SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ પ્રત્યે પૂજ્યભાવ વૃદ્ધિમતું થાય છે, જે પોતાના સત્ત્વને પણ વિરતિને અનુકૂળ ઉત્કર્ષવાળું કરે છે. તેથી દ્રવ્યસ્તવ મલિનારંભની નિવૃત્તિના ફળવાળું છે. ટીકાર્ય : ત વહેવપૂનાક્ષત્વિા, આથી કરીને મલિનારંભી જદ્રવ્યસ્તવનો અધિકારી છે આથી કરીને જ, સાધુને સ્તાનમાં પણ અધિકાર નથી, કેમ કે તેનું સ્નાનનું, દેવપૂજાનું અંગપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, સ્નાનનું દેવપૂજાનું અંગપણું હોય એટલા માત્રથી સાધુને સ્નાનનો અધિકાર નથી, એમ કઈ રીતે કહેવાય ? તેથી કહે છે – ટીકાર્ય : પ્રધાન ..... ધાર:, પ્રધાનના અધિકારીને જ અંગમાં અધિકાર છે. વિશેષાર્થ : દેવપૂજા એ પ્રધાન છે અને સ્નાન એ તેનું અંગ છે, અને પ્રધાન એવી દેવપૂજાનો અધિકારી મલિનારંભી છે અને તેનો જ અંગમાં અધિકાર છે, તેથી સાધુને સ્નાનમાં અધિકાર નથી. ઉત્થાન : પ્રધાનના અધિકારીને જ અંગમાં અધિકાર છે, તે કથનને જ પુષ્ટ કરતાં કહે છે – ટીકાર્ય : ન તિન્નો ..... પરચામ: સ્માતમાં સ્વતંત્ર અધિકાર નથી, કેમ કે અંગાણાના ભંગનો પ્રસંગ આવશે. એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. વિશેષાર્થ: સ્નાનમાં જો સ્વતંત્ર અધિકાર હોય તો સ્નાન દેવપૂજાનું અંગ બને નહિ; તેથી સ્નાનમાં સ્વતંત્ર અધિકાર નથી, પરંતુ દેવપૂજાના અંગરૂપે જ અધિકાર છે. તેથી દેવપૂજાના અધિકારી જ સ્નાનના અધિકારી છે, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવ અસદારંભની નિવૃત્તિફળવાળું છે. તે કઈ રીતે છે?તે બતાવવા અર્થે કહે છે
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy