SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રતિમાશતક ભાગ-3| સ્તવપરિજ્ઞા | ગાથા-૭૦ થી ૮૦, ૮૧ આશય એ છે કે, વિવેકી સાધુ જાણે છે કે, બાહ્ય સર્વ પદાર્થો આત્મા માટે અનુપયોગી છે, તેથી અનુપયોગીરૂપે સર્વે પદાર્થો મારા માટે સમાન છે. તેથી સર્વે પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવને તે સાધુ ધારણ કરે છે, પરંતુ બાહ્ય કોઈ પદાર્થો પ્રત્યે લેશ પણ અભિવૃંગને ધારણ કરતો નથી અને ભગવાનની આજ્ઞાને પાલન કરવાની એકનિષ્ઠાવાળો સાધુ હોવાથી સંયમયોગોમાં સુદઢ યત્ન કરી શકે છે. આથી જ દુષ્કર એવા પણ શીલાંગોને વિવેકી સાધુ વહન કરી શકે છે. - વળી, તે સાધુ કેવો છે તે બતાવે છે – ચિત્તની અન્ય વિસોતસિકાથી રહિત હોવાને કારણે આજ્ઞામાં અત્યંત એકાગ્ર મનવાળો છે અને અમૂઢ લક્ષવાળો છે. આશય એ છે કે, વિવેકી સાધુ જાણે છે કે, મોહનો ઉચ્છેદ કરવો એ જ મારું લક્ષ છે. તેથી લક્ષમાં મોહ પામ્યા વગર એકાગ્રતાપૂર્વક, ભગવાનની આજ્ઞાનુસાર, મોહના ઉચ્છેદનું કારણ બને તે જ રીતે સાધુ સર્વ પ્રવૃત્તિ કરે છે, પરંતુ તેમના ચિત્તમાં મોહના ઉચ્છેદ સિવાય અન્ય કોઈ વિચારોનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી, અને આવા દઢ યત્નવાળા સાધુમાં જ દુષ્કર એવાં પણ સંપૂર્ણ શીલાંગો હોય છે. વળી, તે સાધુ કેવા અપ્રમાદભાવવાળો છે તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ તેલથી ભરાયેલા પાત્રને ધારણ કરનાર જીવ મૃત્યુના ભયથી લેશ પણ પ્રમાદ વગર આખું પાત્ર નગરમાં ફેરવે છે, આમ છતાં તેલનું એક ટીપું પણ પાત્રમાંથી બહાર પડતું નથી; તેમ પોતાના પ્રમાદના અપાયને=અનર્થને, જાણીને સાધુ અપ્રમાદભાવથી ઇન્દ્રિયોને સંવૃત કરીને પોતાના લક્ષને અનુરૂપ સુદઢ યત્ન કરે છે. તેથી જ તેવા સાધુનું મોહરહિત ચિત્ત હોવાને કારણે દુષ્કર એવા પણ શીલાંગો તેનામાં ભાવથી વર્તે છે. વળી, જેમ રાધાવેધ કરનારો-રાધાવેધક, રાધાવેધ શીખ્યા પછી પણ રાધાવેધ સાધતી વખતે એકચિત્ત થઈને લક્ષને અનુરૂપ ઉપયોગને પ્રવર્તાવે છે, તેમ મુનિ પણ મોહનો ઉચ્છેદ થાય તે જ રીતે એકચિત્તવાળા થઈને ક્રિયાઓમાં સુદઢ યત્ન કરે છે. તેથી વિવેકી એવા મુનિની સર્વસંયમની ક્રિયાઓ ક્રમે કરીને રાગાદિની અલ્પતા કરીને ક્ષપકશ્રેણિ સન્મુખ વીર્યનો સંચય કરાવે છે, અને આવો જ સાધુ અઢાર હજાર શીલાંગોને ભાવથી પાળી શકે છે, અન્ય ક્ષુદ્રચિત્તવાળા શીલાંગના અનધિકારી છે. Il૭૬થી ૮ના અવતરણિકા : उपचयमाह - અવતરણિતાર્થ : ઉપચયને કહે છે–પૂર્વમાં કહ્યું કે, જે કારણથી આ શીલનું સંપૂર્ણ પાલન દુષ્કર છે, તે કારણથી સંસારથી વિરક્ત ઈત્યાદિ ગુણવાળો તે પાળવા સમર્થ છે, તે કથનમાં ઉપચયને તે કથનને પુષ્ટ કરે એવા અન્ય કથનને, ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy