________________
૪૩૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ તિ’ શબ્દ બૌદ્ધના કથનની સમાપ્તિસૂચક છે. ટીકાર્ય :
પતિ તુષMવાદ' - આને=“ના' .... તાદૃશાળવયે સત્યપિ તિ” સુધીના કહેલ બૌદ્ધમતને, દૂષણ આપવા માટે કહે છે -
ગાથાર્થ :
મળતા . જેઓ મનથી દ્વેષ પામે છે, તેઓને ચિત વિધમાન નથી અને તેઓનું અનવધવિરવળ અત છે. (જે કારણથી) તેઓ સંવૃતચારી નથી. ટીકાર્ય :
યે .. અશુદ્ધત્વાતુ, જેઓ કોઈક કારણથી મનથી=અંતઃકરણથી, પ્રદ્વેષ પામે છે, વધપરિણત એવા તેઓનું શુદ્ધ ચિત્ત વિદ્યમાન નથી, અને તેથી કરીને કેવલ મનના પ્રષમાં તેઓ વડે=બૌદ્ધો વડે, જે અનવદ્યઃકર્મબંધનું કારણ નથી એમ કહેવાયું છે, તે તેઓનું=બૌદ્ધોનું, અતધ્ય અજ્ઞાન છે, જે કારણથી તેઓ સંવૃત્તચારી= સંવરભાવવાળા, નથી. કેમ કે મનનું અશુદ્ધપણું છે.
‘ શ્વ વારા ટીકામાં કહેલ છે, તે‘માસાને પડíતિ’ મૂળગાથામાં છે તેના પૂરકરૂપે કહેલ છે.
અને મૂળમાં ‘વિત્ત’ શબ્દ છે, તેના પૂરક તરીકે ‘શુદ્ધ શબ્દ ટીકામાં કહેલ છે. વિશેષાર્થ:
કોઈક કારણને પામીને જીવો મનથી પ્રદ્વેષ કરે છે પરંતુ બાહ્યથી હિંસા કરતા નથી, ત્યાં હિંસાનાં પાંચ કારણો વિદ્યમાન નહિ હોવાથી હિંસા થતી નથી, એ પ્રમાણે બૌદ્ધ વડે જે કહેવાયું, તે તેઓનું કથન અતથ્ય છે. કેમ કે બાહ્યહિંસા નહિ કરવા છતાં મનમાં જેમને પ્રષ થાય છે, તેઓ સંવૃત્ત આચારવાળા નથી, કેમ કે સંવૃત્ત આચારવાળાને મનમાં પણ પ્રદ્વેષ થાય નહિ. અને સંવૃત્ત આચારવાળા જેઓ નથી, તેમની પ્રવૃત્તિને અનવદ્ય કર્મબંધનું કારણ નથી તેમ, કહી શકાય નહિ, પરંતુ સાવદ્ય કહેવી પડે. ઉત્થાન :
પૂર્વે કહ્યું કે, કેવલ મનથી પ્રદ્વેષ હોતે છતે જ્યારે કાયાથી હિંસા નથી થતી, ત્યારે બૌદ્ધી તે મનથી અષને અનવદ્ય-કર્મબંધનું કારણ નથી, તેમ કહે છે, તે બૌદ્ધોનું અતથ્ય અજ્ઞાન છે; અને તેમાં હેતુ કહેલ કે - મનની અશુદ્ધિને કારણે તેઓ સંવૃત્તચારી નથી. ત્યાં બૌદ્ધ તરફથી પ્રશ્ન ઉદ્ભવી શકે કે, હિંસાનાં પાંચે અંગો વિદ્યમાન હોય ત્યાં જ હિંસાકૃત કર્મબંધ થાય છે, માટે કેવલ મનથી જ્યાં હિંસા વર્તતી હોય ત્યાં હિંસાકૃત કર્મબંધ નથી, એમ અમે કહીશું, તો શું દોષ છે? એ પ્રકારની શંકાને સામે રાખીને તેઓના કથનને અતધ્યરૂપે સ્પષ્ટ કરવા તથાદિ' થી ગ્રંથકાર કહે છે -