________________
ઉ૧૦.
પ્રતિમાશક શ્લોક : ૪૭ અવતરણિકા :
सिंहावलोकितन्यायेन बिम्बनमनानुकूलव्यापारे यात्रापदार्थबाधमाशय परिहरति - અવતરણિકાર્ય :
બિબરમતને અનુકૂળ વ્યાપારમાં યાત્રાપદાર્થના બાપની સિંહાવલોકિત ન્યાય વડે આશંકા કરીને પરિહાર કરે છે -
વિશેષાર્થ :
અહીં સિંહાવલોકિત ન્યાય એ છે કે, જેમ સિંહ ગુફામાંથી ઊઠીને જ્યારે પોતાના લક્ષ્ય અર્થે બહાર નીકળે છે, ત્યારે સ્વસ્થાનથી કાંઈક આગળ ગયા પછી પાછળ જુએ છે, તેમ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રી પણ શ્લોકપમાં ચારણની યાત્રાનો પ્રસં. કહીને આગળ ગયા પછી ફરી તે પદાર્થને પ્રસ્તુત કરે છે, અને તેમાં શંકાનું ઉલ્કાવન કરીને પરિહાર કરે છે.
પૂર્વમાં શ્લોક-પમાં ચારણ મુનિઓની નંદીશ્વરની યાત્રાનો પ્રસંગ બતાવેલ કે, નંદીશ્વર દ્વીપમાં તેઓ વિદ્યાના બળથી ગયા અને ત્યાં બિંબનમન કર્યું, તે બિંબનમનને અનુકૂળ જે વ્યાપાર=ક્રિયા, તે યાત્રા પદાર્થ છે, એમ ત્યાં ઘોતિત થઈ ગયેલ છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ નથી, પરંતુ સાધુની તપ-સંયમાદિ યોગોમાં જે યતના છે, તસ્વરૂપ યાત્રાપદાર્થ છે. કેમ કે આર્ય વજાચાર્યના દૃષ્ટાંતમાં આચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કરેલ છે; અને આર્ય વજાચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તેથી એ પ્રાપ્ત થાય છે કે, સાધુને તીર્થયાત્રા કરવી ઉચિત નથી; માટે પ્રતિમા પૂજનીય નથી. જો પ્રતિમા પૂજનીય હોય તો સાધુને તીર્થયાત્રાનો નિષેધ આચાર્યો કર્યો ન હોત, પરંતુ તીર્થયાત્રાનો નિષેધ આચાર્યો કર્યો છે, માટે પ્રતિમા પૂજનીય નથી. આ રીતે પૂર્વપક્ષી બિંબનમનને અનુકૂળ વ્યાપારમાં યાત્રા પદાર્થના બાપને કહીને સાધુને તીર્થયાત્રા કર્તવ્ય નથી, તેમ સ્થાપન કરે છે, અને ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં ફરી પરિહાર કરે છે.
પૂર્વમાં શ્લોક-પમાં યાત્રાપદાર્થ શું છે તે કહ્યું ત્યાં પૂર્વપક્ષીએ બાધ બતાવ્યો, તેનો પરિહાર કરી બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ છે, તેમ સ્થાપન કર્યું. ફરી શ્લોક-૪૬માં કહેલ વજાચાર્યના દૃષ્ટાંતથી પૂર્વપક્ષી તીર્થયાત્રાનો સાધુને નિષેધ બતાવવા અર્થે બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ નથી, પરંતુ તપ સંયમને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ છે, એમ બતાવે છે. તેનો પરિહાર કરી, બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રાપદાર્થ છે તેમ ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે, તે સિંહાવલોકિત ન્યાય છે. તે શ્લોક :
नो यात्रा प्रतिमानतितभृतां साक्षादनादेशनात्, तत्प्रश्नोत्तरवाक्य इत्यपि वचो मोहज्वरावेशजम् । मुख्यार्थे प्रथिता यतो व्यवहतिः शेषान् गुणान् लक्षयेत्, सामग्र्येण हि यावताऽस्ति यतना यात्रा स्मृता तावता ।।४७ ।।