________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭
ભાવાર્થ:
૧૧૩
ઉપદેશક પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા હોય, પરંતુ કોઈ જીવને પરમાત્માના વર્ણનનાં વાક્યોથી પરમાત્માનું સ્વરૂપ કેવું હોય તેનો બોધ સ્પષ્ટ ન થતો હોય તે જીવ પણ પ્રતિમાને જુએ તો પ્રતિમાની મુદ્રા સબોધને પેદા કરે છે; કેમ કે પ્રતિમાની મુદ્રામાં વાચ્યાર્થનું વૈશિષ્ટ છે=પ્રતિમાની મુદ્રામાં વીતરાગભાવરૂપ વાચ્યાર્થવિશેષ છે, તેથી પ્રતિમા વાચ્યાર્થવૈશિષ્ટ્યવાળી છે=જોતાં જ વીતરાગતાના અર્થને પ્રગટ કરે છે.
આશય એ છે કે, વીતરાગ પરમાત્મા કેવા સ્વરૂપવાળા હોય એનું વર્ણન શબ્દોથી ક૨વામાં આવે તેટલાથી કેટલાક જીવોને વીતરાગતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ થતો નથી, પરંતુ જ્યારે નિર્વિકારી એવી પ્રતિમાની મુદ્રાને જુએ છે, ત્યારે વીતરાગતાની નિર્લેપ પરિણતિનો બોધ થાય છે, તે કારણથી પ્રતિમા સ્વતઃ પ્રમાણ છે.
આ રીતે પ્રતિમાની આત્મકલ્યાણમાં ઉપકારકતા બતાવીને દેવલોકમાં પણ પ્રતિમા કેવા પ્રકારની હોય છે, તે બતાવે છે –
સુંદર ઉપસ્કરો દ્વારા=સુંદર સામગ્રી દ્વારા, તે તે કાર્યમાં જોડાયેલા પરિકરો વડે સેવાતી એવી રાજલક્ષણને ધારણ કરનારી પ્રતિમાઓ દેવલોકમાં પણ શોભે છે.
આશય એ છે કે, દેવલોકમાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓ, ચંગેરી વગેરે પૂજાની સામગ્રીથી સહિત પોતપોતાને યોગ્ય કાર્યમાં જોડાયેલા નાગ વગેરેની પ્રતિમાઓથી પરિવરેલી, રાજાના ચિહ્નોથી યુક્ત શોભી રહી છે.
અહીં પ્રતિમાની પૂજ્યતાને બતાવતાં કહ્યું કે, પ્રતિમા સ્વતઃ પ્રમાણ છે. ત્યાં સ્વતઃ પ્રમાણનો અર્થ એ છે કે, અન્યાધીનપ્રમાળત્વે પરતઃ પ્રમાળત્યં=અન્યને આધીન પ્રમાણપણું હોય તે પરતઃ પ્રમાણપણું છે, જેમ - વહ્નિનું જ્ઞાન થવામાં કારણ ધૂમનું જ્ઞાન છે, તેથી વહ્નિનું જ્ઞાન ધૂમના જ્ઞાનને આધીન હોવાથી પરતઃ પ્રમાણ છે. અને અન્યાનધીનપ્રમાળત્ન સ્વતઃ પ્રમાળત્વમ્ અન્યને અનધીન પ્રમાણપણું તે સ્વતઃ પ્રમાણપણું છે, જેમ - શ્રુતજ્ઞાન માર્ગનો સ્વતઃ બોધ કરાવે છે, માટે તે સ્વતઃ પ્રમાણ છે, પરતઃ પ્રમાણ નથી. તેમ પ્રતિમા પણ વીતરાગતાનો બોધ સ્વતઃ કરાવે છે, માટે તે સ્વતઃ પ્રમાણ છે.
ટીકા
तथा च जीवाभिगमे तदृद्धिवर्णनम्
'तत्थ णं देवच्छंदए अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं संनिक्खित्तं चिट्ठति । तासि णं जिणपडिमाणं अयमेतारूवे वण्णावासे पण्णत्ते तं तवणिज्जमया हत्थतला पायतला, अंकमयाई णखाई अंतो लोहियक्खपरिसेयाई, कणगमया पाया, कणगमया गोष्फा, कणगमईओ जंघाओ, कणगमया जाणू, कणगमया उरू, कणगमयाओ गायलट्ठीओ, तवणिज्जमईओ नाभीओ, रिट्ठामईओ रोमराजीओ, तवणिज्जमया चुच्चुआ, तवणिज्जमया सिरिवच्छा, कणगमयाओ बाहाओ, कणगमईओ पासाओ, कणगमईओ गीवाओ,
-