________________
૩૩૮
પ્રતિમાશતક શ્લોક ૨૭ ટીકાર્ય :
તથા ..... રૂત્યર્થઅને તે રીતે પૂર્વમાં કહ્યું કે અનુમોધત્વ અને કર્તવ્યત્વ એ બેમાં સાહચર્યમાત્ર છે પરંતુ વ્યાપ્તિ નથી તે રીતે, તર્કબૂલ વ્યાપ્તિની અસિદ્ધિ હોવાથી મૂલશૈથિલ્ય દોષ છે. એ પ્રમાણે તાત્પર્ય છે.
વિશેષાર્થ :
અનુમાન કરવામાં હેતુને તર્કનો સહકાર મળે તો જ હેતુ સાધ્યનો ગમક બને. અને તર્કનું મૂળ વ્યાપ્તિ છે, અર્થાત્ હેતુ અને સાધ્યની વચ્ચે વ્યાપ્તિ હોય તો જ સમ્યગુ તર્ક થઈ શકે, તેથી તર્કનું મૂળ વ્યાપ્તિ છે. જ્યારે પ્રસ્તુતમાં તર્કના મૂળભૂત વ્યાપ્તિની અસિદ્ધિ હોવાથી મૂળશિથિલતા નામનો દોષ છે, તેથી તર્ક થઈ શકતો નથી. તેથી મિશ્રત્વરૂપ હેતુ અનનુમોઘવરૂપ સાધ્યનો ગમક થઈ શકતો નથી.
અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષી અનુમાન કરે છે કે સાધુને દ્રવ્યસ્તવ અનુમોઘ નથી. તેમાં હેત કહે છે કે, મિશ્રપણું હોવાથી. અને તે હેતુની પુષ્ટિ અર્થે તે તર્ક કરે છે કે જો અનુમોદ્ય હોય તો તે કર્તવ્ય હોય. અને શ્વેતાંબર મત પ્રમાણે સાધુને દ્રવ્યસ્તવ કર્તવ્ય નથી માટે પૂર્વપક્ષી પ્રમાણે અનુમોદ્ય નથી. આ પ્રકારે તર્ક કરીને દ્રવ્યસ્તવમાં રહેલ હિંસાથી મિશ્રત્વરૂપ હેતુને તે તર્કથી પુષ્ટ કરે છે, અને સિદ્ધ કરે છે કે, સાધુને દ્રવ્યસ્તવ અનુમોદ્ય નથી. તેથી દ્રવ્યસ્તવ એ પાપપ્રવૃત્તિરૂપ છે પણ ધર્મરૂપ નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
ત્યાં ગ્રંથકાર કહે છે કે - પૂર્વપક્ષીએ જે તર્ક કરેલ કે, જો અનુમોદ્ય હોય તો તે કર્તવ્ય હોય, એ તર્કમાં વ્યાપ્તિ નથી, પરંતુ અનુમોદ્યત્વ અને કર્તવ્યત્વ વચ્ચે સહચારમાત્ર છે. કારણ કે, સાધુઓ શ્રાવકને દેશવિરતિનો પણ ઉપદેશ આપે છે, તેથી સાધુને તે દેશવિરતિ અનુમોદ્ય છે આમ છતાં કર્તવ્ય નથી, તેથી વ્યાપ્તિ નથી. તો પણ સર્વવિરતિ આદિનો ઉપદેશ આપે છે તે જેમ અનુમોદ્ય છે તેમ કર્તવ્ય પણ છે. તેથી અનુમોદ્યત્વ અને કર્તવ્યત્વ વચ્ચે સહચારમાત્ર છે. તેથી તર્કની મૂળભૂત વ્યાપ્તિની અસિદ્ધિ છે. તેથી મૂળશૈથિલ્ય નામનો દોષ છે, માટે પૂર્વપક્ષીનું અનુમાન સંગત નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, તર્કની મૂળભૂત વ્યાપ્તિની અસિદ્ધિ છે, તેથી મૂળશૈથિલ્ય દોષ છે, ત્યાં પૂર્વપક્ષી કહે છેટીકાર્ય :
ય ય ..... ૩૫ાથે જે જે અમોધ હોય તે તે કર્તવ્ય છે, એમાં નિયતસાહચર્ય હોવાથી વ્યાપ્તિ છે. અર્થાત્ અનુમોધત્વ અને કર્તવ્યત્વ એ બંનેનું સાહચર્યમાત્ર નથી પરંતુ નિયતસાહચર્ય છે, તેથી વ્યાપ્તિ છે જ. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે - વ્યાપ્તિ ક્યાંય પણ ગયેલ છેઃ દૂર ગયેલી છે, કેમ કે સ્વરૂપથી નિરવધાચારરૂપ ઉપાધિ છે= સ્વરૂપથી સાવધના અભાવરૂપ જે નિરવદ્યાચાર, તે રૂપ ઉપાધિ છે.