________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૫૬૭
અને પરાક્રમને ગોપવીને, વિદ્યમાન બલ, વિદ્યમાન વીર્ય, વિદ્યમાન પુરસ્કાર અને પરાક્રમ હોવા છતાં ઉગ્ર અભિગ્રહ અને અનિયત વિહારનો ત્યાગ કરીને, નિત્યવાસને સ્વીકારીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેલા, પાછળથી ઈહલોક અને પરલોકના અપાયનો ત્યાગ કરીને અને સુદીર્ઘ સંસારને અંગીકાર કરીને, તે જ મઠ દેવકુલમાં અત્યંત ગ્રંથિવાળા, મૂર્છાવાળા, મમકાર અને અહંકારથી અભિભૂત થયેલા, સ્વયં જ વિવિધ પ્રકારની માલા અને પુષ્પોથી દેવાર્ચનને કરવા માટે ઉઘત થયા. વળી તેઓ જે શાસ્ત્રનાં સારભૂત, શ્રેષ્ઠ આ સર્વજ્ઞ વચન, તેને દૂરસુદૂરપણા વડે કરીને અર્થાત્ અત્યંત ત્યાગ કરે છે.
શિથિલાચારીઓએ જે શાસ્ત્રનું વચન અત્યંત છોડી દીધું છે, તે શાસ્ત્રનું વચનતં ના થી બતાવે છે - જે કાંઈ સૂક્ષ્મ કે જે કાંઈ બાદર, જે કોઈ ત્રસ કે જે કોઈ સ્થાવર, જે કોઈ પર્યાપ્તા કે જે કોઈ અપર્યાપ્તા, જે કોઈ એકેંદ્રિય, જે કોઈ બેઈંદ્રિય, જે કોઈ તેઈંદ્રિય, જે કોઈ ચરિંદ્રિય, જે કોઈ પંચેંદ્રિય, ત્રિવિધ ત્રિવિધથી મન, વચન, કાયાથી સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો હણવા ન જોઈએ, આજ્ઞા ન કરવી જોઈએ, પરિતાપ ન કરવો જોઈએ, પકડવા ન જોઈએ, વિરાધવા ન જોઈએ, કિલામણા ન કરવી જોઈએ, ઉપદ્રવ ન કરવો જોઈએ. હે ગૌતમ ! વળી જે મૈથુન તે એકાંતથી૩ નિશ્ર્ચયથી૩ અત્યંત૩ (અહીં ત્રણ વાર અત્યંત ભાર આપવા કહ્યું છે) તથા અકાય, તેઉકાયનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે સ્વયં મુનિએ ત્યાગ કરવો જોઈએ. એ પ્રકારે આ ધર્મ લોકને જાણીને અર્થાત્ લોકની વ્યવસ્થાને જાણીને, ધ્રુવ શાશ્વત અને નિત્ય સર્વજ્ઞો વડે પ્રવેદિત કરાયો છે. II સૂ. ૨૬ ॥
© મુ. પુ. માં ‘સવયં’ છે ત્યાં મહાનિશીથમાં ‘યં’ છે. તેથી મૂળમાં તે પાઠ આપી તે મુજબ સ્વયં અર્થ કર્યો છે. ૦ મુનિ ત્તિ અહીં રૂતિ શબ્દ છે તે તં ના થી જે વર્ણન કર્યું ત્યારથી માંડીને મુળિ સુધીના કથનનો
પરામર્શક છે.
૭ ‘હેયત્ર’ - શબ્દનો અર્થ ખેદજ્ઞ અર્થાત્ ખેદમય સંસારને જાણનારા=સર્વજ્ઞ, કરેલ છે.
© ‘મિત્ત્વ’ નો અર્થ જાણીને - પ્રાપ્ત કરીને એ પ્રમાણે જાણવો.
વિશેષાર્થ :
(૧) “असंजयाणं सक्कारकारवणे णाम ऽच्छेरगे वहिउमारद्धे । ”
અસંયતોના સત્કા૨કા૨વણ નામનું આશ્ચર્ય વહન થવા લાગ્યું.
અહીં અસંયતોનું સત્કા૨કા૨વણ કેમ કહ્યું ? તેનું તાત્પર્ય એ છે કે, અસંયતોનો સત્કા૨ તે વખતે લોકો કરતા હતા, તેથી તે વખતે લોકો પાસેથી અસંયતોનો સત્કાર કરાવવારૂપ અચ્છેરું થયું, તે બતાવવા અર્થે સારરવળ શબ્દનો પ્રયોગ છે.
(२) " तत्थ णं लोगाणुवतीए
અહીં ‘તોગાણુવત્તીર્’ નો અન્વય ‘વિયાળિ ં’ સાથે છે, અને તેનું તાત્પર્ય એ છે કે, ત્યારે મિથ્યાત્વથી ઉપહત અને અસંયતની પૂજામાં અનુરક્ત એવો બહુજન સમૂહ છે, એ પ્રકારે લોકની અનુવૃત્તિથી જાણીને તે સંયમીઓ શિથિલ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા. ત્યાં ‘લોકઅનુવૃત્તિ'થી કહ્યું, એનું તાત્પર્ય એ છે કે, લોકો અસંયતની પૂજા કરતા હતા, ,તે જોઈને પોતાને પણ પૂજાવાની આશંસા થવાને કા૨ણે લોકસંજ્ઞાને અનુસરીને
"