવ્ય નથી અને દ્રવ્યથી અનનુવિદ્ધ પર્યાય નથી, તેમ ભાવસ્તવથી અનુવિદ્ધ દ્રવ્યસ્તવ નથી અને દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ ભાવાસ્તવ નથી.” એ બતાવતાં કહે છે –
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy