________________
૧૦૮
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭ तहा अहोलोए मेरुस्स उत्तरदाहिणओ असुराईआ दस दसनिकाया । तेसु वि भवणसंखा-सव्वग्ग० 'सत्तेव य कोडीओ हवंति बावत्तरीसयसहस्सं । जावंति विमाणाइं सिद्धायणाई तावंति।।५।।
तहा तिरियलोगो-समधरणियलाओ उड्ढं नवजोयणसयाइं हेट्ठावि अहोगामिसु नवजोयणसयाइं एवं अढारसजोयणसयाई, एवं अट्ठारसजोअणमाणो तिरियलोगो । तत्थ जिनायतनानि -
नंदीसरम्मि बावन्ना जिणहरा, सुरगिरीसु तह असीइं । कुंडलनगमाणुसुत्तररुअगवलएसु चउचउरो ।।६।। उसुयारेसुं चतारि, असीइ वक्खारपव्वएसु तहा । वेयड्ढे सत्तरसयं, तीसं वासहरसेलेसु ।।७।। वीसं गयदंतेसु दस जिणभवणाई कुरुनगवरेसु । एवं च तिरियलोए अडवना हुँति सय चउरो ।।८।। वंतरजोइसिआणं असंखसंखाजिणालया निच्चा । गामागारनगनगराई एसु कयगा बहू संति ।।९।। एवं च सासयासासयाई वंदामि चेइआई ति । इत्थ पदेसम्मि ठिओ संतो तत्थ पदेसम्मि ।।१०।।
इति समस्तद्रव्यार्हद्वन्दनानिवेदकगाथासमासार्थः ।। ટીકાર્ય :
તથી .... ૩ – તથા અનેક પડાવશ્યકની અંદર શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્રમાં સાક્ષાત્ જ ચૈત્યારાધન કહેવાયેલું છે - તે આ પ્રમાણે –
નાર્વતિ ..... સમાસાર્થઃ | ઊર્ધ્વલોક, અધોલોક અને તિથ્વલોકમાં જેટલાં ચૈત્યો છે, ત્યાં રહેલાં તે સર્વ ચૈત્યોને અહીં રહેલો હું વંદું . એ પ્રમાણે શ્રાવક-પ્રતિક્રમણ સૂત્રની ૪૪મી ગાથામાં (કહેલ) છે.
આવી=શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની, ૪૪મી ગાથાની ચૂર્ણિ, જે આ પ્રમાણે –
અને આ પ્રમાણે શ્રાવક જિનોને વંદન કરીને સંપ્રતિ=હમણાં, સમ્યક્તની વિશુદ્ધિ નિમિત્તે ત્રણ લોકમાં રહેલાં શાશ્વત-અશાશ્વત જિનચૈત્યોના) વંદનને ગાવંત સૂત્રથી કહે છે –
નાવત્તિ એ વંદિતા સૂત્રની ગાથા-૪૪નો અર્થ કહે છે – અહીં ત્રિવિધ લોક છે – (૧) ઊર્ધ્વલોક, (૨) અધોલોક અને (૩) તિચ્છલોક.
ત્યાંeત્રણ લોક કહ્યા ત્યાં, ઊર્ધ્વલોક સૌધર્મ-ઈશાન વગેરે બાર દેવલોક, હિટ્રિમ વગેરે નવ રૈવેયક, વિજયાદિ પાંચ અનુત્તરાદિ છે. આ બધા દેવલોકમાં પ્રત્યેક દેવલોકનાં વિમાનો આ પ્રમાણે છે –
પહેલા સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ, બીજા ઈશાન દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજા સનસ્કુમાર દેવલોકમાં બાર લાખ, ચોથા માહેજ દેવલોકમાં આઠ લાખ, પાંચમા બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ, આરંભથી માંડીને પહેલા દેવલોકથી માંડીને પાંચમા બ્રહ્મદેવલોક સુધી આ પ્રમાણે વિમાનની સંખ્યા છે. ll૧]
છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર, સાતમા મહાશુક્ર દેવલોકમાં ચાલીશ હજાર, આઠમા સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર, નવમા આવત દેવલોકમાં અને દસમા પ્રાણત દેવલોકમાં (બંનેનાં ભેગાં) ચારસો, અગ્યારમા આરણ દેવલોકમાં અને બારમા અય્યત દેવલોકમાં (બંનેનાં ભેગાં) ત્રણસો (વિમાનો છે), નીચલા ત્રણ રૈવેયકમાં (ભેગાં) એક સો અગ્યાર, મધ્યમ ત્રણ રૈવેયકમાં (ભેગાં) એક સો સાત અને ઉપલા ત્રણ રૈવેયકમાં (ભેગાં) એક સો, અને પાંચ અનુત્તરનાં પાંચ (વિમાનો છે). lan