SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૩ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ હોય છે. તેથી અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિઓને પ્રમત્ત એવા સ્થવિરકલ્પિકાદિ ક્રિયાનું અનુપાદેયપણું છે. તેથી ઉપરિતન ભૂમિકાવાળા એવા મુનિઓને દ્રવ્યસ્તવ અનુપાદેય છે, માટે અપ્રધાન છે, એમ કહીએ તો સ્થવિરકલ્પની ક્રિયા પણ અપ્રધાન માનવાનો પ્રસંગ આવે. ઉત્થાન : પૂર્વમાં આવશ્યક નિર્યુક્તિના પાઠમાં ભાષ્ય ગાથા-૧૯૪ ની વ્યાખ્યાના અંતભાગમાં વુિં બૂથ ....... હવે ત્તિ એ કથનથી જે કહ્યું કે, દ્રવ્યસ્તવમાં અસંયમકૃત કર્મ બંધાય છે, તો પણ દ્રવ્યસ્તવથી જનિત પરિણામની શુદ્ધિ થવાને કારણે તે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ થાય છે. તેથી અહીં શંકા થાય કે, દ્રવ્યસ્તવમાં પ્રથમ અસંયમથી કર્મનું ઉપાર્જન કરીને પછી તેની અને અન્ય કર્મોથી શુદ્ધિ કરવી, તેના કરતા ભાવસ્તવમાં જ યત્ન કરવો જોઈએ કે, જેથી ત્યાં અસંયમકૃત કર્મબંધ જ ન થાય, માટે ચારિત્રની ક્રિયા ઉપાદેય છે, દ્રવ્યસ્તવ ઉપાદેય નથી. તેથી કહે છે – ટીકાર્ય : દ્રવ્યસ્તવ ... વ્યવસ્થિતત્વા, દ્રવ્યસ્તવજનિત પરિણામની શુદ્ધિ દ્વારા દ્રવ્યસ્તવસ્થલીય અસંયમથી ઉપાજિત કર્મનું અને અન્ય નિરવશેષ કર્મના ક્ષપણના અભિધાનનું પણ, ચારિત્રની ક્રિયાથી જનિત પરિણામની શુદ્ધિ દ્વારા, તેના અતિચારજલિત ચારિત્રની ક્રિયાના અતિચારજનિત, અને અન્ય નિરવશેષ કર્મના ક્ષપણના અભિધાન સાથે તુલ્યપણું છે; કેમ કે સર્વ પણ પ્રવ્રજ્યાનું ભવદ્વયકૃત કર્મના પ્રાયશ્ચિતરૂપપણાનું ત્યાં ત્યાં વ્યવસ્થિતપણું છે. વિશેષાર્થ : આવશ્યકનિયુક્તિમાં કૂપદૃષ્ટાંતથી જે દ્રવ્યસ્તવ કરવાનું વિધાન છે, તે સ્થાનમાં જ્યારે કોઈ દ્રવ્યસ્તવ કરતો હોય ત્યારે અયતનાના પરિણામસ્વરૂપ અસંયમથી જે કાંઈ કર્મ ઉપાર્જિત થાય છે તેનું અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ, દ્રવ્યસ્તવજનિત પરિણામની શુદ્ધિથી થાય છે. તે જ રીતે ચારિત્રની ક્રિયાના સેવનકાળમાં ચારિત્રની ક્રિયાના અતિચારથી જનિત જે કર્મબંધ થાય છે તેનું, અને અન્ય નિરવશેષ કર્મનું પણ, ચારિત્રની ક્રિયાથી જનિત શુભ પરિણામથી થાય છે. તેથી જેમ દ્રવ્યસ્તવમાં અયતનાના કારણે કર્મથી ખરડાવાનો પ્રસંગ છે, તેમ ચારિત્રની ક્રિયામાં પણ અતિચારથી જનિત કર્મથી ખરડાવાનો પ્રસંગ છે, અને શુદ્ધિ પણ બંનેમાં સમાન રીતે થાય છે, માટે દ્રવ્યસ્તવ હેય જ છે અને ભાવસ્તવ ઉપાદેય છે, એમ કહેવું સંગત નથી; કેમ કે તેમ કહીએ તો દ્રવ્યસ્તવની જેમ જ ચારિત્રની ક્રિયાને પણ હેય માનવી પડે. અને તેમાં ‘સર્વસ્યા ... વ્યવસ્થિતત્વા' હેત કહ્યો તેનો ભાવ એ છે કે, સર્વ પણ પ્રવ્રજ્યા પૂર્વભવના પાપના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને આ ભવમાં પણ સંયમ ગ્રહણ કર્યા પૂર્વે જે પાપો કર્યા હોય તેના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને સંયમગ્રહણ પછી પણ જે અતિચારો લાગ્યા હોય, તેના પ્રાયશ્ચિત્તરૂપ છે; કેમ કે વિશુદ્ધ પરિણામથી જ્યારે પ્રવ્રજ્યામાં પ્રવર્તતા હોય છે, ત્યારે પ્રવજ્યાથી વિપરીત જે સંસારની
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy