________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
વિશેષાર્થ =
ભગવાને રાજ્ય પ્રદાન કર્યું તેનાથી અધિક દોષ નિવારણ હોવા છતાં, રાજ્ય ગ્રહણ કરનારાઓ આરંભ-સમારંભ કરશે તે રૂપ દોષ હોવાથી, ભગવાને પુત્રાદિને રાજ્ય આપ્યું તે ઉચિત નથી તેમ માનવામાં આવે તો, ભગવાન કેવલજ્ઞાન પછી જે દેશના આપે છે તેનાથી જ શાક્યાદિ કુપ્રવચનો ઉત્પન્ન થાય છે, અને સ્વદર્શનમાં જમાલિ આદિ જેવા શ્રુતપ્રત્યનીકો થાય છે, અને શિથિલ આચારવાળા ચારિત્ર પ્રત્યનીકો થાય છે, તેથી ભગવાનની દેશના નિમિત્તભાવરૂપે કુધર્માદિનું કારણ છે. તેથી ભગવાને જેમ રાજ્ય આપ્યું તે ઉચિત નથી, તેમ માનો તો, એ રીતે ભગવાને દેશના આપી તે પણ ઉચિત નથી, તેમ માનવાનો
પ્રસંગ આવશે.
કુધર્માદિનિમિત્તત્વનો સમાસ આ પ્રમાણે છે
ટીકાર્થ :
कुधर्माः હેતુત્વાત્, કુધર્મો=શાક્યાદિ કુપ્રવચનો, આદિમાં છે જેઓને, શ્રુતચારિત્રપ્રત્યનીકત્વાદિ ભાવોને, તેઓનું નિમિત્તપણું છે.
Ч3G
.....
© અહીં ‘યેષાં’ શબ્દથી શ્રુતના અને ચારિત્રના પ્રત્યેનીકત્વાદિ ભાવો ગ્રહણ કર્યા છે, અને તેનો જ ‘તેષાં’ થી પરામર્શ કર્યો છે.
૭ ‘શ્રુતવારિત્રપ્રત્યનીત્વાતિમાવાનાં’ અહીં‘વિ’ પદથી દર્શનપ્રત્યેનીકનું ગ્રહણ કરવું.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, જિનદેશના કુધર્મનું નિમિત્ત છે, તેથી હવે તે દેશના કઈ રીતે કુધર્મનું નિમિત્ત છે, તે બતાવે છે -
ટીકાર્ય :
--
जिनदेशनापि ટોષાયૈવ ।। જે કારણથી ભગવાનની દેશના પણ ઘણા નયોથી યુક્ત છે, અને કુપ્રવચનના આલંબનભૂત નયો દોષને માટે જ થાય છે.
વિશેષાર્થ:
.....
ભગવાનની દેશના ઘણા નયોથી યુક્ત છે, અને નયો કુપ્રવચનની નિષ્પત્તિનું કારણ છે, તેથી જિનદેશના અયોગ્ય જીવોના અનર્થ માટે છે, પણ ગુણ માટે નથી. અને ભગવાનની દેશનાને અનર્થનું કારણ સ્વીકારેલ નથી; કેમ કે અયોગ્ય જીવોને ભગવાનની દેશનાથી જે દોષ થાય છે, તેને આશ્રયીને ભગવાનની દેશના અનર્થનું કારણ કહેવામાં આવે તો, ભગવાને દેશનામાં પ્રવૃત્તિ કરવી ઉચિત ગણાય નહિ. અને ભગવાન દેશનામાં પ્રવૃત્તિ કરે નહિ તો જગતના જીવોના ઉપકારરૂપ અર્થની પ્રાપ્તિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી ભગવાનની દેશના અનર્થનું કારણ નથી. II3II