SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 390 ટીકાર્ય ઃ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ असदारंभनिवृत्तिफलत्वं સ્વરૂપત્તશ્વ | અને દ્રવ્યસ્તવનું અસદારંભનિવૃત્તિફળપણું, ચારિત્રમોહનીયના ક્ષયોપશમજનન દ્વારા ળથી છે, અને શુભયોગપણું હોવાને કારણે સ્વરૂપથી છે. વિશેષાર્થ : જે વિવેકસંપન્ન શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે, તેને, ભગવાન સર્વ વૈભવને છોડીને સત્ત્વના અતિશયથી સંયમમાર્ગે ગયા અને સત્ત્વના પ્રકર્ષથી સંયમને પાળીને વીતરાગ બન્યા, તે સર્વ ભાવો ભગવાનમાં દેખાય છે, તેથી જ ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે; અને જગતના જીવોને તે ઉત્તમ ભાવો બતાવીને ભગવાન મહાન ઉપકારક છે, તેવી બુદ્ધિ થવાથી તે ભગવાનની ઉત્તમ પ્રકારની ભક્તિ કરે છે. તેવા વિવેકી શ્રાવકને ભગવાનની પૂજાના કાળમાં, યદ્યપિ તેને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો નથી, તેથી સાધુપણું તે સ્વીકારતો નથી, તો પણ, તેનું જીવવીર્ય ચારિત્રમોહનીયના ક્ષયોપશમને અનુકૂળ ઉત્કર્ષવાળું બને છે. તેથી એ રીતે ભગવદ્ પૂજા કરતાં કરતાં તે ક્રમે કરીને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રગટાવી શકે છે અને તેનાથી અસદારંભની નિવૃત્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દ્રવ્યસ્તવ ફળથી અસદારંભની નિવૃત્તિના ફળવાળું છે. વળી તે દ્રવ્યસ્તવ શુભયોગરૂપ હોવાને કારણે સ્વરૂપથી અસદારંભની નિવૃત્તિના ફળવાળું છે. કહેવાનો આશય એ છે કે, વિવેકી એવા પણ શ્રાવકને સંસારમાં પ્રવૃત્તિ કરતી વખતે અશુભયોગ વર્તે છે. યદ્યપિ અર્થાદિ ઉપાર્જનકાળમાં ન્યાયનીતિપૂર્વક તે યત્ન કરે છે અને તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોવાને કા૨ણે તે રૂપ શુભપરિણતિ પણ તેને વર્તે છે; તો પણ અર્થોપાર્જનની ક્રિયા રાગથી થાય છે અને અર્થ ઉપાર્જનમાં ઉપયોગવાળો હોય ત્યારે તે રાગ શુભયોગરૂપ નથી, પરંતુ અશુભયોગરૂપ છે. જ્યારે તે શ્રાવક ભગવદ્ ભક્તિમાં પ્રવર્તે છે, ત્યારે તેને ભગવાનના ગુણો પ્રત્યે રાગ વર્તે છે, તેનાથી ભગવદ્ પૂજામાં તેનાં મન, વચન અને કાયા પ્રવર્તે છે, તે શુભયોગરૂપ છે. તેથી તે દ્રવ્યસ્તવ સ્વરૂપથી અશુભયોગરૂપ આરંભની નિવૃત્તિના ફળવાળું છે. અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવકાળમાં શુભયોગ કેવળ ભગવાનની પૂજા કરવાના પરિણામમાત્રમાં વિશ્રાંત થતો નથી. તેથી જ જે જીવોની કુલાચારથી કે પરલોક અર્થે મારે ધર્મ ક૨વો જોઈએ, તેવી બુદ્ધિ હોવા માત્રથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે, તેઓને જોકે ભગવાનની પૂજા કરવારૂપ શુભલેશ્યા વર્તે છે, તો પણ પ્રધાનરૂપે ત્યાં વિશેષ પ્રકારનો શુભયોગ આવી શકતો નથી. પરંતુ જે જીવોને ભગવાનનું લોકોત્તમ સ્વરૂપ જ્ઞાત છે, તેથી ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ છે અને તેથી જ ભગવાને કહેલ સર્વવિરતિનો માર્ગ જ તેને અત્યંત ઉપાદેય લાગે છે, તેને કા૨ણે જ ભગવાનની ભક્તિ કરીને પોતાનું પણ સત્ત્વ ભગવાનના વચનના પાલનમાં ઉત્કર્ષતાવાળું બને એવા નિર્મળ આશયપૂર્વક ભગવાનની ભક્તિમાં વર્તતો હોય ત્યારે, તેના ત્રણેય યોગો શુભ વર્તે છે. તેથી જ કાયા, ભગવાનની ભક્તિમાં જેનું પ્રયોજન ન હોય તેવા નિષ્પ્રયોજન આરંભની નિવૃત્તિ માટે યત્નવાળી હોય છે; અને વચન, સ્તુતિ આદિ કાળમાં ભગવાનના ગુણના કીર્તનરૂપે વ્યક્ત રીતે વર્તે છે, અને પૂજાના ઉપચારકાળમાં ભગવાનના ગુણોના વિચારરૂપે અંતર્જલ્પાકારસ્વરૂપે પણ વર્તે છે; અને મનોયોગ, ભગવાનના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy