SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પતિમાશતક | શ્લોક : ૨૭ વિશેષાર્થ : વ્યાપ્તિમાં ઉપાધિની પ્રાપ્તિ હોય તે દોષરૂપ છે, તેથી ત્યાં વ્યાપ્તિ સમ્યગુ પ્રાપ્ત થઈ શકે નહિ. જેમ આäધન સંયોગરૂપ ઉપાધિથી વિશિષ્ટ એવા વત્રિની સાથે ધૂમની વ્યાપ્તિ છે, તેથી વહ્નિ અને ધૂમની વ્યાપ્તિ થઈ શકતી નથી. તેમ પ્રસ્તુતમાં સ્વરૂપથી નિરવદ્ય આચારરૂપ ઉપાધિથી વિશિષ્ટ અનુમોદ્યત્વની સાથે કર્તવ્યત્વની વ્યાપ્તિ છે, તેથી અનુમોદ્યત્વ અને કર્તવ્યત્વની વ્યાપ્તિ થઈ શકે નહિ. આનાથી એ ફલિત થાય છે કે – જ્યાં આર્દ્રધનસંયુક્ત વિશિષ્ટ વહ્નિ હોય ત્યાં ધૂમ હોય તેવી વ્યાપ્તિ છે, તેમ જે જે સ્વરૂપથી નિરવદ્યાચારવિશિષ્ટ અનુમોદ્ય હોય તે કર્તવ્ય હોય તેવી વ્યાપ્તિ છે. તેથી જેમ આર્દ્રધનસંયોગરહિત એવા અયોગોલકમાં તપાવેલા લોખંડના ગોળામાં, વહ્નિ છે છતાં ધૂમ નથી, તેમ સ્વરૂપથી સાવઘ એવી પૂજા પણ શ્રાવકને હિતરૂપ હોવાથી સાધુને અનુમોદ્ય છે છતાં કર્તવ્ય નથી. તેથી અનુમોઘ અને કર્તવ્ય વચ્ચે સહચારમાત્ર છે, પરંતુ વ્યાપ્તિ નથી. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, સ્વરૂપથી નિરવઘ આચારરૂપ ઉપાધિ છે, તેથી અનુમોદ્યત્વ અને કર્તવ્યત્વની વ્યાપ્તિ થઈ શકે નહિ. તેથી તે ઉપાધિને જ સ્પષ્ટ કરતાં કહે છે – ટીકાર્ચ - ત્ર ..... નિરવદત્તામાવાન્ ! જ્યાં સાધુનું કર્તવ્યપણું છે ત્યાં સ્વરૂપથી નિરવદ્યપણું છે, અને જ્યાં સાધુનું અનુમોદ્યપણું છે ત્યાં સ્વરૂપથી નિરવદ્યપણું છે એમ નથી. કેમ કે કારણવિહિત વર્ષાદિવિહારોનું અને સંયતિ અવલંબનાદિરૂપ નદીઉત્તારાદિનું અનુમોદ્યપણું હોવા છતાં પણ, સ્વરૂપથી નિરવદ્યપણાનો અભાવ છે. વિશેષાર્થ : - સાધુનું જે કાંઈ કર્તવ્ય હોય તે નિરવદ્ય હોય તેવી વ્યાપ્તિ છે, પરંતુ સાધુને અનુમોદ્ય હોય તે સ્વરૂપથી નિરવદ્ય હોય તેવી વ્યાપ્તિ નથી. તેથી એ પ્રાપ્ત થાય છે, અનુમોદ્ય બે પ્રકારનું છે. (૧) સ્વરૂપથી નિરવદ્ય, (૨) સ્વરૂપથી સાવદ્ય. અને કર્તવ્ય તે જ છે જે સ્વરૂપથી નિરવદ્ય હોય. તેથી જે સ્વરૂપથી નિરવદ્ય હોતે છતે અનુમોદ્ય હોય તેની સાથે જ કર્તવ્યત્વની વ્યાપ્તિ છે. માટે સ્વરૂપથી નિરવઘ વિશેષણથી વિશિષ્ટ અનુમોદ્યત્વની કર્તવ્યત્વની સાથે વ્યાપ્તિ છે, પરંતુ અનુમોદ્યત્વ સામાન્યની નહિ. તેથી સ્વરૂપથી નિરવદ્યત્વરૂપ ઉપાધિની પ્રાપ્તિ થતી હોવાથી અનુમોદ્યત્વ અને કર્તવ્યત્વની વ્યાપ્તિ નથી. અહીં વિશેષ એ છે કે, વર્ષાકાળમાં વિહાર કે નદી ઊતરવાની ક્રિયા કર્તવ્ય છે, તેથી સાધુઓ અપવાદથી તે તે ક્રિયા કરે છે. આમ છતાં સ્વરૂપથી નિરવદને જ કર્તવ્ય કહ્યું, તેનો ભાવ એ છે કે, વ્યવહારનય પ્રવૃત્તિને કર્તવ્ય-અકર્તવ્યરૂપે વિભાજન કરે છે, અને ત્યાં જે સ્વરૂપથી નિરવદ્ય છે, તેને જ ઉત્સર્ગથી કર્તવ્યરૂપે માને છે. અને આ વાતને સામે રાખીને અહીં કહેલ છે કે, જે સ્વરૂપથી નિરવદ્ય હોય તે જ કર્તવ્ય બને.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy