________________
૧૫૪
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિn/ ગામ-૨૭-૨૮
અન્ય કથન વડે શું ? કૃતકૃત્ય પણ તે ભગવાન જે પ્રકારે ધર્મસંબદ્ધ કથા=ધર્મકથા કરે છે, તે પ્રકારે તીર્થને નમસ્કાર કરે છે, કેમ કે તીર્થંકર નામકર્મના ઉદયથી જ ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ છે. રક્ષા ભાવાર્થ :
પ્રસ્તુત ગાથા-૨૭માં ભગવાન તીર્થને નમસ્કાર કેમ કરે છે, તેમાં ત્રણ હેતુ આપેલ છે. તે આ રીતે – (૧) તીર્થપૂર્વક અરિહંતપણું છે, તેથી ભગવાન તીર્થને નમસ્કાર કરે છે.
આશય એ છે કે, પૂર્વના તીર્થકરો દ્વારા તીર્થની સ્થાપના કર્યા પછી તીર્થમાં કહેલા અનુષ્ઠાનના સેવનથી જ પછીના તીર્થંકરો થાય છે. તેથી જે શાશ્વત તીર્થના પ્રભાવથી પોતે તીર્થંકર થયા છે, તે તીર્થને તીર્થંકર પણ નમસ્કાર કરે છે.
(૨) ભગવાન વડે પૂજિત એવા સંઘની પૂજા લોકો દ્વારા થાય છે; કેમ કે લોક પોતાનાથી પૂજિત એવા ભગવાનથી પૂજાયેલા સંઘને જોઈને સંઘની પૂજા કરે છે. માટે લોકોમાં સંઘની પૂજા પ્રવર્તે અને તેના બળથી લોકો કલ્યાણને પામે માટે તીર્થંકર પણ તીર્થને નમસ્કાર કરે છે.
(૩) કૃતજ્ઞતા ધર્મ છે ગર્ભમાં જેને એવું વિનયકર્મ કરાયેલ થાય છે.
આશય એ છે કે, ભગવાન તીર્થના પ્રભાવથી તીર્થંકર થયા છે, તેથી કૃતજ્ઞતા ભાવથી પોતે તીર્થને નમસ્કાર કરે છે. અને ભગવાન તીર્થને નમસ્કાર કરે છે, તે જોઈને લોકોને પણ થાય છે કે, ભગવાન જેવા ભગવાન વીતરાગ થયા પછી પણ કૃતજ્ઞતા અર્થે તીર્થને સંઘને નમસ્કાર કરે છે, માટે ધર્મની પ્રાપ્તિ કૃતજ્ઞતા ગર્ભમાં છે જેને એવા વિનયથી જ થઈ શકે છે. તેથી લોકોને તેવો બોધ કરાવવા અર્થે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે.
ઉપરમાં બતાવ્યું તે ત્રણ કારણોથી ભગવાન તીર્થને નમસ્કાર કરે છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, જેમને નમસ્કાર કરવાનો છે તેમનામાં રહેલા ગુણો પોતાનામાં પ્રગટ થાય તે નમસ્કાર કરવાનું પ્રયોજન છે. ભગવાનમાં પૂર્ણ ગુણો પ્રગટ થયા છે, તેથી ભગવાનને તીર્થને નમસ્કાર કરવાનું કોઈ પ્રયોજન નથી. તેથી કહે છે -
ભગવાન કૃતકૃત્ય હોવા છતાં પણ તીર્થંકર નામકર્મના ઉદયથી ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે જે રીતે ધર્મદેશના આપે છે, તે રીતે ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે તીર્થને નમસ્કાર કરે છે.
આશય એ છે કે, ભગવાન કૃતકૃત્ય છે, તેથી તેમને ધર્મદેશના આપવાનું કોઈ પ્રયોજન નથી. આમ છતાં, તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થંકરો ઉચિત પ્રવૃત્તિ કરે છે, અને તે ઉચિત પ્રવૃત્તિરૂપે લોકોના ઉપકાર માટે જેમ ધર્મદેશના આપે છે, તે જ રીતે ઉચિત પ્રવૃત્તિરૂપે તીર્થને પણ નમસ્કાર કરે છે. રિલા
ગાથા :
"एयम्मि पुईअंमि णत्थि तयं जं न पुइ होइ । મુવો વિ પુષ્મ તો પારદ્રા