________________
પ્રતિમાશતક ભાગ-૩નું સંક્ષિપ્ત સંકલના
વળી, વેદવચન પ્રમાણ નથી અને સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત છે, તે વાત સ્વમતના રાગથી નહિ પણ યુક્તિઓથી કઈ રીતે સંગત છે, તેનું વિસ્તારથી નિરૂપણ સ્તવપરિક્ષામાં કરેલ છે.
સ્તવપરિણાના અંતે દાન, શીલ, તપ અને ભાવ - આ ચાર પ્રકારનો ધર્મ દ્રવ્યસ્તવમાં અને ભાવસ્તવમાં કઈ રીતે વણાયેલો છે, તે બતાવવા અર્થે દાનધર્મને દ્રવ્યસ્તવરૂપે અને શીલાદિ ત્રણ ધર્મને ભાવસ્તવરૂપે સ્વીકારવાની યુક્તિઓ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. શ્લોક-૧૮-૧૯ :
સ્થાનકવાસી મતના નિરાસનો શ્લોક-૬૮-૬૯માં ઉપસંહાર કરેલ છે.
આ વિવરણ કરવામાં છબસ્થતાને કારણે અનાભોગાદિથી ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે બદલ “
મિચ્છા મિ દુક્કડં.”
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૫, વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૭૦૧૪