________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૮૯ હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય ? એમ પૃચ્છા કરે છે.
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય. વળી, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમો હોય. એ પ્રમાણે મિથ્યાદર્શનપ્રત્યયિકીમાં પણ . સમાન છે.
એ પ્રમાણે પારિગ્રાહિતી ક્રિયાની પણ ઉપરની ત્રણ ક્રિયા સાથે યોજના કરવી.
જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય તેને ઉપરની બે પણ (અપ્રત્યા૦ મિથ્યા) હોય પણ અને ન પણ હોય. જેને ઉપરની બે (અપ્રત્યા. મિથ્યા.) હોય, તેને માયાપ્રત્યધિક નિયમ હોય. જેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય અને ન પણ હોય. વળી જેને મિથ્યાદર્શન પ્રત્યાયની ક્રિયા હોય, તેને અપ્રત્યાખ્યાનક્રિયા નિયમા હોય.
નારકીને આદિથી ચાર ક્રિયા પરસ્પર નિયમા (અવિનાભાવી) હોય. જેને આ (પ્રથમની ચાર) હોય તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય.
વળી જેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય તેને આ ચાર (પ્રથમની ચાર) નિયમ હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારને પણ જાણવું.
પૃથ્વીકાયને યાવત્ ચઉરિદ્રિયને પાંચે પણ ક્રિયા પરસ્પર નિયમા હોય. પંચેન્દ્રિયતિર્યંચયોનિ વાળાને પહેલેથી ત્રણે પણ પરસ્પર નિયમા હોય. જેને આ (પ્રથમની ત્રણ) ક્રિયા હોય તેને ઉપરની બે ભજનાએ હોય. જેને પછીની બે હોય તેને આ ત્રણે પણ નિયમા હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી હોય, ન પણ હોય. વળી જેને મિથ્યાદર્શન પ્રત્યયિકી હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિયમો હોય.
મનુષ્યને જીવની જેમ સમજવું. (પ્રારંભમાં જીવસામાન્યનું કથન કર્યું તેની જેમ સમજવું.) વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને નારકીની જેમ સમજવું.
હે ભગવંત ! જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય ? એ પ્રમાણે જેને જે સમયે, જે દેશમાં અને જે પ્રદેશમાં (ઈત્યાદિ ચાર દંડક જાણવા. વિશેષાર્થ:
પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં બતાવ્યા પ્રમાણે ચાર દંડક આ પ્રમાણે જાણવા - (૧) જીવસામાન્યથી ભાવતું વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં જે ક્રિયા કહી તે એક દંડક સમજવું. (૨) નં સર્વ ri અંતે જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તે સમયે પારિગ્રહિતી ક્રિયા હોય ? આ રીતે સમયને ગ્રહણ કરીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે બીજું દંડક સમજવું. (૩) નં રે - જે દેશમાં જીવને આરંભિકી ક્રિયા હોય તે દેશમાં પારિગ્રહિક ક્રિયા હોય ? આ રીતે દેશને આશ્રયીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે ત્રીજું દંડક સમજવું (૪) નં vi - જે પ્રદેશમાં જીવને આરંભિકી ક્રિયા હોય તે પ્રદેશમાં પારિગ્રહિતી ક્રિયા હોય ?
૦-૫