________________
૧૪૪
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૬-૧૭-૧૮-૧૯ છે માટે ભગવાનની પ્રતિમાને સ્થાપન કરીને હું મારા આત્માનો નિસ્તાર કરું, આ પ્રકારનો શુભાશય, જિનમંદિર નિર્માણ વખતે હોય છે.
વળી, બીજો શુભાશય બતાવે છે – અહીં જિનમંદિર નિર્માણ કરવાથી ચૈત્યના વંદન નિમિત્તે સુસાધુઓ આવશે, તેમનું મને દર્શન થશે. અને તે સુસાધુઓ કેવા છે તે કહે છે – મોક્ષમાર્ગના સાધક છે સંસાર પ્રત્યે નિર્લેપ થઈને ફક્ત રત્નત્રયીના પ્રકર્ષ માટે યત્ન કરનારા છે. વળી, ભૂતકાળમાં તેમણે ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરેલ છે કે, જેથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને કેવળ નિર્લેપદશાની વૃદ્ધિમાં જ સફળ કરે છે. આવા પ્રકારના જ્ઞાનાદિ ઐશ્વર્યવાળા, ગુણરત્નના નિધાન અને કર્મનો નાશ કરવા માટે મહાસત્ત્વવાળા અને સંસારી જીવોને જોવા યોગ્ય દર્શનીય એવા, મહાત્માઓને હું જોઈશ. આ પ્રકારના શુભાશયથી જિનમંદિર નિર્માણ વખતે જ સંયમી સાધુ પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિમતું થાય છે, જે ચારિત્રમોહનીયને તોડવાનું પ્રબળ કારણ છે.
વળી, અન્ય શુભાશય બતાવે છે – જિનભવનમાં વીતરાગતાની મુદ્રા હોવાને કારણે, તેનું દર્શન જીવને પોતાનું વિતરાગ સ્વરૂપે જોવામાં જે મોહરૂપ અંધકાર અંતરાયરૂપ છે તેને દૂર કરવામાં હેતુભૂત છે, અને વીતરાગતાની મુદ્રારૂપ હોવાથી રાગાદિ સર્વ કલંકરહિત છે, એવા જિનેંદ્રના બિંબને જોઈને ઘણા અન્ય જીવો પ્રતિબોધને પામશે અને ભગવાન જેવા થવાના અત્યંત અભિલાષવાળા થઈને શ્રેષ્ઠ સંયમધર્મનો સ્વીકાર કરશે.
ઉપરમાં કહ્યા તેવા પ્રકારના અધ્યવસાયપૂર્વક શ્રાવક જિનમંદિરનું નિર્માણ કરે છે, અને જિનમંદિરના નિર્માણમાં પૂર્વમાં બતાવાયેલા લાભો છે તે કારણથી, આ મારું ધન ગ્લાધ્ય છે કે જે જિનભવનમાં ઉપયોગી થાય છે, આ પ્રકારનો ઉત્તમ અધ્યવસાય જિનમંદિરના નિર્માણકાળમાં સતત શ્રાવકને વર્તે છે. તેથી લોકોની આગળ સારું દેખાડવા, કે પોતે ધર્મી છે તેવી ખ્યાતિ મેળવવાનો આશય ચિત્તમાં પ્રવેશ પામી શકતો નથી. અને જે શ્રાવકો આવા ઉત્તમ અધ્યવસાયપૂર્વક જિનમંદિરના નિર્માણમાં યત્ન કરે છે, તેમનામાં વર્તતો આવો શુભાશય મોક્ષફળવાળો છે.
અહીં સ્વાશયવૃદ્ધિ કહી ત્યાં સ્વ-આશયનો અર્થ સ્વનો આશય નહિ, પરંતુ સુ+આશય સ્વાશયની શુભ આશયની, વૃદ્ધિ સમજવાનો છે, અને સુઆશય એ છે કે, ભગવાન જગતના જીવોને તારનારા છે, એ પ્રકારનો પોતાનો જે શુભાશય છે, તે જિનબિંબની સ્થાપના કરવાથી વૃદ્ધિમતું થાય છે. તેથી જે જીવને સંસાર સમુદ્ર જેવો મહાભયાવહ લાગતો હોય, તેના જ કારણે સંસારસમુદ્રથી બહાર નીકળવાની અત્યંત ઉત્કંઠા હોય અને તેના માટે શુદ્ધ સંયમ ઉપાયરૂપે ભાસતું હોય, આમ છતાં શુદ્ધ સંયમની પ્રાપ્તિ માટે પોતાનું સામર્થ્ય ન દેખાવાથી ભગવાનની ભક્તિ કરીને શુદ્ધ સંયમ માટેના સત્ત્વને પ્રગટ કરવાની ઇચ્છાવાળો હોય, અને તેથી જ ભગવાનના સ્વરૂપને વારંવાર ચિત્તમાં ભાવતો હોય, આવા પ્રકારના આશયપૂર્વક જિનબિંબના સ્થાપનમાં પ્રવૃત્તિ કરનારને અવશ્ય શુભ આશયની વૃદ્ધિ થાય છે.
વળી, ગાથા-૧૭, ૧૮માં બતાવેલ સર્વ સુઆશયની વૃદ્ધિરૂપ છે અને આ પ્રકારની અપ્રતિપતિત ચિંતા સદા વર્તતી હોય તે સુઆશયની વૃદ્ધિ છે. જિનમંદિરના નિર્માણ પૂર્વે નિર્માણ કરનારનો એ શુભઆશય છે