________________
૪૧૩
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ મતમાં આત્મા જ હિંસા છે, એ પ્રમાણે કહેવામાં દોષનો અભાવ હોવાથી, પૂ. મલયગિરિ મહારાજાનું કથન ઋજુસૂત્રનયના મતે “આત્મા જ હિંસા છે,” એ સંગત છે.
અહીં પ્રશ્ન થાય કે, ઋજુસૂત્રનયના મતમાં આત્મા જ હિંસા છે તો શબ્દનયોના મતમાં હિંસા પદાર્થ શું છે? તેથી કહે છે કે – શબ્દનયોનો પણ આ જ મત છે અર્થાત્ આત્મા જ હિંસા છે એ મત છે, કેમ કે “મૂના નિમi' ઇત્યાદિ સંમતિના ગ્રંથથી શબ્દાદિ નયોની ઋજુસૂત્રનયના વિસ્તારાત્મકપણાની વ્યવસ્થિતિ છે. કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્રનયનો વિસ્તાર શબ્દાદિનયો હોવાને કારણે આત્મા જ હિંસા છે, એ શબ્દનયોને સંમત છે.
‘મૂર્નાનિમા' સંમતિકાંડ-૧/ગાથા-પનો અર્થ પૂર્વમાં કર્યો કે, “ઋજુસૂત્રના વચનવિચ્છેદો= વચનવિભાગો, પર્યાયનયનું મૂળ નિર્માણ છે, વળી બહુવિકલ્પોવાળા શબ્દાદિ નવો તેની શાખાપ્રશાખારૂપ છે.” તેનાથી એ પ્રાપ્ત થાય છે, પર્યાયનના મૂલનિર્માણ=મૂળ આધારભૂત, ઋજુસૂત્રનય છે, અને વૃક્ષના મૂળમાંથી જેમ શાખાપ્રશાખા નીકળે છે, તેમ ઋજુસૂત્રના કથનરૂપ મૂળમાંથી બહુવિકલ્પોવાળા શબ્દાદિનયો શાખા-પ્રશાખારૂપ નીકળે છે. તેથી ઋજુસૂત્રનયને સંમત એવી વસ્તુ કાંઈક વિશેષરૂપે શબ્દાદિનો સ્વીકારે છે, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી ઋજુસૂત્રનયના મતમાં જેમ આત્મા હિંસા છે, તેમ શબ્દાદિનયના મતમાં પણ આત્મા જ હિંસા છે, એમ પ્રાપ્ત થાય. કેવલ શબ્દાદિનયો ઋજુસૂત્રનય કરતાં વિશેષિતરૂપે સૂક્ષ્મ અર્થ બતાવે છે, જે ગ્રંથકાર સ્વયં જ આગળ કહે છે. આ રીતે સંમતિગ્રંથની સાક્ષીથી ઋજુસૂત્રનય અને શબ્દાદિનયનો એકમત છે, તે બતાવીને નિર્યુક્તિના કથનથી તેને પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે –
ઋજુસૂત્રના વિશેષિતતર અર્થવત્ત્વનું જ નિયુક્તિમાં અભિધાન છે અર્થાત્ ઋજુસૂત્રનયના જ અભિપ્રાયને શબ્દાદિનો વિશેષરૂપે સ્વીકારે છે, એમ નિર્યુક્તિમાં કહેલ છે.
| ઋજુસૂત્રનય કરતાં શબ્દાદિનયોના કથન પ્રમાણે વિશેષિતતર અર્થવત્ત્વ શું છે, તે બતાવવા અર્થે કહે છે - પ્રાણાતિપાતનિવૃત્તિસ્વભાવમાં સમવસ્થિત એવા આત્મદ્રવ્યનો અન્યથાભાવ, ઋજુસૂત્રનયના મતમાં હિંસા છે; અર્થાત્ બાહ્યજીવની હિંસા કરવી એ હિંસા પદાર્થ નથી; પરંતુ બાહ્ય કોઈના પણ પ્રાણનો અતિપાત ન કરવો તેવો આત્માનો સ્વભાવ છે, અને તે સ્વભાવમાં સમવસ્થિત=રહેલા એવા, આત્મદ્રવ્યનો અન્યથાભાવ= અતિપાત કરવાનો ભાવ, તે હિંસા પદાર્થ છે. અને તે ત્યારે જ સંભવે કે, જ્યારે અન્ય કોઈ જીવના પ્રાણના અતિપાતમાં કાયાથી, વચનથી કે મનથી પ્રયત્ન થતો હોય. અને કદાચ મનથી પ્રાણના અતિપાતમાં સાક્ષાત્ યત્ન ન વર્તતો હોય તો પણ, કોઈપણ જીવના પ્રાણનો નાશ ન થાય તદ્અર્થે, મન-વચન અને કાયાની સૂક્ષ્મ યતના ન કરતો હોય ત્યારે, આત્મદ્રવ્યનો અન્યથાભાવ પ્રાપ્ત થાય છે, કેમ કે આત્મદ્રવ્ય સ્વભાવમાં હોય તો પરપ્રાણના અતિપાતના નિવારણ માટે શક્ય સર્વ યત્ન મન, વચન અને કાયામાં અવશ્ય કરે જ છે. આથી જ પરપ્રાણના રક્ષણમાં સૂક્ષ્મ યતનાથી સ્તુલિત એવા મુનિને ઋજુસૂત્રનયના મતમાં હિંસા પ્રાપ્ત થાય છે. વળી પરપ્રાણના સૂક્ષ્મ રક્ષણમાં યતમાન એવા મુનિ ઋજુસૂત્રનયના મતમાં અહિંસાવાળા હોવા છતાં, ક્ષમાદિભાવોની વૃદ્ધિ થાય તે રીતે ગુપ્તિમાં દઢયત્નવાળા ન હોય, અને કારણે સમિતિઓના પાલનમાં પણ સમાદિભાવોની