________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
निराकृतः, यतस्तत्र ग्रन्थे स्वाच्छन्द्येन = आज्ञारहिततया, गुरुभिः चन्द्रप्रभस्य = चन्द्रप्रभस्वामिनः, आनतिः निषिद्धा, महोत्तरं सङ्घयात्रोत्सवनिवृत्त्यनन्तरं पुनरियं चन्द्रप्रभयात्रा तैराचार्यैः स्वशिष्यैः सह प्रत्यज्ञायि=कर्तव्येति प्रतिज्ञाविषयीकृता । अत्राप्यविधियात्रानिषेधमेवोपश्रुत्य यात्रामात्रं मूढैर्निषिद्धम्, तद्रूषितं तात्पर्यज्ञैरिति बोध्यम् ।।
ટીકાર્ય :
તેનો હેતુના ..... વોધ્યમ્ ।।તેથી=ઉક્ત હેતુથી, સાધુઓની યાત્રાનિષેધમાં ઉદ્યત જે શ્રીવજાર્ય=શ્રી વજ્રસૂરિ તેમના દૃષ્ટાંતથી, અતાત્પર્યજ્ઞ વડે કલ્પિત સુમુનિની=સુસાધુની, યાત્રાનો નિષેધ નિરાકૃત કરાયો. જે કારણથી તે ગ્રંથમાં ગુરુ વડે સ્વામ્બંધથી=આજ્ઞારહિતપણાથી, કરાતી શ્રી ચંદ્રપ્રભની=શ્રી ચંદ્રપ્રભસ્વામીની, આનતિ=વંદના, નિષેધ કરાઈ, (અને) મહોત્તર=સંઘયાત્રાના ઉત્સવની નિવૃત્તિ પછી, વળી આ ચંદ્રપ્રભસ્વામીની યાત્રા તેઓ વડે=આચાર્ય વડે, સ્વશિષ્યોની સાથે કરવી, એ પ્રમાણે પ્રતિજ્ઞા વિષય કરાઈ. અહીં પણ અવિધિયાત્રાનિષેધ સ્વીકારીને=શાસ્ત્રમાં અવિધિયાત્રાનિષેધનાં કહેનારાં વચનોને સ્વીકારીને, મૂઢો વડે યાત્રામાત્ર નિષિદ્ધ કરાઈ, તે તાત્પર્યજ્ઞો વડે દૂષિત કરાયું, એ પ્રમાણે જાણવું.
૦ તેનોòહેતુના - તે ઉક્ત હેતુ વડે કરીને=શ્ર્લોક-૪૪માં કહ્યું કે યદ્યપિ એ વચનરચના તારા મુખને વક્ર કરે છે, એમ કહીને દ્રવ્યસ્તવના વિષયમાં મહાનિશીથસૂત્રમાં એક સ્થાને દ્રવ્યસ્તવને સાવઘ કહ્યું અને અન્ય સ્થાને દ્રવ્યસ્તવનું વિધાન કર્યું, તે વિરોધનો પરિહાર કર્યો, તે રૂપ ઉક્ત હેતુ વડે કરીને, તાત્પર્યને નહિ જાણનાર વડે શ્રી વજ્રસૂરિના દૃષ્ટાંત દ્વારા સુસાધુની યાત્રાનો નિષેધ કરાય છે, તે પ્રદેશાંતરનો વિરોધ પરિહાર કરાયો.
૫૫
૭-૧૬
સાવધાચાર્ય દષ્ટાંત
ટીકા ઃ
अत्र सावद्याचार्यवज्राचार्यसंबन्धौ श्रोतॄणामुपकाराय महानिशीथगतौ अभिधीयते । तथाहि -
ટીકાર્ય ઃ
अत्र તાદિ અહીંયાં=દ્રવ્યસ્તવના વિષયમાં મહાનિશીથમાં કહેલ સાવઘાચાર્ય અને
વજ્રાચાર્યના સંબંધો= દૃષ્ટાંતો, શ્રોતાના ઉપકાર માટે કહેવાય છે. તે આ પ્રમાણે -
ટીકા ઃ
'से भयवं ! कयरे णं से सावज्जायरिए ? किं वा तेणं पावियं ? गो० ! णं इओ य उसभादितित्थकरचउवीसिगाए अणंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा, तीए जारिसो अहयं तारिसो
.....