SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० પ્રતિમાશતક | શ્લોક : ૫૪-૫૫ ફળની પરંપરા પ્રાપ્ત કરાવનાર તે હિંસા બને છે. તે કારણથી કાર્યાંતરઆશ્રિત ભૂતિકામના માટે કરાયેલા યજ્ઞમાં ઓઘનિષેધથી દર્શિત એવું દુર્ગતિગમન ફળ છે. માટે ધર્માર્થ હિંસા યાગાદિમાં છે, જિનપૂજામાં નથી, એ પ્રકારે શ્રદ્ધા કરવી; કેમ કે મોક્ષરૂપ જે કાર્ય માટે હિંસાનો નિષેધ કર્યો છે, તે જ કાર્ય માટે જિનપૂજાનું વિધાન છે. I૫૪ અવતરણિકા : ननु भवतामपि सामान्यतो निषिद्धाया हिंसायाः फलं कथं न पूजास्थलीयहिंसायाम् ? अत સાદ - અવતરણિકાર્ય - પૂર્વમાં કહ્યું કે, યાગીય હિંસામાં ધર્માર્થ હિંસા છે તેથી ત્યાં દુર્ગતિગમતલક્ષણ ફળ છે. તેની સામે પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે - તમને પણ સામાન્યથી નિષિદ્ધ એવી હિંસાનું ફળ પૂજાસ્થલીય હિંસામાં કેવી રીતે નહિ થાય ? આથી કરીને કહે છે – વિશેષાર્થ : પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, અમને જેમ ઓઘથી નિષિદ્ધ એવી હિંસાનું ફળ ભૂતિકામ માટે કરાતા પશુના યજ્ઞમાં પ્રાપ્ત થાય છે, તેમ તમે પણ મોક્ષાર્થીએ ઉત્સર્ગથી હિંસા ન ક૨વી જોઈએ, તેમ માનો છો, તેથી એ હિંસાનું દુર્ગતિગમન લક્ષણ ફળ પૂજાસ્થલીય હિંસામાં કેમ નહિ થાય ? ઉભયત્ર સમાનતા હોવાને કા૨ણે એ ફળ થવું જ જોઈએ. આથી કરીને ગ્રંથકાર શ્લોકમાં કહે છે – શ્લોક ઃ શ્લોકાર્થ : - अस्माकं त्वपवादमाकलयतां दोषोऽपि दोषान्तरो च्छेदी तुच्छफलेच्छया विरहितश्चोत्सर्गरक्षाकृते । यागादावपि सत्त्वशुद्धिफलतो नेयं स्थितिर्दुष्टतः, श्येनादेरिव सत्त्वशुद्ध्यनुदयात्तत्सम्भवादन्यतः । । ५५ ।। - અપવાદને જાણતા એવા અમને દોષાન્તરના ઉચ્છેદને કરનારો અને તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત એવો દોષ પણ ઉત્સર્ગની રક્ષા માટે (પ્રવર્તે) છે. યાગાદિમાં પણ સત્ત્વશુદ્ધિના ફળને આશ્રયીને આ સ્થિતિ નથી=અમારી પૂજામાં કહેવાયેલ જાતિવાળી મર્યાદા નથી. કેમ કે, શ્યનાદિની જેમ સત્ત્વશુદ્ધિના અનુદયથી, અન્યથી તેનો=સત્ત્વશુદ્ધિનો, સંભવ છે. II૫૫।।
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy