SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૫૩ ૦ ‘પ્રશ્નસૂત્રમપિ વ્યાવ્યાતન્’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે શ્લોક-૫૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે પ્રશ્નવ્યાકરણના કથન પ્રમાણે ધર્મ માટે જે હિંસા કરે છે, તે મંદમતિવાળા છે, તે કારણથી દ્રવ્યસ્તવમાં ધર્મ કહેવામાં અમારી જીભ કંપે છે. એ કથનમાં દ્રવ્યસ્તવ ધર્મરૂપ છે, તે વચન તેને મૃષારૂપે ભાસે છે, તેનું સમાધાન કરાયું; પરંતુ પ્રશ્નસૂત્રનું પણ વ્યાખ્યાન કરાયું. તે સૂત્રનો અર્થ આ પ્રમાણે ઉપર ટીકાર્યઃ ..... सत्ते सत्तपरिवज्जिया . પાળવાયાં સત્ત્વથી પરિવર્જિત જીવો સત્ત્વને હણે છે, તે કેવા છે ? તે બતાવે છે - દૈઢમૂઢ=અતિશય વિવેકથી રહિત અને દારુણમતિ=ક્રૂર આશયવાળા, એવા જીવો ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, શોકથી, વેદાર્થ (વેદમાં કહેલા અર્થ માટે અર્થાત્ વેદોક્ત ધર્મક્રિયા માટે) જીવનને માટે, કુલજાત્યાદિલક્ષણ ધર્મને માટે, અર્થ=ધનને માટે, કામ=શબ્દાદિ પાંચે ઈંદ્રિયોના વિષયને માટે, સ્વવશ થયા છતા કે પરાધીન થયા છતા અર્થને માટે, અનર્થને માટે ત્રસ પ્રાણોને અર્થાત્ બેઈન્દ્રિયાદિ જીવોને અને સ્થાવરોને અર્થાત્ પૃથ્વીકાયાદિને હણે છે. મંદબુદ્ધિવાળા અર્થાત્ મિથ્યાત્વના ઉદયથી તત્ત્વાતત્ત્વમાં વિવેકથી રહિત મતિવાળા, સ્વવશ હણે છે, પરાધીનપણે હણે છે, કે સ્વવશ, અવશ ઉભયથી હણે છે. અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે, કે અર્થ, અનર્થ માટે ઉભયથી હણે છે. હાસ્યથી હણે છે, વૈરથી હણે છે, રતિથી હણે છે, હાસ્ય, વૈર અને રતિથી હણે છે. ક્રુદ્ધ અર્થાત્ ક્રોધયુક્ત હણે છે, મુગ્ધ અર્થાત્ મોહવશ હણે છે, લુબ્ધ અર્થાત્ વિષયગૃદ્ધપણાથી હણે છે, કુદ્ધ, મુગ્ધ, લુબ્ધ અર્થાત્ ક્રોધ, લોભ, મોહવાળા હણે છે. અર્થ માટે (ધનાર્થીઓ) હણે છે, ધર્મ માટે (ધર્માર્થીઓ) હણે છે, કામ માટે (કામાર્થીઓ) હણે છે, અર્થ માટે, ધર્મ માટે, કામ માટે હણે છે. આ પ્રમાણે પ્રશ્નસૂત્ર પણ વ્યાખ્યાત છે. તેમાં હેતુ કહે છે - સ્વવશ આદિ અર્થોથી પ્રપંચિત એવા ક્રોધાદિ કારણો વડે હણનારાઓને મંદબુદ્ધિપણાથી ઉક્તપણું હોવા છતાં પણ, સ્વામિ અધિકારમાં ‘વરે’ ઈત્યાદિ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું, એ પ્રકારે અતિદેશનું અભિધાન હોવાને કારણે, અશુભ લેશ્માવાળાઓને જ પ્રાણાતિપાતકર્તૃત્વનો ઉપદેશ હોવાથી, ભક્તિરાગથી ઉપબૃહિત સમ્યગ્દર્શનના ઉલ્લાસથી પ્રશસ્ત લેશ્યાવાળા એવા દેવપૂજા કરનારાઓને હિંસાલેશનો પણ અનુપદેશ છે. વરે તે - તે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે -- ‘વરે તે’ - કોણ તે પ્રાણિવધના કરનારા છે ? જે સૌકરિક=(સૂકરઘાતક) મચ્છબંધા=(મત્સ્યઘાતક) શાકુનિક=(પક્ષીવધથી ઉપજીવીઓ) વ્યાધ=મૃગઘાતક અને ક્રૂરકર્મ કરનારા ઈત્યાદિથી આરંભીને સંશી, અસંશી, પર્યાપ્તા, અપર્યાપ્તા, અશુભ લેશ્યાના પરિણામવાળા આ અને બીજા આવા પ્રકારના પ્રાણીઓ પ્રાણાતિપાતકરણ (અનુષ્ઠાનને) કરે છે. વિશેષાર્થ: ‘સત્તે સત્તરિવપ્નિયા’ - જે જીવોને સન્માર્ગનો તાત્ત્વિક બોધ નથી, તેવા જીવો કર્મને પરવશ હોય છે
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy