________________
૧૩૪
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮ કેવું દલ શુદ્ધ છે, તે બતાવે છે –
જે દેવતાદિના ઉપવનથી (યત્નપૂર્વક લાવેલું હોય) “રેવતાથુષવના અહીં ‘વિ' શબ્દથી ભિન્ન ક્રમ વડે શ્મશાનનું ગ્રહણ કરવું અર્થાત “આદિ' શબ્દનો ઉપવન સાથે યોજન કરવાનો છે. તેથી રેવતો પવનાર' એ પ્રમાણે પાઠ સમજવો. અને ‘૩૫વનાવિમાં ‘ગરિ' શબ્દથી શ્મશાનથી લાવેલું હોય એમ અર્થ સમજવો. તથા અવિધિ વડે=બળદ વગેરેને મારવા વડે, લાવેલું ન હોય અને સ્વયં જે ઇષ્ટકાદિ=ઈંટ વગેરે કરાવેલ ન હોય; કેમ કે તત્કારિવર્ગ પાસેથી=સ્વપ્રયોજનની સિદ્ધિ માટે તે કરવાના સ્વભાવવાળા વર્ગ પાસેથી, ઉચિત ક્રય વડે મૂલ્ય વડે, ખરીદેલ હોય તે ઈંટ વગેરે દેરાસર માટે વાપરવી જોઈએ. એ પ્રમાણે શાસ્ત્રવચન છે.
મૂળ ગાથામાં કરેલ બીજા પંચાશકની ટીકાના અર્થ પ્રમાણે ટીકાનો અર્થ આ પ્રમાણે જાણવો –
અહીંયાં=જિતભવતના વિધાનમાં કાષ્ઠાદિ દલ પણ=જિનભવનનું ઉપાદાન કારણ પણ, જે દેવતાના ઉપવનથી=કાનનથી અને આદિ' શબ્દથી શ્મશાન વગેરેથી લાવેલું ન હોય, બળદ વગેરેને મારવા વડે લાવેલું ન હોય અને સ્વયં જે ઈંટ વગેરે કરાવેલ ન હોય; કેમ કે તત્કારિવર્ગથીકતે કરવાના સ્વભાવવાળા હોય તેમની પાસેથી, ઉચિત ક્રય વડેaઉચિત મૂલ્ય વડે, ખરીદેલું હોય તે વાપરવું જોઈએ. એ પ્રમાણે શાસ્ત્રવચન છે. Iટ કાષ્ઠશુદ્ધિ દ્વાર ગાથા-૮નો ભાવાર્થ :- જિનમંદિરના નિર્માણમાં કાષ્ઠાદિ દલ દેવતાદિના ઉપવનમાંથી લાવવાનું છે, પરંતુ તે લાકડાં કાપનારાઓને મોકલવાનું કહેવાથી તેઓ અવિધિથી મોકલે તે રીતે લાવવાનું નથી. એટલે ખુલાસો કર્યો કે, બળદ વગેરેને મારવાપૂર્વક કાષ્ઠાદિ દલ લાવવાનું નથી પરંતુ યતનાપૂર્વક લાવવાનું છે. અને સ્વયં કરાવવાનું નથી, એ કથનથી એ ફલિત થાય છે કે, લાકડાં વગેરેનું છેદન-ભેદન સ્વયં કરાવવાનું નથી, પરંતુ પોતાના વ્યવસાય માટે જે લોકો સ્વયં લાકડાં વગેરે કાપે છે, તેમની પાસેથી ઉચિત મૂલ્યથી ખરીદી કરીને લાવવાનું છે, અને ઈંટ વગેરે પણ સ્વયં નિભાડા વગેરે કરીને કર્માદાનથી બનાવવાનાં નથી, પણ તેના કરનારાઓ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદી કરવાની છે.
અહીં દેવતાદિના ઉપવનથી લાવવાનું છે તે અર્થ, ષોડશક-૬૮ શ્લોક પ્રમાણે અને ધાત્રિશધાત્રિશિકા-/શ્લોક પ્રમાણે કરેલ છે અને પંચાશક પ્રમાણે તેનો અર્થ જુદો છે, તેથી તેનો અર્થ ટીકા સાથે ઉપર આપેલ છે.
અહીં વિશેષ એ છે કે, અહીં ‘રિશબ્દને ભિન્ન ક્રમથી ઉપવનની સાથે જોડી દેવતો પવનારે' આ રીતે પાઠ ગ્રહણ કરી ‘દિ'થી શ્મશાનનું ગ્રહણ કરેલ છે. તેથી શ્મશાન વગેરેમાંથી પણ યતનાપૂર્વક લાવેલું લાકડું વગેરે શુદ્ધ દલ છે. શ્મશાન-કાનન વગેરેમાં લાકડાં કાપનારાઓ પાસેથી, જે ત્યાં સારું-ઉત્તમ લાકડું હોય તેનું જિનમંદિરના નિર્માણ માટે, ઉચિત ક્રય આપી ખરીદીને લાવવાનું વિધાન છે. IIટા