________________
૮૮
પ્રતિમાશતક ભાગ-૩/ બ્લોક-કપ તેનાથી મુક્તિ અર્થે તેણીએ છ8, છઠ્ઠના પારણે આયંબિલનો તપ કરેલ, તેથી તે તપ આલોકના અર્થે હતો. ભગવાનની પૂજા પણ તેણીએ સ્વયંવરમાં જવાની પૂર્વે કરેલ, એ પ્રકારનું વર્ણન છે. તેથી તપ-પૂજા વગેરે દ્રિૌપદીએ કરેલ તે આલોક અર્થે જ થશે. માટે તે શ્રાવિકા ન હતી, તેથી તેની પૂજાને પ્રમાણરૂપે ગણીને પૂજા કર્તવ્ય છે, એ પ્રમાણે સ્વીકારી શકાશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લંપાકની આ વાત બરાબર નથી; કેમ કે સૂત્રમાં એમ કહ્યું નથી કે સ્વયંવર પૂર્વે દ્રૌપદીએ પૂજા કરી છે, તે પતિની પ્રાપ્તિ અર્થે કરી છે, અને તપ કરેલ છે, તે પદ્મનાભના પંજામાંથી મુક્ત થવા માટે કરેલ છે. માટે તે પ્રકારની શંકા કરવી તે અનર્થનું કારણ છે શાસ્ત્રમાં તે વાત નહિ હોવા છતાં પોતાની મતિ પ્રમાણે શાસ્ત્રનાં વચનોનો અર્થ કરવો તે ઉત્સુત્રરૂપ છે, માટે પ્રમાણભૂત નથી.
પૂર્વમાં કહ્યું કે, શાસ્ત્રમાં નહિ કહેલ હોવાને કારણે તારી લુંપાકની, આવા પ્રકારની શંકા અનર્થનું મૂળ છે, આમ છતાં, સ્વયંવરમાં જતાં પૂર્વે દ્રૌપદીએ પૂજા કરેલ હોવાથી કે પદ્મનાભના પંજામાં ફસાયા પછી તપ કરેલ હોવાથી કદાચ ઐહિક આશય સ્વીકારીએ તોપણ દોષ નથી. તે બતાવવા અર્થે કહે છે –
દીત ...રોષમાવાન્ | ગૃહીત=ગ્રહણ કરેલ, સામાયિક-પ્રતિક્રમણાદિ અભિગ્રહવાળાને કે આપત્કૃત=આપતિમાં કરાયેલ, આહારત્યાગના અભિગ્રહવાળાને, તેના=અભિગ્રહના, નિર્વાહ માટે એહિક કાર્યકરણની જેમ દોષાભાવ છે. ભાવાર્થ :
કોઈ શ્રાવકે, મારે અમુક સામાયિક કરવાં કે ઉભય ટંક પ્રતિક્રમણ કરવું, એવો અભિગ્રહ ગ્રહણ કર્યો હોય, અને તે અભિગ્રહના નિર્વાહ માટે કોઈ ઐહિક કાર્ય કરવું પડે તો તે ઐહિક કાર્ય સંસારનું કારણ બનતું નથી, પરંતુ અભિગ્રહના નિર્વાહનું કારણ બને છે. તેથી તે ઐહિક કાર્યમાં કર્મબંધરૂપે ફળ મળતું નથી, પરંતુ અભિગ્રહના નિર્વાહના અંગરૂપ તે ઐહિક કાર્ય હોવાથી નિર્જરાનું કારણ બને છે; કેમ કે અભિગ્રહ કરનાર શ્રાવકનો આશય અભિગ્રહના પાલનના ઉપાયમાં યત્ન કરવારૂપે ઐહિક કાર્ય કરવાનો છે, પરંતુ ઐહિક કાર્યની લાલસાથી ઐહિક કાર્ય કરવામાં યત્ન નથી.
જેમ કે કોઈએ સામાયિક કરવાનો કે પ્રતિક્રમણ કરવાનો અભિગ્રહ ગ્રહણ કરેલ હોય, અને શારીરિક અસ્વસ્થતા થઈ જાય કે જેથી સામાયિક કે પ્રતિક્રમણરૂપ અભિગ્રહનો નિર્વાહ થઈ શકે નહિ, તેથી તે વખતે તેને વિચાર આવે કે મારા અભિગ્રહના નિર્વાહ માટે મારે કોઈ ઔષધાદિમાં યત્ન કરવો જરૂરી છે, કે જેથી શરીરની સ્વસ્થતાપૂર્વક હું મારા અભિગ્રહનું પાલન કરી શકું. તે વખતે શરીરની સ્વસ્થતા અર્થે જે ઔષધાદિક ઐહિક કાર્ય કરે તે શાતા અર્થે નથી, પરંતુ અભિગ્રહના પાલન અર્થે છે. આ રીતે ઔષધાદિ કરવામાં કર્મબંધરૂપ દોષની પ્રાપ્તિ નથી.
તે જ રીતે કોઈ શ્રાવકે આપત્તિમાં સાગારિક અનશન ગ્રહણ કર્યું હોય, તેથી જ્યાં સુધી એ આપત્તિ દૂર ન થાય ત્યાં સુધી આહારત્યાગનો અભિગ્રહ હોય, અને આ અભિગ્રહનો નિર્વાહ કરવો અતિ દુષ્કર દેખાય ત્યારે પોતાના અભિગ્રહનું પાલન શક્ય બની શકે તેના માટે કોઈ ઐહિક કાર્ય કરે અર્થાતુ પોતાનું