SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ આચરણાઓ કે અતિચારનું સેવન થાય છે, તજ્જન્ય સર્વ કર્મોનો નાશ થાય છે. ઉત્થાન : ‘મત્ર ..... વ્યવસ્થિતત્વાત્ 'આટલા કથનથી એ સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવની ક્રિયા કે ચારિત્રપાલનની ક્રિયા, એ બંને શુભઅધ્યવસાયનું કારણ પણ બને છે અને શુભઅધ્યવસાયમાં વ્યભિચારી પણ બને છે; અને ચારિત્રની ક્રિયાથી જેમ પૂર્વના પાપનો નાશ થાય છે, તેમ દ્રવ્યસ્તવથી પણ પૂર્વના પાપનો નાશ થાય છે; અને દ્રવ્યસ્તવ કરતી વખતે કોઈ યતનાની ખામી રહે અને તેનાથી કર્મ બંધાય, તે પણ દ્રવ્યસ્તવમાં થતા શુભ અધ્યવસાયથી નાશ પામે છે, તેમ ચારિત્રાચારના પાલનમાં પણ કોઈ અતિચાર લાગે તેનાથી કર્મ બંધાય, તે પણ ચારિત્રાચારના પાલનથી થતા શુભઅધ્યવસાયથી નાશ પામે છે. એ રીતે દ્રવ્યસ્તવની ક્રિયા અને ચારિત્રાચારનું પાલન બંને સમાન છે. ફક્ત દ્રવ્યસ્તવ સાધુ કરતાં નીચલી ભૂમિકાવાળા એવા શ્રાવકને કર્તવ્ય છે, અને ચારિત્રાચારનું પાલન શ્રાવક કરતાં ઉપરની ભૂમિકાવાળા એવા મુનિને કર્તવ્ય છે. આમ છતાં જેમ શ્રાવક કરતાં ઉપરની ભૂમિકાવાળા મુનિને દ્રવ્યસ્તવ અનુપાદેય છે, તેમ ચારિત્રાચારમાં પણ ઉપરની ભૂમિકાવાળા એવા અપ્રમત્ત જિનકલ્પિકાદિને સ્થવિરકલ્પાદિની ક્રિયા પણ અનુપાદેય છે. માટે કૂપદૃષ્ટાંતનું યોજન જે રીતે દ્રવ્યસ્તવમાં થતું હોય તે રીતે ચારિત્રની ક્રિયામાં પણ યોજન થઈ શકે છે, એ અર્થ પ્રાપ્ત થાય. અને ચારિત્રની ક્રિયા કોઈ પરિપૂર્ણ નિરતિચાર પાલન કરતો હોય તો જેમ કૂપદૃષ્ટાંતનું યોજના ચારિત્રની ક્રિયામાં થતું નથી, તેમ દ્રવ્યસ્તવની ક્રિયા કોઈ શ્રાવક પરિપૂર્ણ નિરતિચાર પાલન કરતો હોય તો ત્યાં પણ કૂપદષ્ટાંતનું યોજન થઈ શકે નહિ. આ રીતે પૂર્વના કથનથી દ્રવ્યસ્તવ અને ચારિત્રપાલનની ક્રિયામાં સમાનતા બતાવીને હવે ચારિત્રના પાલનની જેમ દ્રવ્યસ્તવથી પણ ભાવની શુદ્ધિથી કેવલજ્ઞાન થઇ શકે છે, તે બતાવીને દ્રવ્યસ્તવમાં ફૂપદષ્ટાંતનું યોજન કઇ રીતે થઇ શકે નહિ, તે બતાવવા અર્થે કહે છે – ટીકાર્ય : જિનશાસનવિદિત .... સૂપડ્વાન્ત: || નો નો ..... નાથા | આ પ્રકારના ઓઘવચનથી ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ના વચનથી, જિનશાસનવિહિત અન્યત્ર પણ શુભયોગમાં તેનો અતિદેશ=સર્વકર્મક્ષપણનો અતિદેશ, પ્રાપ્ત થતો હોવાથી, અને કરાતા એવા જદ્રવ્યસ્તવમાં ભાવશુદ્ધિથી નાગકેતુ વગેરેને કેવલજ્ઞાનના ઉત્પાદનું શ્રવણ હોવાથી, દ્રવ્યસ્તવમાં શુભાનુબંધી એવી પ્રભૂતતર નિર્જરાફલત્વનું= ઘણી નિર્જરાનું, ઉપદર્શન જ અલ્પ પણ પાપસંભવને સહન કરતું નથી. એથી કરીને શુદ્ધભાવનો વિધિષય કૂપદષ્ટાંત છે. નોને ગો .... ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ નો અર્થ આ પ્રમાણે છે - " નો નો .. નાયી | જિનશાસનમાં પ્રયોજાયેલા દરેક યોગો દુઃખલય માટે થાય છે. એકેકમાં એકેક યોગમાં, વર્તતા અનંત કેવલી થયા છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy