________________
૭૫
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૪-૧૫ પછી જ ગ્રંથકારશ્રી કરી શકે. માટે આ આલાપકથી જિનપ્રતિમા પૂજ્ય છે એમ સિદ્ધ થતું નથી, એ પ્રકારનો લંપાકનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સદ્ભાવ-અસદ્ભાવ દ્વારા અહીં પણ વિશેષનું તે વિભાવન કર=મૂર્તિમાં અરિહંતની સદ્ભાવસ્થાપના છે અને પ્રામાદિની બહાર જઈને પૂર્વ-ઉત્તર દિશા સન્મુખ રહીને જે અરિહંતની સાક્ષીએ આલોચના કરાય છે ત્યાં અસદ્ભાવસ્થાપના છે, એ પ્રકારે તું વિશેષ જાણ. અને તેથી જ જ્યારે સમ્યગુ ભાવિત દેવતાની પ્રાપ્તિ ન થાય, ત્યારે સમ્યગુ ભાવિત પ્રતિમાની આગળ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું વિધાન છે; કેમ કે જેમ સદ્દભાવ-સ્થાપના કરતાં વક્તાવિશેષનું વધુ મહત્ત્વ છે, તેમ અસદ્ભાવ-સ્થાપના કરતાં સદ્દભાવ-સ્થાપનાનું વધુ મહત્ત્વ છે. તેથી અરિહંત-સિદ્ધના પુરસ્કારનો ઉત્સર્ગ જિનપ્રતિમા થઈ શકે છે, માટે પ્રથમ જિનપ્રતિમા આગળ પ્રાયશ્ચિત્ત કરવાનું કથન કરેલ છે, અને તેની અપ્રાપ્તિમાં અપવાદરૂપે અરિહંત-સિદ્ધની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું કથન કરેલ છે.
પૂર્વમાં પૂર્વપક્ષીએ પ્રશ્ન કરેલો કે, અરિહંત-સિદ્ધના પુરસ્કારની ઉત્સર્ગતાને જિનપ્રતિમા કેવી રીતે પ્રાપ્ત કરે ? તેનું ગ્રંથકારશ્રીએ સમાધાન કર્યું કે, સદ્ભાવ-અસદ્ભાવ સ્થાપનાકૃત જિનપ્રતિમા અને અરિહંત-સિદ્ધમાં વિશેષતા છે. જિનપ્રતિમા એ સદ્ભાવસ્થાપના છે અને અરિહંત-સિદ્ધ એ અસદ્ભાવસ્થાપના છે. તેથી આલોચના કરનાર પ્રથમ સમ્યગુ ભાવિત જિનપ્રતિમા આગળ આલોચના કરવી જોઈએ, અને સમ્યગુ ભાવિત જિનપ્રતિમા ન મળે તો અપવાદથી અભાવસ્થાપનારૂપ અરિહંત-સિદ્ધની આગળ આલોચના કરવી જોઈએ. આ કથન દ્વારા વક્ષ્યમાણ કથનનું પણ નિરાકરણ થાય છે, તે આ રીતે –
વક્ષ્યમાણ કથન જિનપ્રતિમાને સ્વીકારનાર કોઈકનું છે, અને તેઓ કહે છે કે, “આલોચના કરવામાં સૌથી છેલ્લે જિનપ્રતિમા આગળ આલોચના કરવાનું કહેલ હોવાથી પ્રતિમાનું આશ્રયણ જઘન્ય છે,” એ કથન પણ નિરસ્ત જાણવું; કેમ કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જે સ્થાપન કર્યું કે, પ્રતિમા સર્ભાવસ્થાપના હોવાને કારણે અસદ્ભાવ-સ્થાપનારૂપે અરિહંત-સિદ્ધ કરતાં ઉત્સર્ગરૂપ છે. તેથી જ પ્રતિમાનું આશ્રયણ પર્યંતમાં=છેલ્લે નથી, પરંતુ પર્યતમાં તો અરિહંત-સિદ્ધનો પુરસ્કાર છે. માટે પૂર્વપક્ષીનું આ દુર્વચન નિરસ્ત જાણવું. અને તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે, પ્રતિમાથી પણ આગળમાં અરિહંત-સિદ્ધનો પુરસ્કાર સૂત્રમાં કહેલ છે, તેથી પ્રતિમાનું આશ્રયણ પર્યત નથી, પરંતુ પર્યંતમાં તો અસદ્ભાવસ્થાપનારૂપ અરિહંત-સિદ્ધના પુરસ્કારનું વચન છે. વધારે ચર્ચા કરવાથી શું ? Isઝા શ્લોક :
तीर्थेशप्रतिमार्चनं कृतवती सूर्याभवद् भक्तितो, यत्कृष्णा परदर्पमाथि तदिदं षष्ठागविस्फूर्जितम् । सच्चक्रे खलु या न नारदमृषि मत्वा ऽव्रतासंयतम्, मूढानामुपजायते कथमसौ न श्राविकेति भ्रमः ।।६५।।