________________
૫૬
ગાથાર્થ:
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૯૬-૯૭-૯૮
નિશ્ચયનયથી ચરણપ્રતિપત્તિના=ચરણસ્વીકારના, સમયથી માંડીને આમરણાંત=મરણ સુધી, અનવરત=સતત, વિધિપૂર્વક જે સંયમનું પાલન છે, એ આરાધના છે. III
ટીકા ઃ
निश्चयमताद् यदेषाऽऽराधना चरणप्रतिपत्तिसमयतः प्रभृति आमरणान्तमजस्रमनवरतं संयमपरिपालनं विधिनेति गाथार्थः । । ९८ ।।
ટીકાર્થ :
निश्चयमाद् ગાથાર્થ:।। નિશ્ચયનયના મતથી ચરણપ્રતિપત્તિના=ચારિત્ર સ્વીકારતા, સમયથી માંડીને મરણ સુધી અજસ્ર=અનવરત=સતત, વિધિ વડે જે સંયમનું પરિપાલન છે, એ આરાધના છે. II૯૮
......
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૯૭માં કહ્યું કે, જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક અપ્રતિપતિત શુભચિંતાના ભાવથી પેદા થયેલ કર્મપરિણતિથી ચારિત્રના પારને પામે છે અને શુદ્ધ આરાધનાને પામે છે. તે શુદ્ધ આરાધના નિશ્ચયનયના મતથી નિરતિચાર સંયમની આરાધના છે અને જે ગૃહસ્થો અત્યંત અપ્રમાદપૂર્વક દ્રવ્યસ્તવકાળમાં સતત શુભ ચિંતા-શુભ ભાવ કરે છે, તેવા ગૃહસ્થોને નિશ્ચયનયને અભિમત નિરતિચાર શુદ્ધ સંયમની આરાધના પ્રાપ્ત થઈ શકે છે, એ પ્રકારનું તાત્પર્ય છે. III
ગાથા-૯૬/૯૭/૯૮નો સંક્ષિપ્ત સારાંશ :
પૂર્વે ભાવસાધુ કેવા હોય છે તે વાત સુવર્ણના દૃષ્ટાંતથી બતાવી, અને ભાવસાધુભગવંતો પૂર્ણ ૧૮ હજાર શીલાંગને વન કરે છે એ બતાવ્યું. આવા ભાવસાધુનું સ્વરૂપ જે શ્રાવક જાણતો હોય, અને માનતો હોય કે, “આ સંસારમાં આવા સાધુજીવનને પાળવામાં જ મનુષ્યભવ સફળ છે. આમ છતાં, મારામાં હજુ તેવા સત્ત્વનો સંચય થયો નથી, તેથી ધનસંચય આદિ પ્રવૃત્તિ કરીને હું સંસારની પ્રવૃત્તિમાં ખૂંચેલો છું; તોપણ આ ધનનો સદ્યય ભગવાનની ભક્તિમાં કરું, કે જેથી અહીં જિનમંદિરનું નિર્માણ થાય, અને તે જિનમંદિરનાં દર્શન ક૨વા માટે સાધુભગવંતો પધારે, અને અહીં રહેલા પણ યોગ્ય જીવો તેમની દેશનાથી પ્રતિબોધ પામીને આવા ઉત્તમ સંયમને પ્રાપ્ત કરે.” આ પ્રકારનો અનેક જીવોને સંયમ પ્રાપ્ત કરાવવાનો ઉત્તમ અધ્યવસાય જિનમંદિર નિર્માણ કરાવતી વખતે શ્રાવકને હોય છે. વળી પોતાને પણ સંયમ પ્રત્યે અત્યંત આકર્ષણ હોય છે, તેથી વિવેકપૂર્વકની જિનમંદિરની નિર્માણની પ્રવૃત્તિથી બંધાયેલું પુણ્ય, પ્રાયઃ જન્માંત૨માં તેને સંયમના ઉત્તમ યોગની પ્રાપ્તિ કરાવે છે, અને તેના બળથી તે ભવોમાં સંયમને અનુકૂળ મનોબળ, શરીરબળ અને ઉત્તમ કુળ, ઉત્તમ પ્રકૃતિ આદિ પણ સહવર્તી તેને મળે છે, અને ગુરુ આદિના નિમિત્તને પામીને સંયમના પરિણામવાળો તે થાય છે. વળી, જિનમંદિર નિર્માણ કર્યા પછી પણ શ્રાવક શક્તિ પ્રમાણે