________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
૧૧૧
જ પ્રતિમાશતક મુ. પુ. માં “સ સિતારવીનન:' પાઠ છે અને હ.પ્ર.માં ‘સ ક્ષિતિગારવીગતઃ' પાઠ છે, પરંતુ ત્યાં “ ક્ષિતારવીનઃ' પાઠની સંભાવના છે અને તે મુજબ અર્થ અમે કરેલ છે.
અહીં ટીકામાં કહેલ ‘સ:' શબ્દથી પૂર્વપક્ષી વાચ્ય છે, અને પૂર્વપક્ષી કહે છે કે, વંદિતુ સૂત્ર ગણધરકૃત નથી, પરંતુ શ્રાવકકૃત છે, અને તેમાં છેલ્લી દશ ગાથા (આઠ ગાથા કોઈ અર્વાચીન વડે ક્ષિપ્ત છે. તે કહેનાર પૂર્વપક્ષી જિનપ્રતિમાને માનતો નથી, તેથી તેનું સન્માર્ગનું બીજ જાર જીર્ણ, થઈ ગયેલ છે, અને તે જીર્ણ બીજનો પણ તેણે ક્ષિપ્તઋવિનાશ કર્યો છે; કેમ કે પોતાને પૂરું જ્ઞાન ન હોવા છતાં સહસા આ પ્રમાણે જે કથન કર્યું કે, “વંદિતુ સૂત્ર ગણધરકૃત નથી પણ શ્રાવકકૃત છે” ઇત્યાદિ કથનથી તેણે તીર્થંકરાદિની મહાન આશાતના કરેલ છે, તેથી તે વ્યક્તિ ક્ષિપ્તજારબીજવાળો છે.
પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્ર ગણધરકૃત નથી, પરંતુ કોઈ શ્રાવકકૃત છે, ઇત્યાદિ કથન તે ખરેખર આધાર વગર કહે છે. તેની જ પુષ્ટિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ર દિ.... વિચારામૃતસાહેરિા ક્યાંય પણ આનું સૂચક=શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્ર ગણધરકૃત નથી પરંતુ શ્રાવકકૃત છે, અને તેમાં પણ ‘તરૂ થના' ઈત્યાદિ ગાથાદસક (ગાથાઅષ્ટક) કોઈ અર્વાચીન વડે ક્ષિપ્ત છે એનું સૂચક, પ્રવચન અમે જતા નથી અથવા અવિચ્છિન્ન પરંપરાગત વૃદ્ધવચન આવા પ્રકારનું તમે કહો છો એવા પ્રકારનું, કોઈના વડે સંભળાયું નથી. પરંતુ જે સૂત્રાદિના કર્તા નામગ્રહણપૂર્વક જણાતા નથી અને પ્રવચનમાં જે સૂત્ર સર્વસંમત છે, તેના તે સૂત્રના કર્તા, સુધર્માસ્વામી જ છે, એ પ્રમાણે વૃદ્ધવાદ છે, તથા વિચારામૃત સંગ્રહમાં પણ કહેવાયેલું છે.
જ વિચારામૃતસંગ્રહનો પાઠ આ પ્રમાણે છે અને તેનો અર્થ નીચે મુજબ જાણવો, જે પ્રતિમાશતક ગ્રંથમાં બતાવેલ નથી, પરંતુ અહીં ઉપયોગી હોવાથી બતાવેલ છે.
(एवं तेषामेव (तेषामिव) श्राद्धप्रतिक्रमणसूत्रादीनामपि नि!हकश्रुतस्थविरनामापरिज्ञानेऽप्यागमत्वं प्रमाणत्वं चाविकलमेवोभयत्रापि समानत्वात् एवं च गणधरकृतमुपजीव्य श्रुतस्थविरविरचितत्वादावश्यकादिसकलानंगप्रविष्टश्रुतस्य स्थविरकृतत्वमपि सिद्धान्तेऽभ्यधायीति तात्पर्यार्थः, इति विचारामृतसङ्ग्रहे पाठः ।।)
વિચારામૃત સંગ્રહના પાઠમાં તેષામેવ છે, ત્યાં તેષામિવ પાઠ હોવો જોઈએ, તે મુજબ અમે અર્થ કરેલ છે. (આ રીતે તેઓની જેમ જ=આગમોની જેમ જ, રચના કરનાર શ્રુતસ્થવિરના નામના અપરિજ્ઞાનમાં પણ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રાદિનું પણ આગમપણું અને પ્રમાણપણું અવિકલ જ છે; કેમ કે બંને ઠેકાણે પણ સમાનપણું છે=આગમોમાં અને શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રાદિમાં રચનાનું સમાનપણું છે અને એ રીતે ગણધરકૃતિને અવલંબીને આશ્રયીને, શ્રુતસ્થવિરો વડે વિરચિતપણું હોવાને કારણે આવશ્યકાદિ સકલ અનંગપ્રવિષ્ટદ્યુતનું સ્થવિરતપણું પણ સિદ્ધાંતમાં કહેવાયેલું છે, એ પ્રમાણે તાત્પર્યાર્થ છે. આ પ્રમાણે વિચારામૃતસંગ્રહમાં પાઠ છે.)
અન્ય અતિદેશને બતાવતાં કહે છે – नियदव्वमउव्वजिणिंदभवणजिणबिंबवरपइट्ठासु । वियरइ पसत्यपुत्थयसुतित्थतित्थयरपूआसु ।। इति भक्तप्रकीर्णके (गा. ३१)