________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
૪૮૯
બીજાક્ષરો અનંત હોવાથી ગૌરવદોષની પ્રાપ્તિ થશે. તેની સામે મીમાંસક પણ નૈયાયિકને સચેતન દેવતાના સ્વીકારમાં પણ ગૌ૨વદોષ બતાવે છે. તેનું નિરાકરણ કરતાં મીમાંસક કહે છે -
ટીકાર્થ ઃ
ન ચ ..... અનુ'તત્વાત્, અહીં મીમાંસક તૈયાયિકને કહે કે, તને પણ બાલ્યાદિથી ભિન્ન શરીરમાં ચૈત્રત્વાદિની જેમ દેવતાનાં શરીરોના આનન્યની પ્રાપ્તિ છે. તેનો ઉત્તર આપતાં તૈયાયિક કહે છે કે, એમ ન કહેવું; કેમ કે દેવતાચૈતન્ય સિદ્ધ થયે છતે દેવતાત્વ, ઈંદ્રત્ય, ચંદ્રત્વ જાતિનું અથવા અદૃષ્ટ વિશેષથી ઉપગૃહીતનું અનુગતપણું છે.
૦ ચાનુ તત્વાત્ અહીં ‘વ’ કાર છે તે ‘વા’કાર=અથવા, અર્થમાં છે.
વિશેષાર્થ ઃ
મીમાંસકનું કહેવાનું તાત્પર્ય એ છે કે, પૂર્વમાં નૈયાયિકે કહ્યું કે, તે તે બીજાક્ષરોનું અનંતપણું હોવાને કા૨ણે પદોમાં દેવતાત્વનો અયોગ છે, તેની સામે મીમાંસક કહે કે, તને પણ અર્થાત્ નૈયાયિકને પણ દેવતાનાં શરીરો અનંત સ્વીકાર્ય છે. તેથી શરીરધારી દેવતાઓમાં દેવતાત્વનો અયોગ સ્વીકારવાની આપત્તિ આવશે. અર્થાત્ જેમ મીમાંસકને બીજાક્ષરો અનંત હોવાને કારણે બીજાક્ષરોમાં દેવતાત્વનો અયોગ છે, તેમ નૈયાયિકને દેવતાઓનાં શરી૨ અનંત છે, તેથી તે શરીરધારીમાં દેવતાત્વનો અયોગ સ્વીકારવો પડશે. અને તેમાં મીમાંસક હેતુ કહે છે કે, બાલ્યાદિ દ્વારા ભિન્ન શરી૨ોમાં ચૈત્રત્વાદિની જેમ અર્થાત્ એક ચૈત્ર વ્યક્તિનાં જ બાલ્યથી માંડીને મૃત્યુકાળ સુધી પ્રતિક્ષણ શરી૨ વૃદ્ધિમતુ થાય છે, તેથી તે પ્રતિક્ષણનાં શરીરો ભિન્ન છે, પરંતુ તે સર્વ શરીરધારી જીવમાં ચૈત્રત્વ અનુગત છે, તો પણ શરીરો અનેક છે, તેમ દેવતાત્વન દેવતા એક હોવા છતાં ભિન્ન ભિન્ન દેવતાઓનાં શરીરની અપેક્ષાએ તે અનંત ભેદો સંગત છે. તેથી અનંત દેવતાઓ હોવાને કારણે તે દેવતાઓને યજ્ઞના દેવતા માની શકાય નહીં, કેમ કે ગૌરવ દોષ છે. એ પ્રમાણે મીમાંસક કહે તો નૈયાયિક કહે છે કે, એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે કે, દેવતાચૈતન્ય સિદ્ધ થયે છતે દેવતાત્વ, ઈંદ્રત્વ, ચંદ્રત્વ જાતિનું અનુગતપણું છે. અહીં પ્રાયઃ નૈયાયિકના મતે દેવતાત્વ જાતિ બધા દેવતાઓમાં નથી, પરંતુ જલ દેવતા, વરૂણ દેવતા આદિમાં દેવતાત્વ જાતિ છે. જ્યારે બધા ઈંદ્રોમાં ઈંદ્રત્વ જાતિ છે અને બધા ચંદ્રમાં ચંદ્રત્વ જાતિ છે એવું ભાસે છે. અને આથી જ પ્રાયઃ કરીને નૈયાયિકના મતમાં ઈંદ્રાદિ દેવતા હોવા છતાં દેવતાત્વ જાતિ ઈંદ્ર અને ચંદ્રમાં માનેલી નથી, તેવું ભાસે છે. આમ છતાં, ઈંદ્ર અને ચંદ્ર દેવતા છે અને બધા દેવતાઓનો સંગ્રહ કરવા માટે દેવતાત્વ, ઈંદ્રત્વ અને ચંદ્રત્વ જાતિનું ગ્રહણ કરેલ છે, અને એ ત્રણ જાતિને અનુગત સ્વીકારીને સર્વ દેવતાઓનો સ્વીકાર કરવાથી જાતિરૂપે ત્રણની જ સંખ્યા પ્રાપ્ત થાય, અનંતની નહિ. ત્રણ સંખ્યા પણ બહુવાચી હોવાથી એક અનુગત જાતિ સ્વીકારવા માટે કહે છે -
અદૃષ્ટવિશેષથી ઉપગૃહીતત્વનું અનુગતપણું છે; અર્થાત્ બધા જ દેવતાઓ અદૃષ્ટવિશેષથી ઉપગૃહીત છે. તેથી અદૃષ્ટવિશેષ ઉપગૃહીતત્વ બધા દેવતાઓમાં અનુગત એક છે, માટે દેવતાઓનાં શરી૨ને આશ્રયીને અનંત સ્વીકારનો દોષ અમને નહિ આવે, તેમ નૈયાયિકનો આશય છે.