SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯ કયો પુરુષ ત્રીજા વ્રતને આરાધે છે ? એ કથનમાં ચૈત્યની વૈયાવચ્ચ કરવાનું કહેલ છે, તે વિશ્રામણારૂપ વૈયાવચ્ચની જ્ઞાનમાં અનુપપત્તિ થશે. જ્યારે જિનપ્રતિમાની શ્રાવકો જે પૂજા કરે છે, તે વિશ્રામણારૂપ વૈયાવચ્ચ જ છે, તેથી ચૈત્યનો અર્થ જિનપ્રતિમા કરીએ તો વૈયાવચ્ચનો બાધ આવે નહિ. તેથી એક પક્ષમાં પ્રશ્નવ્યાકરણ ગ્રંથમાં ચૈત્યની વૈયાવચ્ચ કરવારૂપ એક પક્ષમાં=એક સ્થાનમાં, પ્રત્યક્ષ પ્રમાણનો બાધ થશે. આ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી ચૈત્યની વૈયાવચ્ચની એકટમાનતા થશે. . ઉત્થાન : પૂર્વમાં ચૈત્ય' પદનો અર્થ ‘જ્ઞાન' કરવાથી ત્યાં વૈયાવચ્ચની અસંગતિ થાય છે, તેમ બતાવ્યું. તેની સંગતિ કરવા માટે લુપાક કહે છે કે, જ્ઞાનનું અધિકરણ મુનિ છે. તેથી “ચૈત્ય'પદથી મુનિને ગ્રહણ કરીને ત્યાં વૈયાવચ્ચની સંગતિ કરી શકાશે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે - ટીકાર્ય : ઘર્મિકારતયા .. વનમિચર્થક ધર્તિદ્વારપણાથી ધર્મીમાં ધર્મના ઉપચારના અભિપ્રાયથી, મુનિ=સાધુ, અધિકૃત થયે છતૈ=અધિકારના વશથી ગ્રહણ કરાવે છતે, વળી અન્યથી પક્ષાંતરમાં, આધિક્યની બુદ્ધિ દોષ માટે છે-બાલાદિ પદ વડે મુનિનું ગૃહીતપણું હોવાને કારણે ચૈત્યપદનું પુનરુક્તપણું છે, એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ - જ્ઞાને એ મુનિમાં રહેનાર ધર્મ છે, તેથી ધર્મીમાં ધર્મનો ઉપચાર કરીને “ચૈત્ય'પદથી મુનિને ગ્રહણ કરવામાં આવે તો તેમાં વૈયાવચ્ચ સંગત થઈ શકે, એ પ્રકારનું સમાધાન અહીં લંપાક આપે છે. તેને ગ્રંથકાર કહે છે કે, આ રીતે મુનિને “ચૈત્ય પદથી ગ્રહણ કરીને વૈયાવચ્ચની સંગતિ કરવામાં આવે તો આધિક્યની બુદ્ધિની પ્રાપ્તિરૂપ દોષની પ્રાપ્તિ છે; કેમ કે પ્રશ્નવ્યાકરણમાં બાલાદિ' પદ વડે મુનિનું ગ્રહણ થયેલું છે, તેથી ફરી વૈયાવચ્ચના અધિકરણરૂપે ચૈત્યપદથી મુનિનું ગ્રહણ પ્રાપ્ત થાય. તેથી વિચારકને સ્વાભાવિક લાગે કે, પ્રશ્નવ્યાકરણમાં “ચૈત્ય'પદ નિરર્થક મુકાયેલું છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી ચૈત્યપદનો જ્ઞાન અર્થ સંગત થાય તે માટે મુનિમાં તેનો ઉપચાર કરીને ત્યાં વૈયાવચ્ચની સંગતિ કરવાથી જે પુનરુક્તિ દોષ આવે છે, તેના નિવારણરૂપે યુક્તિ બતાવે છે - चैत्यपदेनोक्तातिरिक्तमुनिग्रहानानुपपत्तिरिति चेत् ? न, चैत्यपदस्य ज्ञानार्थताया अप्रसिद्धत्वेनोपचारस्याप्ययोगात्, एवं सति चैत्यार्थपदस्य चैत्यप्रयोजनमुनावर्थान्तरसङ्क्रमितवाच्यताया एव युक्तत्वात्
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy