________________
૮૫
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-ઉપ मुञ्जमेखलामुञ्जमयः कटीदवरकः, वल्कलं-तरुत्वक्, हत्थकयकच्छपीए कच्छपिका तदुपकरणविशेषः पियगंधव्वे गीतप्रियः, धरणिगोयरप्पहाणे आकाशगामित्वात् । 'संचरणा...' इत्यादि-इह सञ्चरण्यादिविद्यानामर्थः शब्दानुसारेण वाच्यः । विज्जाहरिसु विद्याधरसम्बन्धिनीषु, विश्रुतयशा ख्यातकीर्तिः, हिययदइए-वल्लभ इत्यर्थः । संथवेएतेषां संस्तावकः, कलहजुद्धकोलाहलप्पिए-कलहो वाग्युद्धम्, युद्धं तु-आयुधयुद्धम्, कोलाहलोबहुजनमहाध्वनिः, भंडणाभिलासी, भंडनं पिष्टातकादिभिः, समरसंपराएसु-समरसङ्ग्रामेषु इत्यर्थः, सदक्खिणं सदानमित्यर्थः, असंयतः संयमरहितत्वात्, अविरतः-विशेषतस्तपस्यरतत्वात्, न प्रतिहतानि-न प्रतिषेधितानि अतीतकालकृतानि निन्दनतः, न प्रत्याख्यातानि च भविष्यत्कालभावीनि पापकर्माणि-प्राणातिपातादिक्रिया येन अथवा न प्रतिहतानि सागरोपमकोटीकोट्यन्तः प्रवेशनेन सम्यक्त्वलाभतः न च प्रत्याख्यातानि सागरोपमकोटीकोट्याः सङ्ख्यातसागरोपमैयूँनताकरणेन सर्वविरतिलाभतः पापकर्माणि-ज्ञानावरणीयादीनि येन स तथेति पदत्रयस्य कर्मधारयः । ટીકાર્ચ -
તથાદિ – તે આ પ્રમાણે –
ત્યાર પછી તે પાંચ પાંડવો, દ્રૌપદીદેવીની સાથે એક એક દિવસના વારાના અનુસારે ઉદાર કામભોગોને ભોગવતા યાવત્ વિચરે છે=રહે છે. ત્યાર પછી પાંડુ રાજા અન્યદા ક્યારેક પાંચ પાંડવો, કુંતીદેવી અને દ્રૌપદીની સાથે અંદરના અંતઃપુરના પરિવાર સાથે પરિવરેલા શ્રેષ્ઠ સિહાસન ઉપર વિચરે છે=બેસે છે. આ બાજુ કચ્છલ્લ નામનો નારદએ નામનો તાપસ, દર્શન વડે અતિભદ્ર ભદ્ર દર્શનવાળો, વિનીત (પરંતુ) વચ્ચે વચ્ચે કલુષ હદયવાળો=કેલિપ્રિય હોવાથી દુષ્ટ ચિત્તવાળો, મધ્યસ્થતાને પામેલો=બ્રહ્મચર્યવ્રતના ગ્રહણથી સમતાને પામેલો, આલીન=આશ્રિતોને સૌમ્ય અરૌદ્ર અને પ્રિય દર્શનવાળો, સુરૂપવાળો, અમલિન સકલ અખંડ અથવા શક–ખંડ વલ્કલ વસ્ત્ર ધારણ કરવાવાળો, કૃષ્ણ મૃગચર્મના ઉત્તરાસંગ વડે રચિત વક્ષસ્થળવાળો, હાથમાં દંડ અને કમંડલુને ધારણ કરવાવાળો, જટારૂપ મુગટથી શોભતા મસ્તકવાળો, જનોઈ, ગણેત્રિકા=રુદ્રાક્ષથી કરાયેલ કોણીથી કાંડા સુધીના આભરણને, મુંજમય કંદોરાને અને વલ્કલ=વૃક્ષની છાલને, ધારણ કરવાવાળો, હાથમાં કરાયેલ ઉપકરણ વિશેષ-=વીણા વિશેષને, ધારણ કરવાવાળો, પ્રિયગંધર્વ=ગીતપ્રિય, આકાશગામી હોવાથી પૃથ્વી ઉપર અપ્રધાન અલ્પ, ગમનવાળો, સંચરણી, આવરણી, અવતરણી, ઉત્પતની, શ્લેષણી અને સકામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ, ગમની અને અંભિની એ બહુ વિદ્યાધર સંબંધી વિધાઓમાં વિશ્રુત યશવાળો=પ્રખ્યાત કીતિવાળો, રામ=બળદેવ અને કેશવ=વાસુદેવને ઈષ્ટ, પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાબ, અનિરુદ્ધ, નિષઢ, ઉભુખ, સારણ, ગજ, સુમુખ અને દુર્મુખ આદિ સાડા ત્રણ ક્રોડ યાદવ કુમારોનો હદયવલ્લભ સંસ્તાવક (એમની) સ્તુતિ કરનારો, કલહ, યુદ્ધ અને કોલાહલપ્રિય, પિાતકાદિ વડે લંડન અભિલાષી, સમરસંપરામાં દર્શનરત=સમર-સંગ્રામ જોવામાં રસિક, ચારે બાજુથી કલહ સદાનને શોધતો કલહ કરાવીને કલહના નિવારણના દાનવાળા કલહને શોધતો, અસમાધિ કરનાર, શ્રેષ્ઠ દશાર્વવર, વીર પુરષ રૈલોક્યમાં બળવાળાની સાથે આમંત્રણ કરીને=મંત્રણા કરીને, ગગનગમનમાં દક્ષ એવી તે ભગવતી પક્કમણિ (વિદ્યાનું સ્મરણ કરીને) ઊઠ્યો. આકાશને ઓળંગતો હજારો ગામ, આકર, નગર, ખેટ, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, સંબાહથી મંડિત સિમિત મેદિની તલવાળી, નિર્ભર જનપદવાળી પૃથ્વીનું અવલોકન કરતો રમ્ય હસ્તિનાપુર નગરમાં આવ્યો. અતિ વેગ વડે પાંડુરાજાના ભવનમાં ઊતર્યો.