________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૬
૪
ભાવાર્થ:
ભદ્રા સાર્થવાહીએ નાગદેવની પૂજા કરી અને પુત્રપ્રાર્થનાદિ કરેલ છે, જ્યારે દ્રૌપદીએ જિનાર્ચને કરીને ‘મને સુંદર વર પ્રાપ્ત થાઓ' એ પ્રકારે વરની યાચના કરી નથી. તેથી નક્કી થાય છે કે, સુંદર પતિની આશંસાથી તેણે પૂજા કરી નથી, પરંતુ ‘જિણાણું જાવયાણં’ ઇત્યાદિ શબ્દ દ્વારા ભગવાનના ગુણનું પ્રણિધાન કરેલ છે; અને ભગવાન મોહને જીતનારા છે અને જિતાડનારા છે, એથી જ ફલિત થાય છે કે, આવું પ્રણિધાન કરે ત્યારે દ્રૌપદીનો એ જ આશય હોય કે, જેમ ભગવાને મોહને જીત્યો છે તેમ ભગવાન મારા પણ મોહને જિતાડનારા છે, તેથી ભગવાનની ભક્તિ કરીને હું પણ મોહનો વિજય કરું. આમ છતાં હજુ પોતાને તેવા પ્રકા૨નો મોહનો વિજય થયો નથી માટે પાણિગ્રહણ કરે છે, તોપણ ભગવાન પાસે તો મોહનો વિજય કરવા માટે જ ગયેલ છે, એ પ્રકારનું ‘જિણાણું જાવયાણું' ઇત્યાદિ વડે ભગવદ્ગુણનું પ્રણિધાન જ કરાયેલ થાય છે.
સામાન્યથી લોકમાં સારા પતિ વગેરે મળે તે અપેક્ષાએ નાગાદિનું પૂજન એ કાળે કરવામાં આવતું હતું, જ્યારે દ્રૌપદીએ નાગાદિનું પૂજન ન કરતાં ભગવાનની ભક્તિ ક૨વાનો વિચાર કર્યો, એ જ બતાવે છે કે, દ્રૌપદીને કામભોગની ઇચ્છા ન હતી, પરંતુ ભગવાન પ્રત્યે વિશેષ ભક્તિ હતી, એ પ્રકારની વિશેષ દૃષ્ટિ તેમની પૂજાથી વ્યક્ત થાય છે. જ્યારે નાગાદિની પ્રતિમાના અર્ચનમાં ભદ્રા સાર્થવાહી દ્વારા પુત્રપ્રાર્થનાદિ કરાયેલાં સંભળાય છે, અને એ રીતે દ્રૌપદી દ્વારા ભગવાનની પૂજા કરીને વરની યાચના કરેલી સંભળાતી નથી, પરંતુ ‘જિણાણું જાવયાણં' ઇત્યાદિ વડે ભગવાનના ગુણનું પ્રણિધાન જ કરાયેલું છે. એ પ્રમાણે સચેતનો કેમ જોતા નથી ? અર્થાત્ ‘જિણાણું જાવયાણં' એ વચન જ બતાવે છે કે દ્રૌપદીની ભગવાનની પૂજામાં વિશેષ દૃષ્ટિ છે.
ટીકાર્ય :
તથાદિ – નાગાદિની પ્રતિમાના અર્ચનમાં ભદ્રા સાર્થવાહી વડે પુત્રપ્રાર્થનાદિ કરેલ સંભળાય છે, એમ કહ્યું, તેમાં ‘તથાદિ'થી સાક્ષી આપેલ છે. તે આ પ્રમાણે –
=
तत्ते णं વિહરતિ ।। ત્યારે તે ભદ્રા સાર્થવાહી ધન સાર્થવાહ વડે અનુજ્ઞા પામેલી હષ્ટ-તુષ્ટ યાવત્ હર્ષિત હૃદયવાળી=આનંદિત હૃદયવાળી, વિપુલ=પુષ્કળ, અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ બનાવડાવે છે, બનાવડાવીને ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પોતાના ઘરથી નીકળે છે, નીકળીને રાજગૃહી નગરના મધ્ય-મધ્યભાગથી બહાર નીક્ળ છે, નીકળીને જ્યાં પુષ્કરિણી=વાવડી છે, ત્યાં આવે છે. આવીને પુષ્કરિણીના કાંઠે ઘણાં પુષ્પ, યાવત્ માળા અને અલંકારોને સ્થાપન કરે છે, અને સ્થાપન કરીને પુષ્કરિણીમાં ઊતરે છે, ઊતરીને જલમજ્જન કરે છે, જલમજ્જન કરીને સ્નાન કરાયેલી, કરાયેલા બલિકર્મવાળી ઉલ્લપટ શાટિકાવાળી ત્યાં રહેલાં જે ઉત્પલ યાવત્ સહસ્રપત્ર તેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પુષ્કરિણીમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને ઘણાં એવાં તે પુષ્પ, ગંધ અને માળાને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને જે બાજુ નાગનું ગૃહ યાવત્ વૈશ્રમણનું ગૃહ છે, તે બાજુ આવે છે, આવીને ત્યાં રહેલ નાગપ્રતિમાને યાવત્ વૈશ્રમણ પ્રતિમાને જોતે છતે પ્રણામ કરે છે, કાંઈક ઊંચું જોઈને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને નાગની પ્રતિમાને અને યાવત્ વૈશ્રમણની પ્રતિમાને મોરપીંછી વડે પ્રમાર્જન કરે