________________
૨૩૩
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા ૭૬ થી ૮૦
લક્ષવાળો થયેલો સાધુ, તેલપાત્રીધારક દૃષ્ટાંતગત અથવા રાધાવેધકગત આને=શીલને, કરવા માટે સમર્થ બને છે. અન્ય ક્ષુદ્રચિત્તવાળો નહિ અર્થાત્ અન્ય ક્ષુદ્રચિત્તવાળો સાધુ શીલને પાળવા માટે સમર્થ નથી. II૭૬થી ૮૦II
ટીકા ઃ
यतो दुष्करमेतच्छीलं संपूर्णम्, तत् = तस्मात्, संसाराद् विरक्तः सन् अनन्तमरणादिरूपमादिना जन्मजरादिग्रहः, एतमेव संसारं ज्ञात्वा एतद्वियुक्तं मरणादिवियुक्तं मोक्षं च ज्ञात्वा गुरूपदेशेन शास्त्रानुसारेणेति गाथार्थः । । ७६ ।।
परमगुरोश्च भगवतोऽनघानाज्ञाया गुणान् ज्ञात्वा, तथैव दोषांश्च विराधनाया मोक्षार्थी सन् प्रतिपद्य च भावेनेदं शीलं विशुद्धेनेति गाथार्थः ।। ७७ ।।
विहितानुष्ठानपरः शक्त्यनुरूपं = यथाशक्ति, इतरदशक्यमपि सन्धयन् भावप्रतिपत्त्याऽन्यत्र विहितानुष्ठानादनुपयोगादशक्तेः क्षपयन् कर्मदोषानपि प्रतिबन्धकान् ।।७८ ।।
सर्वत्र वस्तुनि निरभिष्वङ्गो = मध्यस्थः, आज्ञामात्रे भगवतः सर्वथा युक्तः आराधनैकनिष्ठ इत्यर्थः, एकाग्रमना अन्यविश्रोतसिकारहितस्तस्यामाज्ञायां तथाऽमूढलक्षश्च सन् ।।७९।।
तथा तैलपात्रीधारकज्ञातगतोऽपायावगमादप्रमत्तो राधावेधकगतो वा, कथानके सुप्रतीते, एतच्छीलं शक्नोति कर्त्तुं = पालयितुं, नत्वन्यः क्षुद्रचित्तोऽनधिकारित्वादिति गाथार्थः ॥ ८० ॥ ટીકાર્ય ઃ
.....
यतो , થાર્થ:।। જે કારણથી સંપૂર્ણ આ=શીલ, દુષ્કર છે તે કારણથી, સંસારથી વિરક્ત છતો, શાસ્ત્રાનુસાર ગુરુઉપદેશ દ્વારા અનંતમરણાદિરૂપ, - ‘વિ' શબ્દથી જન્મ-જરાદિનું ગ્રહણ કરવું, - આને જ=સંસારને જાણીને અને આનાથી રહિત=મરણાદિથી રહિત, મોક્ષને જાણીને, એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૩૬।।
परमगुरोश्च , ગાથાર્થ:।। અને પરમગુરુ એવા ભગવાનની આજ્ઞાના અનઘ=નિર્દોષ, ગુણોને જાણીને, અને તે જ રીતે આજ્ઞાની વિરાધનાના દોષોને જાણીને, વિશુદ્ધ એવા ભાવ વડે આને=શીલને, સ્વીકારીને અર્થાત્ અઢાર હજાર શીલાંગરૂપ ચારિત્રને સ્વીકારીને, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૭૭।।
*****
विहितानुष्ठानपरः • પ્રતિવન્યાન્ ।। મોક્ષાર્થી એવો સાધુ, શક્તિને અનુરૂપ=યથાશક્તિ, વિહિત અનુષ્ઠાનમાં તત્પર અને ઈતરને પણ=અશક્યને પણ ભાવપ્રતિપત્તિથી સંધાન કરતો અર્થાત્ વારંવાર તેના સ્વરૂપને વિચારીને તેને કરવાના તીવ્ર અભિલાષને કરતો, વિહિત અનુષ્ઠાનથી અન્યત્ર અનુપયોગ હોવાને કારણે અશક્તિને અને પ્રતિબંધક એવા કર્મદોષોને પણ ખપાવતો, અર્થાત્ જે અનુષ્ઠાન પોતાની શક્તિને અનુરૂપ છે, તેમાં દૃઢ યત્ન કરતો હોવાને કારણે અન્યત્ર અનુપયોગ રહે છે. તેથી જે