SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ આ રીતે પ્રદેશને આશ્રયીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે ચોથું દંડક સમજવું. ટીકાર્યઃ જેમ નારકીને તેમ સર્વ દેવોને યાવત્ વૈમાનિક સુધી જાણવું. (સૂ. ૨૮૪) તથા—તે પ્રમાણે હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત એવા જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ? હે.ગૌતમ ! પ્રાણાતિપાતવિરતને આરંભિકી ક્રિયા હોય પણ અને ન પણ હોય. હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને પારિગ્રહિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને પારિગ્રહિકી ક્રિયા ન હોય. આનાથી એ જણાય છે કે - પ્રાણાતિપાતવિરતને છઠ્ઠા ગુણસ્થાનકે પારિગ્રહિકીનો પરિણામ ન આવે, આરંભિકી ક્રિયા આવે.) હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને માયાપ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! હોય પણ, ન પણ હોય. હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ન હોય.) (આનાથી એ જણાય છે કે છઠ્ઠા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ન હોય.) મિથ્યાદર્શનપ્રત્યયિકી માટે પૃચ્છા (કરવી), (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ?) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.) એ પ્રમાણે પ્રાણાતિપાતવિરત મનુષ્યને પણ સમજવી. એ પ્રમાણે અર્થાત્ પ્રાણાતિપાતવિરતની જેમ માયામૃષાવાદવિરત અર્થાત્ ૧૭ પાપસ્થાનક સુધી જીવને અને મનુષ્યને (ક્રિયા સમજવી.). હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! મિથ્યાદર્શનશવિરત જીવને આરંભિકી ક્રિયા હોય, ન પણ હોય. એ પ્રમાણે થવાથી અપ્રત્યાખ્યાન ક્રિયા અર્થાત્ પારિગ્રહિકીથી અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી હોય પણ, ન પણ હોય (અને) મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત નારકીને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય યાવત્ અપ્રત્યાખ્યાની ક્રિયા પણ હોય (પ્રથમની ચાર હોય) મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારને સમજવું. હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત પંચેન્દ્રિયતિર્યંચયોનિવાળાને એ પ્રમાણે જ પૃચ્છા કરવી.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy