________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
૫૧
આધ્યાત્મિકો આદિ કહે છે; તે પ્રકારે વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, અને તેની પુષ્ટિ કરવા માટે ‘તવાદ’ થી પંચાશકની સાક્ષી આપી તે પ્રકારે, પ્રસ્તુતમાં પણ=દ્રવ્યસ્તવના વિષયમાં પણ, મઠમિશ્રિત દેવકુલાદિક આચાર્ય વડે=કુવલયાચાર્ય વડે, અનુમત નથી, ઈત્યાદિકને આગળ કરીને દ્રવ્યસ્તવ જ કરવું જોઈએ નહિ, એ પ્રમાણે લુંપાકો કહે છે. (એ પ્રકારે અન્વય છે.)
આધ્યાત્મિકો વર્તમાનમાં આવશ્યકાદિ અકર્તવ્ય છે, તેની પુષ્ટિ કરવા માટે વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ થાય, એમ કહે છે; અને તેમાં તવાદ - થી પંચાશકની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે -
रेंज पुण
. દ્રવ્યસ્તવઃ । જે અનુષ્ઠાન વળી આનાથી=ઔચિત્યથી, વિયુક્ત છે તથા એકાંતે ભાવશૂન્ય=બહુમાનશૂન્ય છે, તે અનુષ્ઠાનના વિષયમાં પણ=વીતરાગના વિષયમાં પણ, કરાતું તક=તે= દ્રવ્યસ્તવ, નથી; કેમ કે ભાવસ્તવનું કારણ નથી, એ પ્રમાણે જાણવું.
૦ પંચાશકની સાક્ષીમાં માવસુન્ન પછી તિ=સ્કૃતિ’ છે, તે જેવં ની પૂર્વમાં ગ્રહણ કરવાનો છે. ‘કૃતિ જ્ઞેયં’ આ પ્રમાણે અન્વય છે.
છ ઘેવોàાવિયોનિશ્રિતમાવશ્યતિ - ખેદ, ઉદ્વેગાદિ દોષથી મિશ્રિત ‘આવશ્યકાદિ’ કહ્યાં, અહીં ‘સવિ’ પદથી દ્રવ્યસ્તવ ગ્રહણ કરવાનું છે. ખેદાદિ આઠે દોષો જેમ આવશ્યકમાં પરિહાર કરવાના છે, તેમ દ્રવ્યસ્તવાદિ અન્ય ક્રિયાઓમાં પણ પરિહાર કરવાના છે.
૦ ટીકામાં ‘નિષિદ્ધમિતિ કુષ્માન્વત્વાત્’નિષિદ્ધ છે, એથી કરીને દુઃખેથી પાળી શકાય તેવું છે, એમ સીધો અર્થ વિચારીએ તો સંગત ન લાગે, પરંતુ તેનો ભાવ આ પ્રમાણે છે - ખેદાદિ દોષવાળું નિષિદ્ધ છે, એથી કરીને દોષરહિત કરવું દુષ્પાલ્ય છે, એથી કરીને વર્તમાનમાં અકર્તવ્ય છે, એમ અર્થ કરીએ તો કોઈ અસંગતિ નથી.
© ‘આધ્યાત્મિાવવો વન્તિ’ અહીં‘વિ’ પદથી નિશ્ચયને પ્રધાન કરનારા અને વ્યવહારને ગૌણ કરનારાઓનું ગ્રહણ કરેલ છે.
© નાચાર્યેળાનુમતમિત્યાવિક - ‘ત્યાવિદ’ અહીં ‘વિ’પદથી એ કહેવું છે કે, કુવલયાચાર્યના દ્રવ્યસ્તવને સાવઘ કહેનારાં વચનોને જેમ લુંપાક આગળ કરે છે, તેમ દોષોથી દુષ્ટ એવા દ્રવ્યસ્તવની નિંદાને કહેનારાં અન્ય પણ શાસ્ત્રવચનોને આગળ કરીને લુંપાક દ્રવ્યસ્તવને અકર્તવ્યરૂપે સ્થાપન કરે છે.
વિશેષાર્થ :
શાસ્ત્રમાં ખેદ-ઉદ્વેગાદિ આઠ દોષો ક્રિયામાં કહ્યા છે, તે દોષોથી મિશ્રિત આવશ્યકાદિ ક્રિયા કરવાનો નિષેધ કર્યો છે. પરંતુ સર્વ દોષોથી રહિત ક્રિયા આ કાળમાં દુષ્માલ્ય છે, તેથી આ કાળના જીવોને આવશ્યક અકર્તવ્ય છે, એ પ્રકારે આધ્યાત્મિકો કહે છે. તે પ્રકારે લુંપાકો પણ મઠમિશ્રિત દેવકુલાદિક કુવલયાચાર્ય દ્વારા કર્તવ્યરૂપે સંમત નથી, તેને આગળ કરીને દ્રવ્યસ્તવ કર્તવ્ય નથી, તેમ કહે છે; અર્થાત્ જેમ આધ્યાત્મિકો ખેદાદિ દોષમિશ્રિત આવશ્યકના નિષેધને આગળ કરીને આવશ્યકને અકર્તવ્ય કહે છે, તેમ લુંપાક મઠમિશ્રિત દેવકુલાદિના નિષેધને આગળ કરીને દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે.
·