________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ અવતરણિકા :
उत्तरयति -
અવતરણિકાર્ય :
શ્લોક-૪૩માં લુંપાકે જે શંકા કરી, તેનો ઉત્તર આપે છે
શ્લોક ઃ
भ्रान्त ! प्रान्तधिया किमेतदुदितं पूर्वापरानिश्चयात्, येन स्वश्रमक्लृप्तचैत्यममतामूढात्मनां लिङ्गिनाम् । उन्मार्गस्थिरता न्यषेधि न पुनश्चैत्यस्थितिः सूरिणा, वाग्भङ्गी किमु यद्यपीति न मुखं वक्रं विधत्ते तव । । ४४ ।।
૫૫૩
શ્લોકાર્થ -
હે ભ્રાંત ! પૂર્વાપર અનિશ્ચયથી હીન બુદ્ધિવાળા એવા તારા વડે આ શું કહેવાયું ? જેના વડે=ઉક્ત વચન વડે=શ્લોક-૪૩માં કહેલ ‘યપિ ..... સતમ:’ એ વચન વડે, સૂરિ દ્વારા સ્વશ્રમથી તૃપ્ત એવા ચૈત્યોના વિષયમાં મમતાથી મૂઢાત્મા એવા લિંગીઓની ઉન્માર્ગસ્થિરતા નિષેધ કરાઈ, પરંતુ ચૈત્યસ્થિતિ નહિ. ‘યધપિ’ એ પ્રકારે વચનભંગી અર્થાત્ કુવલયાચાર્યના પૂર્વોક્ત વચનમાં વિ એ પ્રકારે વચનભંગી છે, તે શું તારા મુખને વક્ર નથી કરતી ? ।।૪૪।।
ટીકા :
'भ्रान्त' इति :- हे भ्रान्त ! विपर्ययाभिभूत ! पूर्वापरग्रन्थतात्पर्यानिश्चयात् प्रान्तधिया= हीनबुद्धिना, त्वयैतत्किमुदितं = कुत्सितमुक्तम्, येनोक्तवचनेन स्वश्रमक्लृप्तानि यानि चैत्यानि तेषु या ममता तया मूढ आत्मा येषां ते तथा, तादृशां लिङ्गिनां सूरिणा=कुवलयाचार्येण, मठमिश्रितचैत्यकर्त्तव्यतागोचरतत्प्रतिज्ञां गलहस्तयता उन्मार्गस्थिरता = अनायतनप्रवृत्तिदार्द्धं, न्यषेधि न पुनश्चैत्यस्थितिः =सम्यग्भावितचैत्यप्रवृत्तिव्यवस्था ।
ટીકાર્ય :
ઢે પ્રાન્ત ! વ્યવસ્થા | હે ભ્રાંત !=હે વિપર્યયથી અભિભૂત ! પૂર્વાપર ગ્રંથના તાત્પર્યતા અનિશ્ચયથી પ્રાંત બુદ્ધિવાળા=હીત બુદ્ધિવાળા, એવા તારા વડે આ શું કહેવાયું ? અર્થાત્ કુત્સિત કહેવાયું છે; કેમ કે જેના વડે=ઉક્ત વચન વડે=“પિ નિનાનયે તાપિ બવઃ સત્તમઃ” એ પ્રકારના કુવલયાચાર્યના ઉક્ત વચન વડે, સ્વશ્રમથી ક્લુપ્ત=બતાવેલાં, એવાં જે ચૈત્યો, તેઓને વિષે જે