________________
૪૩
પ્રતિમાશતક, બ્લોક : ૩૦
પર્વ એ પ્રમાણે ભાવની વિશુદ્ધિથી લિવણ પ્રાપ્ત થાય છે. ટીકાર્ચ -
તાનિ ... સર્વન્ડોપતિઃ | આ જ પૂર્વોક્ત ત્રણ કૃત-કારિત અને અનુમતિરૂપ વ્યસ્ત અથવા સમસ્ત આદાનો=કારણો, છે–પાપકર્મને એકઠાં કરવાનાં કારણો છે, કે દુષ્ટ અધ્યવસાયની અપેક્ષાવાળા એવા જેના વડે= કુત, કારિત અને અનુમતિરૂપ વ્યસ્ત કે સમસ્ત એવા પાપકર્મના કારણભૂત એવા જેના વડે, પાપકર્મ કરાય છે અર્થાત્ પાપકર્મનો ઉપચય થાય છે–પાપકર્મ એકઠું થાય છે. એ પ્રમાણે સ્થિત હોતે છતે=દુષ્ટ અધ્યવસાય સાપેક્ષ આ ત્રણ કારણો પાપકર્મનો ઉપચય–પાપકર્મને એકઠાં કરે છે, એ પ્રમાણે સ્થિત હોતે છતે, પ્રાણાતિપાત હોવા છતાં પણ વિવિશુદ્ધિથી અરક્તદ્વિર મન વડે=રાગ-દ્વેષરહિત મન વડે, પ્રવર્તમાન=પ્રવૃત્તિ કરતાને, વિશુદ્ધિ હોવાથી કર્મનો ઉપચય થતો નથી, અને તેના અભાવથીઃકર્મના ઉપચયના અભાવથી, નિર્વાણ=સર્વઢંઢની ઉપરતિ=સર્વ કંઠનો અભાવ, થાય છે. વિશેષાર્થ:
પૂર્વે કહ્યું એ રીતે દુષ્ટ અધ્યવસાય સાથે કૃત, કારિત અને અનુમતિરૂપ કારણો હોય તો પાપકર્મનો ઉપચય થાય છે. પરંતુ જ્યારે દુષ્ટ અધ્યવસાય ન હોય ત્યારે ભાવવિશુદ્ધિને કારણે રાગ-દ્વેષરહિત મનથી હિંસાની પ્રવૃત્તિ ચાલુ હોય અને જીવના પ્રાણનો નાશ થાય તો પણ, મનની વિશુદ્ધિ હોવાથી મારનારને કર્મનો ઉપચય થતો નથી; અને કર્મના ઉપચયના અભાવથી પોતાના જીવનનિર્વાહ માટે હિંસામાં પ્રવૃત્તિ હોવા છતાં પણ ઘાતકને કર્મબંધ નહિ થવાને કારણે, ધીરે ધીરે પૂર્વે બાંધેલાં સર્વ કર્મ ભોગવીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ટીકાર્ચ -
ભાવવિશુધ્યા ....કૃષ્ટાન્તમાદ - ભાવવિશુદ્ધિથી (હિંસાની) પ્રવૃત્તિ કરતા કર્મબંધ થતો નથી, એમાં દાંત બતાવતાં કહે છે - ગાથાર્થ :
પુરૂં ..... નોનિ II અસંયત=ગૃહસ્થ, અથવા તો મેધાવી=સંયત, પણ પિતા, પુત્રને મારીને આહાર કરે (તો પણ) કર્મ વડે, = પાપ વડે લપાતો નથી. ટીકાર્ય :
પુä ..... નારિષ્યતે | અસંયત=ગૃહસ્થ, અથવા મેધાવી=સંયત, પણ પિતા, તેવા પ્રકારની આપત્તિમાં પુત્રને મારીને તેના પિશિતને માંસને, ખાતો આહાર કરે તો પણ પાપકર્મથી લપાતો નથીઆશ્લેષ પામતો નથી.
કથા ..... સત્યપ તિ | જે પ્રમાણે પુત્રને મારતા એવા પિતાને રાગ-દ્વેષરહિત મન હોવાથી કર્મબંધ નથી, તે પ્રમાણે અન્યત્ર પણ=બીજા સ્થાનમાં પણ, અર્થાત્ પિતા-પુત્રના સંબંધ વગરના અન્ય સ્થાનમાં પણ, તેવા પ્રકારનો પ્રાણિવધ હોતે છતે પણ=રાગ-દ્વેષરહિત મનથી પ્રાણિવધ હોતે છતે પણ, કર્મબંધ નથી.