SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ અર્થાત્ કષાયના ઉદયથી પોતે સંક્લેશ કરે તે રૂપ કે બીજાને સંક્લેશ કરાવે તે રૂપ પોતે સંક્લેશ કરે, તે બંને પોતાના ભાવપ્રાણની હિંસારૂપ છે. અહીં અન્યને કષાયના ઉદ્રકરૂપ સંક્લેશ પેદા કરાવે, તેમાં પોતે નિમિત્તરૂપ બનવાથી પોતાની તે નિમિત્ત થવાની ક્રિયા હિંસારૂપ છે, અને પોતે સંક્લેશ કરે તે ક્રિયા પણ હિંસારૂપ છે. (૨) પોતાને કે પરને દુઃખ ઉત્પાદન કરે તે હિંસારૂપ છે અને (૩) પોતાના કે પરના તે તે ભવરૂપ પર્યાયનો વિનાશ કરે તે રૂપ હિંસા છે. આથી જ લોચાદિ કષ્ટોમાં પોતાને દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે, જો તે શુભભાવનું કારણ ન બનતું હોય તો ત્યાં હિંસાની જ પ્રાપ્તિ થાય, તે દુઃખઉત્પાદનરૂપ હિંસા છે. અને જ્યારે આત્મા પોતાની કે પરની હત્યા કરે છે ત્યારે પોતાના કે પરના તે પર્યાયનો વિનાશ થાય છે, ત્યારે હિંસા પ્રાપ્ત થાય છે, તે તત્પર્યાયવિનાશરૂપ હિંસા છે. સંગ્રહનયના મનમાં સંક્લેશ અને દુઃખ ઉત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે. કેમ કે સંગ્રહનય દુઃખઉત્પાદનરૂપ અને તત્પર્યાયના નાશરૂપ હિંસાને એક રૂપે સંગૃહીત કરે છે, કેમ કે બંનેમાં અશાતાના ઉદયનું જ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે સંક્લેશ મોહનીયના ઉદયરૂપ હોવાથી એકરૂપે સંગૃહીત થઈ શકતો નથી. તેથી સંક્લેશ અને દુઃખઉત્પાદનરૂ૫ બે પ્રકારની હિંસા સંગ્રહનયના મતમાં છે. ઋજુસૂત્રનયના મતમાં સંક્લેશરૂપ એક પ્રકારની જ હિંસા સંમત છે, કેમ કે જો દુઃખઉત્પાદનરૂપ હિંસા કહેવામાં આવે તો ગુમડાદિના છેદનમાં વૈદ્યથી કરાતી ક્રિયા હિંસારૂપ માનવાનો પ્રસંગ આવે. પરંતુ રોગીના ચિત્તમાં તે વખતે સંક્લેશ હોતો નથી, તેથી ત્યાં હિંસા નથી. આથી આ નયના મતે હિંસક વ્યક્તિ કોઈને મારે છે ત્યારે પણ, સામેની વ્યક્તિને છેદન-ભેદનકૃત પીડા થાય છે, તે હિંસા નથી, પરંતુ તે છેદનભેદનને કારણે હિંસ્ય વ્યક્તિને થતો ચિત્તનો સંક્લેશ જ હિંસા છે; અને હિંસકના હૈયામાં પણ સામેની વ્યક્તિને મારવાના પરિણામરૂપ જે ચિત્તસંક્લેશ છે, તે જ હિંસારૂપ છે. આ રીતે હિંસાની વ્યવસ્થા હોવાથી અને સંક્લેશ એ આત્મપરિણામરૂપ હોવાથી “આત્મા જ હિંસા છે,” એ પ્રકારે ઋજુસૂત્રનય માને છે. એથી પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં કોઈ દોષ નથી. અહીં સંક્લેશ એ આત્મપરિણામરૂપ કેમ છે ? એ પ્રશ્ન થાય, કેમ કે સંક્લેશ એ શુદ્ધ આત્માનો પરિણામ નથી; પરંતુ મોહનીય કર્મના ઉદયકૃત તે પરિણામનું વેદન આત્માને થાય છે, તેથી તે આત્મપરિણામરૂપ છે, એમ કહેવામાં આવે તો, અશાતાવેદનીયકૃત દુઃખઉત્પાદનનો પરિણામ પણ આત્માને જ વેદન થાય છે, તેમ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી તે પરિણામને પણ આત્મપરિણામરૂપ માનવો પડે. પરંતુ સંક્લેશ જ આત્મપરિણામરૂપ છે અન્ય નહિ, તેનું તાત્પર્ય એ છે કે, અશાતાકૃત દુઃખનો અનુભવ યદ્યપિ આત્મા કરે છે, તો પણ તે શરીરને આશ્રયીને જ અનુભવ થાય છે, તેથી શરીરનો ધર્મ કહેવાય છે; અને સંક્લેશ યદ્યપિ મોહનીય કર્મના ઉદયની અપેક્ષા રાખે છે, તો પણ ચિત્તને આશ્રયીને તે પરિણામ થાય છે, અને તેનું ચિત્ત આત્માના યત્નને આશ્રયીને થાય છે, તેથી આત્મપરિણામરૂપ મનાય છે. આથી જ આત્મા ધારે તો સંક્લેશના નિમિત્તમાં પણ સંક્લેશથી મુક્ત રહી શકે છે, પરંતુ શરીરના પરિણામરૂપ દુઃખને દૂર રાખવા પ્રયત્ન કરે તો પણ શરીર ઉપર છેદન-ભેદનની ક્રિયાકાળમાં તે પરિણામથી મુક્ત રહી શકતો નથી. આથી ઋજુસૂત્રનયના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy