________________
૩૪
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૭૬ થી ૮૦ વિહિત અનુષ્ઠાન પોતે કરે છે, તેનાથી ઉપરના અનુષ્ઠાનમાં પોતાની કરવાની જે અશક્તિ છે, તેને ક્ષીણ કરે છે અને ઉપરનું અનુષ્ઠાન કરવામાં પ્રતિબંધક જે કર્યો છે તે કર્મદોષોને પણ ખપાવે છે.
||26||
सर्वत्र સન્ ।। સર્વત્ર વસ્તુમાં નિરભિમ્બંગમધ્યસ્થ, ભગવાનની આજ્ઞામાત્રમાં સર્વથા યુક્ત=આરાધનામાં એકનિષ્ઠાવાળો (અર્થાત્ ભગવાનના વચનની આરાધના કરવામાં એકનિષ્ઠાવાળો), તેમાં=આજ્ઞામાં, (અત્યંત) એકાગ્રમનવાળો અર્થાત્ અન્ય વિસ્રોતસિકારહિત=ભગવાનની આરાધના સિવાયની અન્ય ચિત્તની પરિણતિથી રહિત, તથા અમૂઢ લક્ષવાળો છતો=ભગવાનની સર્વ આજ્ઞાનું પાલન કરીને સર્વથા મોહથી વિસ્તાર પામવો છે, એ પ્રકારનું પોતાનું જે લક્ષ છે, તેમાં મોહ નહિ પામેલો=આરાધના દ્વારા ધીરે ધીરે લક્ષ તરફ પ્રસર્પણ પામતો એવા અમૂઢ લક્ષવાળો, છતો ।।૭૯॥
.....
तथा ..... ગાથાર્થ: ।। અને તેલપાત્રીધારક દૃષ્ટાંતને પામેલો=તેના અપાયના અવગમનને કારણે અર્થાત્ બોધને કારણે અપ્રમત્ત અર્થાત્ અપ્રમાદવાળો અથવા રાધાવેધકને પામેલો અર્થાત્ રાધાવેધને સિદ્ધ કરનાર જ્યારે રાધાવેધને કરતો હોય ત્યારે તેનામાં રાધાવેધ સિદ્ધ કરવા માટે જેવો અપ્રમાદ છે, તેવો અપ્રમત્ત સાધુ, આને=શીલને, કરવા માટે=પાળવા માટે, સમર્થ છે, પરંતુ અન્ય ક્ષુદ્રચિત્તવાળો સાધુ નહિ; કેમ કે અનધિકારીપણું છે=ક્ષુદ્ર ચિત્તવાળો સાધુ શીલાંગ પાળવા માટે અનધિકારી છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦ના
ભાવાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે સંપૂર્ણ અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ શીલ દુષ્કર છે. તેથી કેવો સાધુ આ શીલાંગોને પાળી શકે, તે બતાવે છે
-
જે સાધુ સંસારથી વિરક્ત થયેલો છે અને ગુરુના ઉપદેશથી જાણે છે કે આ સંસાર અનંત જન્મ-જરામરણાદિથી યુક્ત છે, અને મોક્ષ જન્મ-જરા-મરણાદિથી રહિત છે, તે જ સાધુ ૧૮ હજાર શીલાંગોને સંપૂર્ણ પાળી શકવા સમર્થ છે.
આશય એ છે કે, આત્મા અનાદિનો છે તેથી અત્યાર સુધી જીવે અનંત જન્મ-જા-મરણાદિના ક્લેશોનો અનુભવ કર્યો છે, અને જો સાધના કરીને મોક્ષમાં પહોંચાશે નહિ, તો હજુ તે જ રીતે અનંત મરણાદિરૂપ ક્લેશો પ્રાપ્ત થશે; આવું શાસ્ત્રવચનથી જે વિવેકી સાધુ જાણે છે, અને મોક્ષ આ મરણાદિ ક્લેશથી રહિત છે, માટે દુષ્કર એવા પણ શીલાંગપાલનમાં યત્ન કરીને મોક્ષ મેળવવા માટે જે સાધુ તત્પર બને છે, તે સાધુ જ આ શીલાંગો પાળી શકે છે.
વળી, આ અઢાર હજાર શીલાંગ પાળનાર સાધુ કેવો હોય તે બતાવતાં કહે છે
પરમ ગુરુ એવા ભગવાનની આજ્ઞાના નિર્દોષ ગુણોને જાણે છે અને વિરાધનાના દોષોને જાણે છે અને તેથી વિશુદ્ધ એવા ભાવ વડે મોક્ષાર્થી એવો સાધુ આ શીલને પાળે છે.