________________
પ૧૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭
‘વિદિતત્ત્વનેવ' નો અન્વય આ પ્રમાણે છે - વિહિતપણું હોવાને કારણે જ નિર્દોષતાને જાણીને અર્થાત્ નદીઉત્તરણક્રિયા સાધુને વિહિત છે, તેથી તેમાં વિહિતપણું હોવાને કારણે નિર્દોષતા જણાય છે.
૦ “TUધિવન' નો અન્વય આ પ્રમાણે છે – ઈષ્ટગુણનું અધિકપણું હોવાને કારણે, અર્થાત્ નદી ઊતરવામાં જે જલના જીવોનો વધ થાય છે, તેના કરતાં સંયમની રક્ષારૂપ ઈષ્ટગુણનું આધિક્ય છે, તેને કારણે જ શાસ્ત્રમાં નદીઉત્તરણ વિહિત છે, અને તે વિહિતપણાને કારણે જ ત્યાં નિર્દોષતાનું જ્ઞાન થાય છે.
જ્ઞાત્વિISજ અહીં ‘સર’ શબ્દ છે, તેનો અર્થ એ છે કે નિર્દોષતાને જાણીને પણ નદીઉત્તરણના દૃષ્ટાંતથી જ ચિત્તશુદ્ધિનો સંભવ છે=ભગવાનની પૂજામાં પણ સાધુના નદીઉત્તરણની જેમ દોષ નથી, એ પ્રકારની ચિત્તશુદ્ધિનો સંભવ છે. કહેવાનો ભાવ એ છે કે, નિર્દોષતાને જાણ્યા વગર તો તેના દૃષ્ટાંતથી ચિત્તશુદ્ધિ થાય નહિ, પરંતુ જાણીને પણ જો તેને દૃષ્ટાંતરૂપે ગ્રહણ કરવામાં આવે તો તેનાથી જ ચિત્તશુદ્ધિનો સંભવ છે. વિશેષાર્થ :
ગ્રંથકારશ્રી તર્ક કરીને એ સ્થાપન કરે છે કે, સાધુ જ્ઞાનાદિના લાભ અર્થે જે નદીઉત્તરણ કરે છે, તે જો હિંસારૂપ હોય તો શાસ્ત્રમાં સાધુને નદી ઊતરવાની વિધિનું કથન હોય નહિ; કેમ કે જે ઈષ્ટની પ્રાપ્તિનું કારણ હોય તેમાં જ વિધિ અર્થ હોય=વિધિનું તાત્પર્ય હોય, અને પાપબંધનું કારણ હોય તો ત્યાં વિધિ અર્થ હોઈ શકે નહિ. અને આ તર્કથી એ ફલિત થયું કે, શાસ્ત્રમાં સાધુને નદી ઊતરવાની વિધિ છે, તેથી તે નદી ઊતરવાની ક્રિયામાં પાપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ છે; તેથી જ નદી ઊતરવાના દષ્ટાંતથી વિચારક જીવના ચિત્તની શુદ્ધિ થઈ શકે છે કે, જેમ નદી ઊતરવામાં બાહ્ય રીતે હિંસા હોવા છતાં સંયમની વૃદ્ધિ થઈ શકે છે, તે જ રીતે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, ત્યાં પુષ્પાદિ જીવોની બાહ્ય રીતે હિંસા હોવા છતાં ભગવદ્ભક્તિથી ગુણોની વૃદ્ધિ થઈ શકે છે. માટે ભગવાનની પૂજા કર્તવ્ય નથી એવી બુદ્ધિ નદીઉત્તરણના દૃષ્ટાંતથી વિચારકને થાય નહિ. જ્યારે કુમતિ એવા લુપાકને તેવી બુદ્ધિ થાય છે, તેનું કારણ નદી ઊતરવાના દૃષ્ટાંતને તે સમ્યફ રીતે વિચારતો નથી. ટીકા :
उत्सर्गापवादसूत्रं चेदं नद्युत्तारे-णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाओ उद्दिट्ठाओ गणियाओ वंजियाओ य पंच महण्णवाओ महाणईओ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । तं जहा, गंगा, जउणा, सरऊ, एरावती, मही । पंचहिं ठाणेहिं कप्पंति-तं० भयंसि वा, दुब्भिखंसि वा, पव्वहेज्ज वा कोई, उदओघंसि वा एज्जमाणंसि वा महता वा अणारिएसु त्ति । ટીકાર્ય :
નદીઉત્તરણમાં ઉત્સર્ગ અને અપવાદ સૂત્ર આ=વસ્થમાણ છે – નિર્ચન્હોને કે નિગ્રંથીઓને ઉષ્ટિ, ગણિત અને વ્યંજિત - આ પાંચ મહાર્ણવ નદીઓ એક મહિનાની અંદર બે કે ત્રણ વાર ઊતરવી કે તરવી કલ્પ નહિ.