________________
પ્રતિમાશતક | મંગલાચરણ વિશેષાર્થ
ભગવાનના વચનોથી જેમનું ચિત્ત ભાવિત છે તે જીવો ભાવિક છે, અને તેઓને ભગવાનની પ્રતિમાનું મહત્ત્વ અવશ્ય હોય છે; પરંતુ આ પ્રતિમાશતક ગ્રંથ ભગવાનના વચનને અનુસરનારી યુક્તિઓથી ભરપૂર હોવાને કારણે, જ્યારે આ ગ્રંથને ભાવિક જીવો સમજે છે ત્યારે આ ગ્રંથના બળથી તેઓની બુદ્ધિમાં પ્રતિમાનું અત્યંત મહત્ત્વ પ્રગટે છે, તેથી તે પ્રતિમાના કારણે બંધાતું પુણ્ય અત્યંત વૃદ્ધિમતું થાય છે. તેથી ગ્રંથકાર ઇચ્છા કરે છે કે પ્રસ્તુત ગ્રંથ ભવ્ય જીવોના પુણ્યબંધના વિસ્તારનું કારણ બનો. આવા શ્લોકાર્ધ :
પૂર્વમાં ન્યાયવિશારદપણાનું બિરુદ કાશીમાં બધો વડે અપાયું અને ત્યાર પછી કર્યા છે સો ગ્રંથો જેમણે એવા તેમને ‘વાયાચાર્ય' નું બિરુદ અપાયું, તે આ “યશોવિજય’ એ પ્રમાણે નામને ધારણ કરનાર અને નયાદિવિજય વિબુધના શિશુ-શિષ્ય, શિષ્યોની પ્રાર્થનાથી આ ગ્રંથને કહેનારા થયા. III વિશેષાર્થ :
અહીં ટીકાકાર અને ગ્રંથકાર એક જ છે. આમ છતાં, ટીકાકાર કહે છે કે “તે આ યશોવિજય નામને ધારણ કરનાર ગ્રંથને કહેનારા થયા. તેથી ટીકાકાર અને ગ્રંથકાર એક હોવા છતાં, ટીકાકૃત પર્યાય અને ગ્રંથકૃત પર્યાયથી પોતાનો ભેદ કરીને, ગ્રંથકાર તરીકે તેઓ એ પ્રમાણે કહે છે.
અહીં ઉપાધ્યાયજી મહારાજે, પોતે ન્યાયવિશારદ બિરુદને પામ્યા છે કે ન્યાયાચાર્ય પદ પ્રાપ્ત કર્યું છે, તે લોકોની આગળ પોતાના મહિમાના પ્રદર્શનાર્થે નથી કહ્યું, પરંતુ ગ્રંથ ભણનારને આ ગ્રંથ સમર્થ વ્યક્તિકૃત છે તેવી બુદ્ધિ થાય, જેથી આ ગ્રંથ વિશેષ આદેય બને તે આશયથી, બધો વડે પણ પોતે ન્યાયના વિષયમાં નિપુણ છે એ રીતે માન્ય છે, એ પ્રમાણે વસ્તુસ્થિતિ બતાવેલ છે. અને પ્રસ્તુત ગ્રંથ શિષ્યની પ્રાર્થના વડે કરાયેલ છે, તેથી એ પ્રાપ્ત થાય કે, પ્રતિમાના વિષયમાં કોઇક શિષ્યને તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થયેલી હોવી જોઈએ, અને તેના સંતોષ અર્થે ગ્રંથકારને ગ્રંથરચના કરવી આવશ્યક જણાઈ છે. શા
શ્લોકાર્થ :આ પ્રતિમા અંગેની આશંકારૂપી જે કાદવ, તેના અપહારમાં દૂર કરવામાં, નિપુણ એવા આની=પ્રસ્તુત પ્રતિમાશતક ગ્રંથની, વૃત્તિ, સંવિઝ-સમુદાયની પ્રાર્થનાના કારણે વિસ્તાર કરાય છે. III વિશેષાર્થ :
ગ્રંથકારે શિષ્યની પ્રાર્થનાથી મૂળગ્રંથની રચના કરી, ત્યાર પછી સંવિજ્ઞના સમુદાયે તેના પર ટીકા રચવા માટે પ્રાર્થના કરી, તેમની પ્રાર્થનાથી ગ્રંથકાર વૃત્તિને કરે છે. laI